અમદાવાદમાં ત્રણ મહિનામાં એક હજારથી વધુ મોબાઇલ ગૂમ-ચોરી થયા

અમદાવાદ,શનિવારઅમદાવાદમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન એક હજાર જેટલા મોબાઇલ ગૂમ કે ચોરી થવાના ઘટના બની છે. જેમાં પોલીસ ફરિયાદ થતા પોલીસે આઇએમઇઆઇ નંબરને આધારે ટેકનીકલ સર્વલન્સ કરીને કુલ ૯૨ જેટલા મોબાઇલ ફોન પરત મેળવ્યા હતા. જે મોબાઇલ ફોન પોલીસના તેરા તુજ કો અર્પણ હેઠળ તેમના મુળ માલિકને પરત આપવામાં આવ્યા હતા.મોબાઇલ ફોન ચોરી થવાના કે ગૂમ થવા અંગે હવે પોલીસ સ્ટેશનમાં સીધી ફરિયાદ નોંધવાને બદલે ઓનલાઇન ફરિયાદ નોંધવામાં આવે છે. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન એક હજાર જેટલા મોબાઇલ ફોન ચોરી તે ગુમ થયા હતા. આ તમામ મોબાઇલને ટ્રેક કરવા માટે સાયબર ક્રાઇમ દ્વારા આઇએમઇઆઇ નંબરને ટેકનીકલ સર્વલન્સમાં મુકવામાં આવ્યા હતા. જેમાં ૯૨ જેટલા મોબાઇલ નિયમિત રીતે એક્ટીવ રીતે આઇએમઇઆઇ નંબરને આધારે મોબાઇલ ફોન ઉપયોગ કરનારની વિગતો મેળવીને તમામ મોબાઇલ અલગ અલગ સમયે રીકવર કરવામાં આવ્યા હતા. જે ફરિયાદ અને અરજીને આધારે તેમના મુળ માલિકોને પરત કરવાનાં આવ્યા હતા. આ મોબાઇલ ફોનની કિંમત ૯.૨૦ લાખ જેટલી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મોબાઇલ ચોરીમાં સંડોવાયેલા લોકો ચોરીનો ફોન ખુબ ઓછી કિંમતમાં વેચાણ કરતા હતા .મેડીકલ અને અન્ય કારણ આપીને તે મોબાઇલ ફોન વેચાણે આપતા  હતા. આ સાથે અમદાવાદ સહિત ગુજરાતમાં મોબાઇલ ચોરી કરતી અનેક ગેંગ સક્રિય છે કે જે ચોરીના સારી ગુણવતાના મોબાઇલ ફોનને અન્ય મોટી ગેંગને વેચાણે આપે છે. જે મોબાઇલ ફોન ગેરકાયદેસર રીતે નેપાળમાં મોકલવામાં આવે છે. જેથી અન્ય દેશોમાં મોબાઇલ ફોન ઉપયોગમાં લેવામાં આવે તો પણ ટ્રેક કરી શકાતો નથી. જેના કારણે કેટલાંક ગુના ઉકેલવામાં સફળતા મળતી નથી.

અમદાવાદમાં ત્રણ મહિનામાં એક હજારથી વધુ મોબાઇલ ગૂમ-ચોરી થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

અમદાવાદમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન એક હજાર જેટલા મોબાઇલ ગૂમ કે ચોરી થવાના ઘટના બની છે. જેમાં પોલીસ ફરિયાદ થતા પોલીસે આઇએમઇઆઇ નંબરને આધારે ટેકનીકલ સર્વલન્સ કરીને કુલ ૯૨ જેટલા મોબાઇલ ફોન પરત મેળવ્યા હતા. જે મોબાઇલ ફોન પોલીસના તેરા તુજ કો અર્પણ હેઠળ તેમના મુળ માલિકને પરત આપવામાં આવ્યા હતા.મોબાઇલ ફોન ચોરી થવાના કે ગૂમ થવા અંગે હવે પોલીસ સ્ટેશનમાં સીધી ફરિયાદ નોંધવાને બદલે ઓનલાઇન ફરિયાદ નોંધવામાં આવે છે. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન એક હજાર જેટલા મોબાઇલ ફોન ચોરી તે ગુમ થયા હતા. આ તમામ મોબાઇલને ટ્રેક કરવા માટે સાયબર ક્રાઇમ દ્વારા આઇએમઇઆઇ નંબરને ટેકનીકલ સર્વલન્સમાં મુકવામાં આવ્યા હતા. જેમાં ૯૨ જેટલા મોબાઇલ નિયમિત રીતે એક્ટીવ રીતે આઇએમઇઆઇ નંબરને આધારે મોબાઇલ ફોન ઉપયોગ કરનારની વિગતો મેળવીને તમામ મોબાઇલ અલગ અલગ સમયે રીકવર કરવામાં આવ્યા હતા. જે ફરિયાદ અને અરજીને આધારે તેમના મુળ માલિકોને પરત કરવાનાં આવ્યા હતા. આ મોબાઇલ ફોનની કિંમત ૯.૨૦ લાખ જેટલી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મોબાઇલ ચોરીમાં સંડોવાયેલા લોકો ચોરીનો ફોન ખુબ ઓછી કિંમતમાં વેચાણ કરતા હતા .મેડીકલ અને અન્ય કારણ આપીને તે મોબાઇલ ફોન વેચાણે આપતા  હતા. આ સાથે અમદાવાદ સહિત ગુજરાતમાં મોબાઇલ ચોરી કરતી અનેક ગેંગ સક્રિય છે કે જે ચોરીના સારી ગુણવતાના મોબાઇલ ફોનને અન્ય મોટી ગેંગને વેચાણે આપે છે. જે મોબાઇલ ફોન ગેરકાયદેસર રીતે નેપાળમાં મોકલવામાં આવે છે. જેથી અન્ય દેશોમાં મોબાઇલ ફોન ઉપયોગમાં લેવામાં આવે તો પણ ટ્રેક કરી શકાતો નથી. જેના કારણે કેટલાંક ગુના ઉકેલવામાં સફળતા મળતી નથી.