Gujarat News: બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો CMને પત્ર, સ્માર્ટ મીટરને લઇને રજૂઆત

ત્રણ દિવસના બદલે 6 દિવસ કરવા માગણી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મુખ્યમંત્રીને લખ્યો પત્ર સમય લંબાવવાથી લોકો બંને મીટર રીડિંગ ચેક કરી શકશે રાજ્યના અલગ-અલગ શહેરોમાં સ્માર્ટ મીટરને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે જનતાના આ વિરોધ વચ્ચે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાવવાના પાછળનો હેતુ સામાન્ય જનતાની ગેરસમજ દૂર કરવા માટેનો છે. ત્યારે બીજી તરફ સ્માર્ટ મીટરના વિવાદ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મુખ્યમંત્રીને લખ્યો પત્ર. સમય લંબાવવાથી લોકો બંને મીટર રીડિંગ ચેક કરી શકશે. પત્રમાં સ્માર્ટ મીટર ટેસ્ટીંગ ટ્રાયલનો સમય વધારવા રજુઆત કરવામાં આવી છે. ત્રણ દિવસના બદલે 6 દિવસ કરવા માગણી કરવામાં આવી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનુ કહેવુ છે કે સમય લંબાવવાથી લોકો બંને મીટર રીડિંગ ચેક કરી શકશે. શું છે સ્માર્ટ મીટરનો વિરોધ? 15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી. મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. ઠેર-ઠેર લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્માર્ટ મીટર આખરે છે શું? શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત? તો, સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. એટલે કે તમારે એડવાન્સમાં જ બીલ ભરવાનું રહે છે.સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે, સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે, સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહતી.વર્ષ 2025 સુધી તમામ સાદા મીટરને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન વર્ષ 2025 સુધી તમામ સાદા મીટરને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન છે. સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી પહેલા જે વીજ ચોરી થતી હતી તે બંધ થઈ જશે અને તેનાથી ફાયદો સરકારની તિજોરીને થશે. આ પૈસાનો ઉપયોગ દેશવાસીઓ માટે અન્ય યોજનાઓ માટે કરી શકાશે. જો કે કોઇ પણ યોજનાને અમલમાં મુકવામાં આવે ત્યારબાદ જ જાણી શકાય કે તેનાથી ફાયદો થઇ રહ્યો છે કે નુકસાન. હાલતો જ્યાં જુઓ ત્યાં ઠેર-ઠેર આ સ્માર્ટ મીટરને લઇને વિરોધ થઇ રહ્યો છે. 

Gujarat News: બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો CMને પત્ર, સ્માર્ટ મીટરને લઇને રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રણ દિવસના બદલે 6 દિવસ કરવા માગણી
  • ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મુખ્યમંત્રીને લખ્યો પત્ર
  • સમય લંબાવવાથી લોકો બંને મીટર રીડિંગ ચેક કરી શકશે

રાજ્યના અલગ-અલગ શહેરોમાં સ્માર્ટ મીટરને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે જનતાના આ વિરોધ વચ્ચે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાવવાના પાછળનો હેતુ સામાન્ય જનતાની ગેરસમજ દૂર કરવા માટેનો છે. ત્યારે બીજી તરફ સ્માર્ટ મીટરના વિવાદ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મુખ્યમંત્રીને લખ્યો પત્ર. સમય લંબાવવાથી લોકો બંને મીટર રીડિંગ ચેક કરી શકશે. પત્રમાં સ્માર્ટ મીટર ટેસ્ટીંગ ટ્રાયલનો સમય વધારવા રજુઆત કરવામાં આવી છે. ત્રણ દિવસના બદલે 6 દિવસ કરવા માગણી કરવામાં આવી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનુ કહેવુ છે કે સમય લંબાવવાથી લોકો બંને મીટર રીડિંગ ચેક કરી શકશે.

શું છે સ્માર્ટ મીટરનો વિરોધ?

15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી. મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. ઠેર-ઠેર લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે.


સ્માર્ટ મીટર આખરે છે શું?

શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત? તો, સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. એટલે કે તમારે એડવાન્સમાં જ બીલ ભરવાનું રહે છે.

સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો

સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે.

 સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે

સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે, સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે, સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહતી.

વર્ષ 2025 સુધી તમામ સાદા મીટરને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન

વર્ષ 2025 સુધી તમામ સાદા મીટરને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન છે. સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી પહેલા જે વીજ ચોરી થતી હતી તે બંધ થઈ જશે અને તેનાથી ફાયદો સરકારની તિજોરીને થશે. આ પૈસાનો ઉપયોગ દેશવાસીઓ માટે અન્ય યોજનાઓ માટે કરી શકાશે. જો કે કોઇ પણ યોજનાને અમલમાં મુકવામાં આવે ત્યારબાદ જ જાણી શકાય કે તેનાથી ફાયદો થઇ રહ્યો છે કે નુકસાન. હાલતો જ્યાં જુઓ ત્યાં ઠેર-ઠેર આ સ્માર્ટ મીટરને લઇને વિરોધ થઇ રહ્યો છે.