સરસપુરમાં સાત હજાર માટે મિત્રએ માનસિક ત્રાસ અને ધમકી આપતા યુવકે આપઘાત કર્યો

અમદાવાદ,રવિવારસરસપુરમાં રહેતા યુવકના ચાર મહિના પહેલા લગ્ન થયા હતા, લગ્ન વખતે તેના મિત્ર પાસેથી ઉછીના ૨૬ હજાર રૃપિયા લીધા હતા. જે પૈકી રૃા. ૭,૦૦૦ આપવાના બાકી હતા. આ રૃપિયા માટે મિત્ર અવાર નવાર ફોન કરતો હતો અને રૃબરુ મળીને પણ રૃપિયાની માંગણી કરતો હતો. બે દિવસ પહેલા મિત્રએ ફોન કરીને સાંજ સુધીમાં રૃપિયા નહી આપે તો ઘરે આવીને તકરાર કરીશ તેવી ધમકી આપી હતી. જેથી ડરના માર્યા યુવકે આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સાંજ સુધીમાં રૃપિયા નહી આપે તો ઘરે આવીને તકરાર કરીશ તેવી ધમકી આપી હતી, ડરના માર્યા યુવકે ગળેફાંસો ખાઇ આપઘાતની ફરિયાદસરસપુર વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષના શ્રમજીવી યુવકના ચાર મહિના પહેલા લગ્ન થયા હતા. લગ્ન સમયે યુવકે મિત્ર પાસેથી ઉછીના રૃા. ૨૬,૦૦૦ લીધા હતા. જેમાંથી રૃા. ૧૯ હજાર રૃપિયા પરત આપી દીધા હતા બાકી રૃા. ૭,૦૦૦ હતા જે લેવા માટે મિત્ર યુવકને રૃબરુ મળીને તેમજ અવાર નવાર ફોન કરીને હેરાન પરેશાન કરીને માનસિક ત્રાસ આપતો હતો. જે અંગે યુવકે બે દિવસ પહેલા તેના પિતાને વાત કરી હતી કે તેનો મિત્રને સાત હજાર આપવાના બાકી છે તેને હું સાંજ સુધી રૃપિયા નહી આપું તે ઘરે આવીને તકરાર કરશે તેવી વાત કરતાં પતિએ ગભરાઇશ નહી આવશે તો જોઇ લઇશું તેવી વાત કરીને હિંમત આપી હતી.બીજીતરફ તા. ૨૮ ના રોજ બપોરે રૃમમાં સૂવા માટે ગયો હતો અને તેની પત્નીનો ફોન ઉપાડતો ન હતો જેથી પિતાએ જઇને જોયું તો પુત્રએ ગળાફાંસો ખાધેલા હતો, પિતાએ તુંરત એમ્બ્યુલન્સ બોલાવીને પુત્રને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ  બનાવ અંગે પિતાની ફરિયાદ આધારે શહેરકોટડા પોલીસે મૃતક યુવકના મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરસપુરમાં સાત હજાર માટે મિત્રએ માનસિક ત્રાસ અને ધમકી આપતા યુવકે આપઘાત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

સરસપુરમાં રહેતા યુવકના ચાર મહિના પહેલા લગ્ન થયા હતા, લગ્ન વખતે તેના મિત્ર પાસેથી ઉછીના ૨૬ હજાર રૃપિયા લીધા હતા. જે પૈકી રૃા. ૭,૦૦૦ આપવાના બાકી હતા. આ રૃપિયા માટે મિત્ર અવાર નવાર ફોન કરતો હતો અને રૃબરુ મળીને પણ રૃપિયાની માંગણી કરતો હતો. બે દિવસ પહેલા મિત્રએ ફોન કરીને સાંજ સુધીમાં રૃપિયા નહી આપે તો ઘરે આવીને તકરાર કરીશ તેવી ધમકી આપી હતી. જેથી ડરના માર્યા યુવકે આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાંજ સુધીમાં રૃપિયા નહી આપે તો ઘરે આવીને તકરાર કરીશ તેવી ધમકી આપી હતી, ડરના માર્યા યુવકે ગળેફાંસો ખાઇ આપઘાતની ફરિયાદ

સરસપુર વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષના શ્રમજીવી યુવકના ચાર મહિના પહેલા લગ્ન થયા હતા. લગ્ન સમયે યુવકે મિત્ર પાસેથી ઉછીના રૃા. ૨૬,૦૦૦ લીધા હતા. જેમાંથી રૃા. ૧૯ હજાર રૃપિયા પરત આપી દીધા હતા બાકી રૃા. ૭,૦૦૦ હતા જે લેવા માટે મિત્ર યુવકને રૃબરુ મળીને તેમજ અવાર નવાર ફોન કરીને હેરાન પરેશાન કરીને માનસિક ત્રાસ આપતો હતો. જે અંગે યુવકે બે દિવસ પહેલા તેના પિતાને વાત કરી હતી કે તેનો મિત્રને સાત હજાર આપવાના બાકી છે તેને હું સાંજ સુધી રૃપિયા નહી આપું તે ઘરે આવીને તકરાર કરશે તેવી વાત કરતાં પતિએ ગભરાઇશ નહી આવશે તો જોઇ લઇશું તેવી વાત કરીને હિંમત આપી હતી.

બીજીતરફ તા. ૨૮ ના રોજ બપોરે રૃમમાં સૂવા માટે ગયો હતો અને તેની પત્નીનો ફોન ઉપાડતો ન હતો જેથી પિતાએ જઇને જોયું તો પુત્રએ ગળાફાંસો ખાધેલા હતો, પિતાએ તુંરત એમ્બ્યુલન્સ બોલાવીને પુત્રને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ  બનાવ અંગે પિતાની ફરિયાદ આધારે શહેરકોટડા પોલીસે મૃતક યુવકના મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.