Viramgam તંત્રએ કામદાર કલ્યાણ કેન્દ્રના મેદાનને કચરા ટોપલી બનાવી નાખ્યું

ભરવાડી દરવાજા પાસે કામદાર કલ્યાણ કેન્દ્રના નામથી જાણીતું મેદાન છેરોગચાળો ફાટી નીકળવાની ભીતિ : ગંદકી ફેલાઈ રહી હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો એ કચરા ટોપલી બનાવી દેતા ગંદકી ફેલાય રહી હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે વિરમગામ શહેરમાં ભરવાડી દરવાજા પાસે કામદાર કલ્યાણ કેન્દ્રના નામથી જાણીતું મેદાન છે.જે મેદાનને તંત્ર એ કચરા ટોપલી બનાવી દેતા ગંદકી ફેલાય રહી હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.આ મેદાનની સામેજ તાલુકા શાળા આવેલી છે.રહેણાંક વિસ્તારો છે.દવાખાના સહિત બજાર છે.આ જગ્યાએ એક સમયે કામદાર કલ્યાણ કેન્દ્ર ધમધમતું હતુ. જેની દેખભાળ કરનાર લાંબા સમયથી કોઈ ન હોવાથી મકાન નષ્ટ પામ્યું છે.આ મકાનમાં બહેનોને સીવણ ઉદ્યોગ શીખવવા સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતુ હતુ.મેદાનમાં ક્રિકેટ,વોલીબોલ ટુર્નામેન્ટ યોજાતી હતી.શહેરના બાળકો રમતો રમતા હતા.જે ઘણા વર્ષોથી ભૂતકાળ બન્યો છે.ત્યારે હાલ મેદાનમાં શહેરનો કચરો ઠાલવતા આ જગ્યા ઢોરવાડ બની છે.જેથી અહીંયા લોકોને પશુઓ પણ પરેશાન કરી રહ્યા છે.દબાણો થયા છે.આ જગ્યા શહેરમાં મધ્યમાં છે.જ્યાં કચરાના ઢગ ખડકવામાં આવતા સ્વચ્છતાના લીરા ઊડી રહ્યા હોવાથી સ્થાનિક લોકો પરેશાન બન્યા છે.આ જગ્યાને સ્વચ્છ બનાવી સત્તાધીશો દીર્ઘ દૃષ્ટિનું આયોજન કરે તેવી લોક લાગણી સાથે માંગ છે.

Viramgam તંત્રએ કામદાર કલ્યાણ કેન્દ્રના મેદાનને કચરા ટોપલી બનાવી નાખ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભરવાડી દરવાજા પાસે કામદાર કલ્યાણ કેન્દ્રના નામથી જાણીતું મેદાન છે
  • રોગચાળો ફાટી નીકળવાની ભીતિ : ગંદકી ફેલાઈ રહી હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો
  • એ કચરા ટોપલી બનાવી દેતા ગંદકી ફેલાય રહી હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે

વિરમગામ શહેરમાં ભરવાડી દરવાજા પાસે કામદાર કલ્યાણ કેન્દ્રના નામથી જાણીતું મેદાન છે.જે મેદાનને તંત્ર એ કચરા ટોપલી બનાવી દેતા ગંદકી ફેલાય રહી હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.આ મેદાનની સામેજ તાલુકા શાળા આવેલી છે.રહેણાંક વિસ્તારો છે.દવાખાના સહિત બજાર છે.આ જગ્યાએ એક સમયે કામદાર કલ્યાણ કેન્દ્ર ધમધમતું હતુ. જેની દેખભાળ કરનાર લાંબા સમયથી કોઈ ન હોવાથી મકાન નષ્ટ પામ્યું છે.આ મકાનમાં બહેનોને સીવણ ઉદ્યોગ શીખવવા સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતુ હતુ.મેદાનમાં ક્રિકેટ,વોલીબોલ ટુર્નામેન્ટ યોજાતી હતી.શહેરના બાળકો રમતો રમતા હતા.જે ઘણા વર્ષોથી ભૂતકાળ બન્યો છે.ત્યારે હાલ મેદાનમાં શહેરનો કચરો ઠાલવતા આ જગ્યા ઢોરવાડ બની છે.જેથી અહીંયા લોકોને પશુઓ પણ પરેશાન કરી રહ્યા છે.દબાણો થયા છે.આ જગ્યા શહેરમાં મધ્યમાં છે.જ્યાં કચરાના ઢગ ખડકવામાં આવતા સ્વચ્છતાના લીરા ઊડી રહ્યા હોવાથી સ્થાનિક લોકો પરેશાન બન્યા છે.આ જગ્યાને સ્વચ્છ બનાવી સત્તાધીશો દીર્ઘ દૃષ્ટિનું આયોજન કરે તેવી લોક લાગણી સાથે માંગ છે.