Gujarat Weather News: રાજ્યમાં વાવાઝોડાને લઈ મોટા સમાચાર

બંગાળની ખાડીમાં બની શકે છે લો-પ્રેશર 22મી મેએ લો-પ્રેશર સર્જાવાની સંભાવના લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના વાવાઝોડાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર બની શકે છે. તેમાં 22 મેના રોજ લો-પ્રેશર સર્જાવાની સંભાવના છે. લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. 24 મેથી 5 જૂન 2024 પછી એકાએક હવામાનમાં પલટો આવશે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત નહીં, પરંતુ દેશમાં એક નહીં બે-બે વંટોળની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 મેથી 5 જૂન 2024 પછી એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. તો 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસુ બેસી જશે. 25થી 30 મે દરમિયાન ફરીથી એક અસ્થિરતા ઊભી થશે 25થી 30 મે દરમિયાન ફરીથી એક અસ્થિરતા ઊભી થશે અને પ્રી મોન્સુન એક્ટિવિટીથી વરસાદ થવાની શક્યાતઓ છે. આને ધ્યાને લઇને 25 તારીખ સુધીમાં ખેતીના કામોને સાચવવાની કાળજી રાખવી તેવી ખેડૂત મિત્રોને અપીલ રહેશે. જો અરબી સમુદ્રમાં કોઇ સાયક્લોન બને તો તે ગુજરાતને સીધું અસર કરતું હોય છે. જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં કદાચ સાયક્લોન બની શકે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે ગુજરાતમા કાળઝાળ ગરમીનો પ્રકોપ છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે. તેમજ આગામી 6 દિવસ ગરમીથી રાહત મળશે નહી. તેવું રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ વલસાડ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢમાં હીટવેવ રહેશે. કચ્છ 44.1 ડિગ્રી તેમજ પોરબંદર 38.6, જૂનાગઢ 42.5 ડિગ્રી, ભાવનગર 41.4 ડિગ્રી, વલસાડ 39.6 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગર 44.5 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી તથા જામનગર 44.5 ડિગ્રી, આણંદ 43.5ડિગ્રી અને વડોદરા 43.2 ડિગ્રી તેમજ બનાસકાંઠા 45 ડિગ્રી તાપમાન રહ્યું છે.

Gujarat Weather News: રાજ્યમાં વાવાઝોડાને લઈ મોટા સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બંગાળની ખાડીમાં બની શકે છે લો-પ્રેશર
  • 22મી મેએ લો-પ્રેશર સર્જાવાની સંભાવના
  • લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના

વાવાઝોડાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર બની શકે છે. તેમાં 22 મેના રોજ લો-પ્રેશર સર્જાવાની સંભાવના છે. લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે.

24 મેથી 5 જૂન 2024 પછી એકાએક હવામાનમાં પલટો આવશે

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત નહીં, પરંતુ દેશમાં એક નહીં બે-બે વંટોળની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 મેથી 5 જૂન 2024 પછી એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. તો 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસુ બેસી જશે.

25થી 30 મે દરમિયાન ફરીથી એક અસ્થિરતા ઊભી થશે

25થી 30 મે દરમિયાન ફરીથી એક અસ્થિરતા ઊભી થશે અને પ્રી મોન્સુન એક્ટિવિટીથી વરસાદ થવાની શક્યાતઓ છે. આને ધ્યાને લઇને 25 તારીખ સુધીમાં ખેતીના કામોને સાચવવાની કાળજી રાખવી તેવી ખેડૂત મિત્રોને અપીલ રહેશે. જો અરબી સમુદ્રમાં કોઇ સાયક્લોન બને તો તે ગુજરાતને સીધું અસર કરતું હોય છે. જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં કદાચ સાયક્લોન બની શકે.

અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે

ગુજરાતમા કાળઝાળ ગરમીનો પ્રકોપ છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે. તેમજ આગામી 6 દિવસ ગરમીથી રાહત મળશે નહી. તેવું રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ વલસાડ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢમાં હીટવેવ રહેશે. કચ્છ 44.1 ડિગ્રી તેમજ પોરબંદર 38.6, જૂનાગઢ 42.5 ડિગ્રી, ભાવનગર 41.4 ડિગ્રી, વલસાડ 39.6 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગર 44.5 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી તથા જામનગર 44.5 ડિગ્રી, આણંદ 43.5ડિગ્રી અને વડોદરા 43.2 ડિગ્રી તેમજ બનાસકાંઠા 45 ડિગ્રી તાપમાન રહ્યું છે.