Vadodara News:ચૂંટણી પહેલા ભાજપમાં વિખવાદ, જીતુ સુખડિયાના નામે મેસેજ વાયરલ

વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ ન કર્યાનો જીતુ સુખડિયાનો દાવો હું કોઈ પોલીસ ફરિયાદ કરવા માંગતો નથી કોઈએ મારા મોબાઈલનો ઉપયોગ કર્યો હોઈ શકે: સુખડિયા ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ દેખાયો છે. જેમાં જીતુ સુખડિયાના નામે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ વાયરલ થયો છે. વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ ન કર્યાનો જીતુ સુખડિયાનો દાવો છે. જેમાં જીતુ સુખડિયાએ જણાવ્યું છે કે કોઈએ મારા મોબાઈલનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. પોસ્ટ વડોદરા અને તેના નેતાઓને શું સમજે છે નો ઉલ્લેખ કરાયો છે. જાહેરમાં ટકોર કરે અને માનસિકતાની વાત કરે છે તેવું લખાણ જોવા મળ્યું છે. નિરસ વાતાવરણમાં પ્રજા ત્રાહિમામ પોંકારી ઉઠી હોવાનું લખાણ કરવામાં આવ્યું આ ઘમંડીને ભાન કરાવું પડે તેવો પોસ્ટમાં ઉલ્લેખ છે. તેમજ નિરસ વાતાવરણમાં પ્રજા ત્રાહિમામ પોંકારી ઉઠી હોવાનું લખાણ કરવામાં આવ્યું છે. જીતુ સુખડિયાએ જણાવ્યું છે કે હું કોઈ પોલીસ ફરિયાદ કરવા માંગતો નથી. કોઈપણ જાતનું સ્ટેટમેન્ટ પણ કરીશ નહીં. ત્યારે લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર ભાજપમાં સબસલામતના દાવા પોકળ સાબિત થઇ રહ્યાં છે. તેમાં પૂર્વ ધારાસભ્ય અને સંગઠનમાં માહિર એવા જીતેન્દ્ર સુખડિયાએ સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવ્યો છે. જીતેન્દ્ર સુખડિયાની બળાપો ઠાલવતી પોસ્ટે શહેર ભાજપમાં ખળભળાટ મચાવ્યો જીતેન્દ્ર સુખડિયા સંગઠન સામે મીડિયાને આપેલ નિવેદન બાદ પ્રદેશના આલા નેતાઓ દોડતા થયા હતા. પ્રદેશ નેતાઓની સમજાવટ બાદ મીડિયા સમક્ષ નિવેદન આપવાનું બંધ કર્યું હતું. હવે જીતેન્દ્ર સુખડિયાએ મીડિયા બાદ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો છે. વડોદરા પત્રકાર પરિવાર ગ્રુપમાં રોષ ઠાલવ્યો છે. જેમાં ગ્રુપમાં લખ્યું આ લોકો વડોદરા અને તેના નેતાઓને સમજે છે શું. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જાહેરમાં ટકોર કરે અને પછી કરે છે માનસિકતાની વાત. આ ઘમંડીને ભાન કરાવું જ પડે. નિરસ વાતાવરણમાં પ્રજા ત્રાહિમામ પોંકારી ઉઠી છે. જીતેન્દ્ર સુખડિયાની બળાપો ઠાલવતી પોસ્ટ શહેર ભાજપમાં ખળભળાટ મચાવ્યો છે. 

Vadodara News:ચૂંટણી પહેલા ભાજપમાં વિખવાદ, જીતુ સુખડિયાના નામે મેસેજ વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ ન કર્યાનો જીતુ સુખડિયાનો દાવો
  • હું કોઈ પોલીસ ફરિયાદ કરવા માંગતો નથી
  • કોઈએ મારા મોબાઈલનો ઉપયોગ કર્યો હોઈ શકે: સુખડિયા

ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ દેખાયો છે. જેમાં જીતુ સુખડિયાના નામે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ વાયરલ થયો છે. વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ ન કર્યાનો જીતુ સુખડિયાનો દાવો છે. જેમાં જીતુ સુખડિયાએ જણાવ્યું છે કે કોઈએ મારા મોબાઈલનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. પોસ્ટ વડોદરા અને તેના નેતાઓને શું સમજે છે નો ઉલ્લેખ કરાયો છે. જાહેરમાં ટકોર કરે અને માનસિકતાની વાત કરે છે તેવું લખાણ જોવા મળ્યું છે.

નિરસ વાતાવરણમાં પ્રજા ત્રાહિમામ પોંકારી ઉઠી હોવાનું લખાણ કરવામાં આવ્યું

આ ઘમંડીને ભાન કરાવું પડે તેવો પોસ્ટમાં ઉલ્લેખ છે. તેમજ નિરસ વાતાવરણમાં પ્રજા ત્રાહિમામ પોંકારી ઉઠી હોવાનું લખાણ કરવામાં આવ્યું છે. જીતુ સુખડિયાએ જણાવ્યું છે કે હું કોઈ પોલીસ ફરિયાદ કરવા માંગતો નથી. કોઈપણ જાતનું સ્ટેટમેન્ટ પણ કરીશ નહીં. ત્યારે લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર ભાજપમાં સબસલામતના દાવા પોકળ સાબિત થઇ રહ્યાં છે. તેમાં પૂર્વ ધારાસભ્ય અને સંગઠનમાં માહિર એવા જીતેન્દ્ર સુખડિયાએ સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવ્યો છે.

જીતેન્દ્ર સુખડિયાની બળાપો ઠાલવતી પોસ્ટે શહેર ભાજપમાં ખળભળાટ મચાવ્યો

જીતેન્દ્ર સુખડિયા સંગઠન સામે મીડિયાને આપેલ નિવેદન બાદ પ્રદેશના આલા નેતાઓ દોડતા થયા હતા. પ્રદેશ નેતાઓની સમજાવટ બાદ મીડિયા સમક્ષ નિવેદન આપવાનું બંધ કર્યું હતું. હવે જીતેન્દ્ર સુખડિયાએ મીડિયા બાદ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો છે. વડોદરા પત્રકાર પરિવાર ગ્રુપમાં રોષ ઠાલવ્યો છે. જેમાં ગ્રુપમાં લખ્યું આ લોકો વડોદરા અને તેના નેતાઓને સમજે છે શું. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જાહેરમાં ટકોર કરે અને પછી કરે છે માનસિકતાની વાત. આ ઘમંડીને ભાન કરાવું જ પડે. નિરસ વાતાવરણમાં પ્રજા ત્રાહિમામ પોંકારી ઉઠી છે. જીતેન્દ્ર સુખડિયાની બળાપો ઠાલવતી પોસ્ટ શહેર ભાજપમાં ખળભળાટ મચાવ્યો છે.