Suratમાં ભર ઉનાળે પાણી ના મળતા હૈદરી નગરના સ્થાનિકોએ માટલા ફોડયા

ઉન વિસ્તારમાં 15 દિવસથી પાણીની સમસ્યા પીવાનું પાણી નહીં મળતા સ્થાનિકોનો વિરોધ હૈદરી નગરમાં માટલા ફોડી નોંધાયો વિરોધ સુરતમાં ભર ઉનાળામાં પીવાનાં પાણીની બુમો પડી છે,ઉન વિસ્તારનાં સ્થાનિકોને છેલ્લા 15 દિવસથી પીવાનું પાણીની નહી મળતા વિરોધ નોંધાયો છે,હૈદરી નગરના સ્થાનિકોને પીવાનું પાણી નહીં મળતા ભારે હાલાકી પડી રહી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને વારંવાર પાણી માટે રજૂઆત કરી તેમ છત્તા નિરાકરણ આવ્યું નથી,જેના કારણે સ્થાનિકોઓ ભેગા થઈ રોડ પર માટલા ફોડયા હતા. 14 મે 2024ના રોજ સુરતના અમુક વિસ્તારમાં હતો પાણી કાપ સુરતમાં ભરઉનાળે પાણીકાપ ઝીંકાયો હતો. જેમાં સુરતમાં 10 લાખ લોકોને પાણી મળ્યુ ન હતું. તેમાં DGVCL-SMCની કામગીરીના કારણે પાણીકાપ આપવામાં આવ્યો હતો. જેમાં સરથાણા, ઉધના ઝોન, વરાછામાં પાણીકાપ હતો. કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે SMCએ લોકોને અપીલ કરી છે. ગુજરાતમાં ઉનાળા આકરો બન્યો છે, તાપમાનનો પારો 41 ડિગ્રીથી પણ ઉપર જઇ રહ્યો છે, ત્યારે હવે સુરતવાસીઓને આવા સમયે વધુ એક સમસ્યાનો સામનો કરવો પડયો હતો.સુરતમાં ત્રણ ઝોનમાં પાણી કાપ મૂકાયો હતો.શહેરમાં કેટલાક ઠેકાણે વોટર પ્લાન્ટ તરફની મુખ્ય લાઇન લીકેજ થઇ હોવાનું સામે આવ્યુ હતુ, જેને રિપેરિંગ કરાતી હોવાથી શહેરમાં પાણી કાપનો સામનો કરવો પડયો હતો. મોડાસમાં પણ માટલા ફોડી વિરોધ મોડાસા નગરપાલિકાના વોર્ડ નં 7, 8 અને 9માં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાને લઈ રહીશો મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. પીવાનું પાણી પણ આવે ત્યારે રાત્રે 12 વાગ્યા પછી અપાય છે અને એ પણ દૂષિત પાણી આવે છે. જેને લઈ રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. પાલિકા તંત્રમાં રહીશોએ અનેક વખત રજૂઆત કરી છે પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ના લેવાતા આજે આ વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા ખાતે પાણીને લઈ હોબાળો મચાવ્યો હતો. પાલિકા કચેરી આગળ માટલા ફોડી વિરોધ કર્યો હતો.

Suratમાં ભર ઉનાળે પાણી ના મળતા હૈદરી નગરના સ્થાનિકોએ માટલા ફોડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉન વિસ્તારમાં 15 દિવસથી પાણીની સમસ્યા
  • પીવાનું પાણી નહીં મળતા સ્થાનિકોનો વિરોધ
  • હૈદરી નગરમાં માટલા ફોડી નોંધાયો વિરોધ

સુરતમાં ભર ઉનાળામાં પીવાનાં પાણીની બુમો પડી છે,ઉન વિસ્તારનાં સ્થાનિકોને છેલ્લા 15 દિવસથી પીવાનું પાણીની નહી મળતા વિરોધ નોંધાયો છે,હૈદરી નગરના સ્થાનિકોને પીવાનું પાણી નહીં મળતા ભારે હાલાકી પડી રહી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને વારંવાર પાણી માટે રજૂઆત કરી તેમ છત્તા નિરાકરણ આવ્યું નથી,જેના કારણે સ્થાનિકોઓ ભેગા થઈ રોડ પર માટલા ફોડયા હતા.

14 મે 2024ના રોજ સુરતના અમુક વિસ્તારમાં હતો પાણી કાપ

સુરતમાં ભરઉનાળે પાણીકાપ ઝીંકાયો હતો. જેમાં સુરતમાં 10 લાખ લોકોને પાણી મળ્યુ ન હતું. તેમાં DGVCL-SMCની કામગીરીના કારણે પાણીકાપ આપવામાં આવ્યો હતો. જેમાં સરથાણા, ઉધના ઝોન, વરાછામાં પાણીકાપ હતો. કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે SMCએ લોકોને અપીલ કરી છે. ગુજરાતમાં ઉનાળા આકરો બન્યો છે, તાપમાનનો પારો 41 ડિગ્રીથી પણ ઉપર જઇ રહ્યો છે, ત્યારે હવે સુરતવાસીઓને આવા સમયે વધુ એક સમસ્યાનો સામનો કરવો પડયો હતો.સુરતમાં ત્રણ ઝોનમાં પાણી કાપ મૂકાયો હતો.શહેરમાં કેટલાક ઠેકાણે વોટર પ્લાન્ટ તરફની મુખ્ય લાઇન લીકેજ થઇ હોવાનું સામે આવ્યુ હતુ, જેને રિપેરિંગ કરાતી હોવાથી શહેરમાં પાણી કાપનો સામનો કરવો પડયો હતો.


મોડાસમાં પણ માટલા ફોડી વિરોધ

મોડાસા નગરપાલિકાના વોર્ડ નં 7, 8 અને 9માં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાને લઈ રહીશો મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. પીવાનું પાણી પણ આવે ત્યારે રાત્રે 12 વાગ્યા પછી અપાય છે અને એ પણ દૂષિત પાણી આવે છે. જેને લઈ રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. પાલિકા તંત્રમાં રહીશોએ અનેક વખત રજૂઆત કરી છે પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ના લેવાતા આજે આ વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા ખાતે પાણીને લઈ હોબાળો મચાવ્યો હતો. પાલિકા કચેરી આગળ માટલા ફોડી વિરોધ કર્યો હતો.