Surendranagar News : એક સમાજના બે જૂથ વચ્ચે થઈ અથડામણ

સુરેન્દ્રનગરમાં કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ બંને જૂથના 300 જેટલા લોકોના ટોળાનો હુમલો ધોકા-લાકડીઓ લઈ એક-બીજા પર કર્યો હુમલો સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર એક જ સમાજનાં 200 થી 300 લોકોએ ધોકા અને લાકડીઓ સાથે આમને સામને આવીને ધિંગાણું સર્જુ હતુ,યુવતીને ભગાવી જવાના મુદ્દે આ સમાજના લોકો એકઠા થયા હતા અને અચાનક બબાલ થતા આસપાસના ઘરોમાં તોડફોડ પણ કરાઈ હતી સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,તો 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રેમ સંબધમાં બની ઘટના સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી હતી.આ ઘટનામાં પ્રેમ સંબધમાં યુવક યુવતીને ભગાડી ગયો હતો અને તેના સમાધાન મુદ્દે સમાજના લોકો એકઠા થયા હતા ત્યા અચાનક સ્થિતિ વણસતા ધોકા વડે એકબીજા પર હુમલો થયો હતો,પોલીસે 27 લોકોની સામે નામજોગ ગુનો નોંધ્યો હતો.અને ફરાર લોકોની શોધખોળ પણ હાથધરી હતી,તો પોલીસ પહોંચી જતા આ ધિંગાણું અટકી ગયુ અને લોકો ફરાર થઈ ગયા હતો,જો પોલીસ સમય મુજબ ના પહોંચી હોત તો વધુ નુકસાન થવાની શકયતા હતી. પહેલા પથ્થરમારો પણ કર્યો ટોળાએ સમાધાન પહેલા સામસામે પથ્થરમારો કર્યો અને પથ્થરમારો કર્યા બાદ આ ઘટના અહીયા અટકતી નથી પણ રોડ પર રહેલા વાહનોના કાચ તોડી કારને નુકસાન પણ કર્યુ હતું.સ્થાનિકોનું કહેવું છે કે અમારો કઈ વાંક હતો અમે આ વાત જાણતા નથી તેમ છતા અમારા ઘરમાં આવીને તોડફોડ કરવામાં આવી છે,ટોળુ એક પ્લાન બનાવીને આવ્યું હતું અને સાથે ધોકા અને પથ્થરો પણ લાવ્યા હતા. પોલીસની તપાસનો ધમધમાટ પોલીસે સમય પ્રમાણે પહોંચીને 27 લોકોની અટકાયત કરી હતી અને બન્ને પક્ષે સામસામે ગુનો નોંધ્યો હતો,પોલીસ સીસીટીવીના આધારે હજી પણ વધુ લોકો સામે ગુનો નોંધશે,27 લોકોની સામે ગુનો નોંધી અન્ય 10 લોકોની વધુ અટકાયત કરી છે,જે વ્યકિતઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા DYSPસહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.  

Surendranagar News : એક સમાજના બે જૂથ વચ્ચે થઈ અથડામણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગરમાં કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ
  • બંને જૂથના 300 જેટલા લોકોના ટોળાનો હુમલો
  • ધોકા-લાકડીઓ લઈ એક-બીજા પર કર્યો હુમલો

સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર એક જ સમાજનાં 200 થી 300 લોકોએ ધોકા અને લાકડીઓ સાથે આમને સામને આવીને ધિંગાણું સર્જુ હતુ,યુવતીને ભગાવી જવાના મુદ્દે આ સમાજના લોકો એકઠા થયા હતા અને અચાનક બબાલ થતા આસપાસના ઘરોમાં તોડફોડ પણ કરાઈ હતી સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,તો 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.

પ્રેમ સંબધમાં બની ઘટના

સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી હતી.આ ઘટનામાં પ્રેમ સંબધમાં યુવક યુવતીને ભગાડી ગયો હતો અને તેના સમાધાન મુદ્દે સમાજના લોકો એકઠા થયા હતા ત્યા અચાનક સ્થિતિ વણસતા ધોકા વડે એકબીજા પર હુમલો થયો હતો,પોલીસે 27 લોકોની સામે નામજોગ ગુનો નોંધ્યો હતો.અને ફરાર લોકોની શોધખોળ પણ હાથધરી હતી,તો પોલીસ પહોંચી જતા આ ધિંગાણું અટકી ગયુ અને લોકો ફરાર થઈ ગયા હતો,જો પોલીસ સમય મુજબ ના પહોંચી હોત તો વધુ નુકસાન થવાની શકયતા હતી.

પહેલા પથ્થરમારો પણ કર્યો

ટોળાએ સમાધાન પહેલા સામસામે પથ્થરમારો કર્યો અને પથ્થરમારો કર્યા બાદ આ ઘટના અહીયા અટકતી નથી પણ રોડ પર રહેલા વાહનોના કાચ તોડી કારને નુકસાન પણ કર્યુ હતું.સ્થાનિકોનું કહેવું છે કે અમારો કઈ વાંક હતો અમે આ વાત જાણતા નથી તેમ છતા અમારા ઘરમાં આવીને તોડફોડ કરવામાં આવી છે,ટોળુ એક પ્લાન બનાવીને આવ્યું હતું અને સાથે ધોકા અને પથ્થરો પણ લાવ્યા હતા.


પોલીસની તપાસનો ધમધમાટ

પોલીસે સમય પ્રમાણે પહોંચીને 27 લોકોની અટકાયત કરી હતી અને બન્ને પક્ષે સામસામે ગુનો નોંધ્યો હતો,પોલીસ સીસીટીવીના આધારે હજી પણ વધુ લોકો સામે ગુનો નોંધશે,27 લોકોની સામે ગુનો નોંધી અન્ય 10 લોકોની વધુ અટકાયત કરી છે,જે વ્યકિતઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા DYSPસહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.