વસ્ત્રાલમાં કપિરાજે ઘરમાં ઘૂસી ૧૦થી વધુ લોકોને બચકાં ભરી લોહી લુહાણ કર્યા

અમદાવાદ, રવિવારશહેરના પૂર્વમાં વસ્ત્રાલ ખાતે ૨૦થી વધુ વાંદરાઓએ ઘરમાં ઘૂસીને ૧૦થી વધુ લોકોને બચકાં ભરીને લોહી લુહાણ કરી મૂક્યા હતા. વાંદરાના ડરના કારણે નાના બાળકો, વૃદ્ધો મહિલાએ સહિતના લોકો ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે. એટલું જ નહી કોર્નરના મકાન વાળા તથા ઉપરના માળે રહેતા લોકો મકાનના દરવાજા બંધ કરીને રાખવા પડે છે કારણ કે વાંદરા ઘરમાં ઘૂસીને લોકોને બચકાં ભરી રહ્યા છે.લોકો ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે કોર્નરના મકાન વાળા ખુબ જ ડરી ગયા ઃ સ્થાનિક નાગરિકો રાત દિવસ પહેરો ભરી રહ્યા છે પૂર્વ વિસ્તાર રામોલમાં વસ્ત્રાલ ખાતે છેલ્લા બે દિવસથી ૨૦ વાંદરાઓના ટોળાએ ફેલાવ્યો છે અને સોસાયટીઓમાં ઘરમાં ઘૂસીને લોકો બચકા ભરી રહ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયના માહોલ વ્યાપી જવા પામ્યો છે. વસ્ત્રાલ ખાતે આવેલા એક બંગલા સહિત આખી સોસાયટીમાં લગભગ ૧૦થી વધુ લોકોને બચકા ભરીને હાથે  અને પગ સહિત શરીના ભાગે લોહી લુહાણ કરી મૂક્યા છે. સોસાયટીના ધાબા ઉપર સંતાઇને તથા આસપાસના વૃક્ષો ઉપર વાંદરા સંતાઇને બેસી રહ્યા હોય છે.તેમાંયે કાલે શનિવારે તો વાંદરાઓએ રીતસારનો આતંક મચાવ્યો હતો. જેના કારણે લોકોમાં એટલો બધો ભય વ્યાપી જવા પામ્યો હતો કે રસ્તા પણ કોઇ ઘરમાં પુરાઇ રહ્યા હતા. જેથી રસ્તા સૂમસામ ભાસી રહ્યા હતા. વાંદરાઓએ લોકોને બચકાં ભરવાની ઘટનાને ધ્યાને લઇને સમગ્ર વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સોસાયટીના લોકોને સતર્ક રહેવા સોસાયટીના તમામ સભાસદોએ જાહેરાત કરી હતી કે આજકાલ વાંદરાઓનો ખૂબજ આતંક વધી ગયો હોવાથી જેમ બને તેમ બાળકોને એકલાં બહાર મોકલવા નહીં અને જેઓના કોર્નરના મકાનો છે એમને ખુબજ તકેદારી રાખવી ખુબજ જરૃરી છે.

વસ્ત્રાલમાં કપિરાજે ઘરમાં ઘૂસી ૧૦થી વધુ લોકોને બચકાં ભરી લોહી લુહાણ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, રવિવાર

શહેરના પૂર્વમાં વસ્ત્રાલ ખાતે ૨૦થી વધુ વાંદરાઓએ ઘરમાં ઘૂસીને ૧૦થી વધુ લોકોને બચકાં ભરીને લોહી લુહાણ કરી મૂક્યા હતા. વાંદરાના ડરના કારણે નાના બાળકો, વૃદ્ધો મહિલાએ સહિતના લોકો ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે. એટલું જ નહી કોર્નરના મકાન વાળા તથા ઉપરના માળે રહેતા લોકો મકાનના દરવાજા બંધ કરીને રાખવા પડે છે કારણ કે વાંદરા ઘરમાં ઘૂસીને લોકોને બચકાં ભરી રહ્યા છે.

લોકો ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે કોર્નરના મકાન વાળા ખુબ જ ડરી ગયા ઃ સ્થાનિક નાગરિકો રાત દિવસ પહેરો ભરી રહ્યા છે

 પૂર્વ વિસ્તાર રામોલમાં વસ્ત્રાલ ખાતે છેલ્લા બે દિવસથી ૨૦ વાંદરાઓના ટોળાએ ફેલાવ્યો છે અને સોસાયટીઓમાં ઘરમાં ઘૂસીને લોકો બચકા ભરી રહ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયના માહોલ વ્યાપી જવા પામ્યો છે. વસ્ત્રાલ ખાતે આવેલા એક બંગલા સહિત આખી સોસાયટીમાં લગભગ ૧૦થી વધુ લોકોને બચકા ભરીને હાથે  અને પગ સહિત શરીના ભાગે લોહી લુહાણ કરી મૂક્યા છે. સોસાયટીના ધાબા ઉપર સંતાઇને તથા આસપાસના વૃક્ષો ઉપર વાંદરા સંતાઇને બેસી રહ્યા હોય છે.

તેમાંયે કાલે શનિવારે તો વાંદરાઓએ રીતસારનો આતંક મચાવ્યો હતો. જેના કારણે લોકોમાં એટલો બધો ભય વ્યાપી જવા પામ્યો હતો કે રસ્તા પણ કોઇ ઘરમાં પુરાઇ રહ્યા હતા. જેથી રસ્તા સૂમસામ ભાસી રહ્યા હતા. વાંદરાઓએ લોકોને બચકાં ભરવાની ઘટનાને ધ્યાને લઇને સમગ્ર વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સોસાયટીના લોકોને સતર્ક રહેવા સોસાયટીના તમામ સભાસદોએ જાહેરાત કરી હતી કે આજકાલ વાંદરાઓનો ખૂબજ આતંક વધી ગયો હોવાથી જેમ બને તેમ બાળકોને એકલાં બહાર મોકલવા નહીં અને જેઓના કોર્નરના મકાનો છે એમને ખુબજ તકેદારી રાખવી ખુબજ જરૃરી છે.