Maharaj Filmના મામલે વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજીએ વિરોધ નોંધાવ્યો

હાલ દ્વારકેશલાલજી મહારાજ કેલિફોર્નિયાના પ્રવાસે છે નેટફ્લિક્સ પર ફિલ્મ હટાવી લેવા રજુઆત કરી છે વૈષ્ણવ સમાજ અને આચાર્યના અપમાન અંગે રજુઆત કરી વડોદરામાં બોલીવુડની મહારાજ ફિલ્મના મામલે વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજીએ વિરોધ નોંધાવ્યો છે. હાલ દ્વારકેશલાલજી મહારાજ કેલિફોર્નિયાના પ્રવાસે છે. જેમાં કેલિફોર્નિયા સ્થિત નેટ ફ્લિક્સના હેડ ક્વોર્ટર ખાતે રજુઆત કરી છે. તેમાં વૈષ્ણવ સમાજ અને આચાર્યના અપમાન અંગે રજુઆત કરી છે. તેમજ નેટફ્લિક્સ પર ફિલ્મ હટાવી લેવા રજુઆત કરી છે. ફિલ્મના રજુઆત બાદ વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજીએ વિરોધ કર્યો હતો. જેમાં ફિલ્મ હટાવી લેવા નેટફ્લિક્સને રજુઆત કરી છે.મહારાજ ફિલ્મ માટે વિવાદ શા માટે ઊભો થયો તે જાણો ગુજરાતનાં બ્રાહ્મણ અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ પોતાની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ આ ફિલ્મના કન્ટેન્ટ વિષે લગાવ્યો હતો. આ સંપ્રદાયના લોકોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતાઓને તેઓએ ચેતવણી પણ આપી હતી કે જો આ ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે તો દેશભરમાં આંદોલનો કરવામાં આવશે. આ ફિલ્મનો વિરોધ કરનાર સમુદાયના મતે ફિલ્મમાં શ્રી વલ્લભાચાર્યજી અને ભગવાન શ્રી કૃષ્ણ વિરુદ્ધ ઘણાં દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. 'મહારાજ'ફિલ્મની પૃષ્ઠભૂમિ જયદીપ અહલાવત અને જુનૈદ ખાનના અભિનિત ફિલ્મ 'મહારાજ' એક સત્ય ઘટના આધારિત વિષયને રજૂ કરે છે. આ ફિલ્મ 1862ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. ભારતની સૌથી અગત્યની કાયદાકીય લડાઈમાંથી એક આ કેસની ગણના થાય છે. પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા આ ફિલ્મમાં જુનૈદ ખાન ભજવી રહ્યા છે. વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકામાં અહલાવત નજરે પડશે. ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી તે જ આ અગત્યનો કેશ હતો. જેને 'મહારાજ લિબેલ કેસ'- ના નામે ઓળખવામાં આવે છે.

Maharaj Filmના મામલે વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજીએ વિરોધ નોંધાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાલ દ્વારકેશલાલજી મહારાજ કેલિફોર્નિયાના પ્રવાસે છે
  • નેટફ્લિક્સ પર ફિલ્મ હટાવી લેવા રજુઆત કરી છે
  • વૈષ્ણવ સમાજ અને આચાર્યના અપમાન અંગે રજુઆત કરી

વડોદરામાં બોલીવુડની મહારાજ ફિલ્મના મામલે વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજીએ વિરોધ નોંધાવ્યો છે. હાલ દ્વારકેશલાલજી મહારાજ કેલિફોર્નિયાના પ્રવાસે છે. જેમાં કેલિફોર્નિયા સ્થિત નેટ ફ્લિક્સના હેડ ક્વોર્ટર ખાતે રજુઆત કરી છે. તેમાં વૈષ્ણવ સમાજ અને આચાર્યના અપમાન અંગે રજુઆત કરી છે. તેમજ નેટફ્લિક્સ પર ફિલ્મ હટાવી લેવા રજુઆત કરી છે. ફિલ્મના રજુઆત બાદ વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજીએ વિરોધ કર્યો હતો. જેમાં ફિલ્મ હટાવી લેવા નેટફ્લિક્સને રજુઆત કરી છે.

મહારાજ ફિલ્મ માટે વિવાદ શા માટે ઊભો થયો તે જાણો

ગુજરાતનાં બ્રાહ્મણ અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ પોતાની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ આ ફિલ્મના કન્ટેન્ટ વિષે લગાવ્યો હતો. આ સંપ્રદાયના લોકોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતાઓને તેઓએ ચેતવણી પણ આપી હતી કે જો આ ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે તો દેશભરમાં આંદોલનો કરવામાં આવશે. આ ફિલ્મનો વિરોધ કરનાર સમુદાયના મતે ફિલ્મમાં શ્રી વલ્લભાચાર્યજી અને ભગવાન શ્રી કૃષ્ણ વિરુદ્ધ ઘણાં દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.

'મહારાજ'ફિલ્મની પૃષ્ઠભૂમિ

જયદીપ અહલાવત અને જુનૈદ ખાનના અભિનિત ફિલ્મ 'મહારાજ' એક સત્ય ઘટના આધારિત વિષયને રજૂ કરે છે. આ ફિલ્મ 1862ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. ભારતની સૌથી અગત્યની કાયદાકીય લડાઈમાંથી એક આ કેસની ગણના થાય છે. પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા આ ફિલ્મમાં જુનૈદ ખાન ભજવી રહ્યા છે. વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકામાં અહલાવત નજરે પડશે. ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી તે જ આ અગત્યનો કેશ હતો. જેને 'મહારાજ લિબેલ કેસ'- ના નામે ઓળખવામાં આવે છે.