Gandhinagar News: નર્મદા કેનાલ બની મોતની કેનાલ, 24 કલાકમાં મળ્યા 5 મૃતદેહ

નર્મદા કેનાલમાંથી 24 કલાકમાં મળ્યા 5 મૃતદેહ2 મૃતદેહ ડભોડા પોલીસની હદ વિસ્તારમાંથી મળ્યા3 મૃતદેહ અડાલજ પોલીસની હદમાંથી મળી આવ્યા ગાંધીનગર જીલ્લામાં આવેલ નર્મદા કેનાલ જાણે કે મોતની કેનાલ બની ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. ગાંધીનગર પાસેથી વહેતી નર્મદા કેનાલમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 5 બિનવારસી મૃતદેહો મળી આવ્યા છે. જાણવા મળી રહયું છે કે મળી આવેલ મૃતદેહોમાં 2 મહિલાઓ અને 3 પુરુષોના મૃતદેહોનો સમાવેશ થાય છે. તો માત્ર 24 કલાકમાં આટલી મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે અને પોલીસ પણ તપાસ હાથ ધરી છે.તો, મળતી માહિતી મુજબ, ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 2 મૃતદેહો મળી આવ્યા છે જ્યારે 3 મૃતદેહો અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યા હતા. મળી આવેલ 2 મહિલાઓ અને 3 પુરુષોના મૃતદેહોની ઓળખ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈકાલે મેદરા પાસે એક પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. બંને એક બીજાથી છુટા ન પડે એટલા માટે તેમણે પોતાના હાથ બાંધી રાખ્યા હતા. તો, લિંબુડિયા ગણેશપૂરા કેનાલમાંથી ગઈકાલે અજાણ્યા પુરુષની લાશ મળી હતી. વધુમાં આજે સવારે અડાલજ કેનાલમાંથી એક મહિલા અને અંબાપુર પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી.

Gandhinagar News: નર્મદા કેનાલ બની મોતની કેનાલ, 24 કલાકમાં મળ્યા 5 મૃતદેહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નર્મદા કેનાલમાંથી 24 કલાકમાં મળ્યા 5 મૃતદેહ
  • 2 મૃતદેહ ડભોડા પોલીસની હદ વિસ્તારમાંથી મળ્યા
  • 3 મૃતદેહ અડાલજ પોલીસની હદમાંથી મળી આવ્યા

ગાંધીનગર જીલ્લામાં આવેલ નર્મદા કેનાલ જાણે કે મોતની કેનાલ બની ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. ગાંધીનગર પાસેથી વહેતી નર્મદા કેનાલમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 5 બિનવારસી મૃતદેહો મળી આવ્યા છે. જાણવા મળી રહયું છે કે મળી આવેલ મૃતદેહોમાં 2 મહિલાઓ અને 3 પુરુષોના મૃતદેહોનો સમાવેશ થાય છે. તો માત્ર 24 કલાકમાં આટલી મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે અને પોલીસ પણ તપાસ હાથ ધરી છે.

તો, મળતી માહિતી મુજબ, ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 2 મૃતદેહો મળી આવ્યા છે જ્યારે 3 મૃતદેહો અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યા હતા. મળી આવેલ 2 મહિલાઓ અને 3 પુરુષોના મૃતદેહોની ઓળખ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગઈકાલે મેદરા પાસે એક પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. બંને એક બીજાથી છુટા ન પડે એટલા માટે તેમણે પોતાના હાથ બાંધી રાખ્યા હતા. તો, લિંબુડિયા ગણેશપૂરા કેનાલમાંથી ગઈકાલે અજાણ્યા પુરુષની લાશ મળી હતી. વધુમાં આજે સવારે અડાલજ કેનાલમાંથી એક મહિલા અને અંબાપુર પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી.