રાજકોટના ઈતિહાસમાં પહેલીવાર 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી, સાગઠિયા સાચી સંપત્તિ કેટલી?

Mansukh Sagathia Investigation: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012ની સાલથી લઈ 2024ની સાલ દરમિયાન સાગઠીયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ.10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતાં ગુનો દાખલ કર્યો હતો.સાગઠીયાની આવક કરતા સંપત્તિ વધુ જે-તે વખતે એસીબીએ તપાસ કરતાં ભૂ તપાસ સાગઠીયા અને તેના પરિવારના નામે અનેક મિલકતો મળી આવી હતી. જેમાં સોખડા અને ગોમટામાં બે પેટ્રોલપંપ, સોખડામાં ત્રણ ઈન્ડસ્ટ્રીયલ ગોડાઉન, ગોમટામાં નવી બંધાતી હોટેલ, ફાર્મ હાઉસ, ખેતીની જમીન ઉપરાંત ગોંડલના ચોરડીમાં પણ ખેતીની જમીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શાપરના ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ગેસ ગોડાઉન, પડધરીના મોવૈયામાં પ્લોટ, યુનિ. રોડ પર અનામિકા સોસાયટીમાં નવા બંધાતા બંગલો, માધાપરની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ, અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં બે ફલેટ, કાર સહિતના 6 વાહનોનો પણ સમાવેશ થાય છે.સાગઠીયાએ 8 વખત કર્યો વિદેશ પ્રવાસએસીબીની તપાસમાં સાગઠીયાએ 8 વખત વિદેશ પ્રવાસ કર્યાનું પણ બહાર આવ્યું હતું. એસીબીએ સાગઠીયાની અપ્રમાણસર મિલકતોની કિંમત રૂ.10.55 કરોડ આંકી હતી. વાસ્તવમાં આ કિંમત જંત્રી મુજબ આંકવામાં આવી હતી. જો બજાર કિંમત ગણાય તો આ તમામ મિલકતોની કિંમત અનેકગણી વધે તેમ છે. સાગઠીયાએ અત્યાર સુધીમાં કરોડોની મિલકતો એકત્રિત કરી લીધી છતાં એસીબીને તેની કોઈ ગંધ પણ ન આવી તે બાબત પણ હવે શંકા ઉપજાવે તેવી છે. આ પ્રકરણમાં ઈન્કમટેક્ષ વિભાગ ઝુકાવે તેવી સંભવના નકારાતી નથી.

રાજકોટના ઈતિહાસમાં પહેલીવાર 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી, સાગઠિયા સાચી સંપત્તિ કેટલી?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot Town Planning Officer (TPO) Mansukh Sagathia

Mansukh Sagathia Investigation: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012ની સાલથી લઈ 2024ની સાલ દરમિયાન સાગઠીયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ.10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતાં ગુનો દાખલ કર્યો હતો.

સાગઠીયાની આવક કરતા સંપત્તિ વધુ 

જે-તે વખતે એસીબીએ તપાસ કરતાં ભૂ તપાસ સાગઠીયા અને તેના પરિવારના નામે અનેક મિલકતો મળી આવી હતી. જેમાં સોખડા અને ગોમટામાં બે પેટ્રોલપંપ, સોખડામાં ત્રણ ઈન્ડસ્ટ્રીયલ ગોડાઉન, ગોમટામાં નવી બંધાતી હોટેલ, ફાર્મ હાઉસ, ખેતીની જમીન ઉપરાંત ગોંડલના ચોરડીમાં પણ ખેતીની જમીનનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત શાપરના ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ગેસ ગોડાઉન, પડધરીના મોવૈયામાં પ્લોટ, યુનિ. રોડ પર અનામિકા સોસાયટીમાં નવા બંધાતા બંગલો, માધાપરની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ, અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં બે ફલેટ, કાર સહિતના 6 વાહનોનો પણ સમાવેશ થાય છે.

સાગઠીયાએ 8 વખત કર્યો વિદેશ પ્રવાસ

એસીબીની તપાસમાં સાગઠીયાએ 8 વખત વિદેશ પ્રવાસ કર્યાનું પણ બહાર આવ્યું હતું. એસીબીએ સાગઠીયાની અપ્રમાણસર મિલકતોની કિંમત રૂ.10.55 કરોડ આંકી હતી. વાસ્તવમાં આ કિંમત જંત્રી મુજબ આંકવામાં આવી હતી. જો બજાર કિંમત ગણાય તો આ તમામ મિલકતોની કિંમત અનેકગણી વધે તેમ છે. 

સાગઠીયાએ અત્યાર સુધીમાં કરોડોની મિલકતો એકત્રિત કરી લીધી છતાં એસીબીને તેની કોઈ ગંધ પણ ન આવી તે બાબત પણ હવે શંકા ઉપજાવે તેવી છે. આ પ્રકરણમાં ઈન્કમટેક્ષ વિભાગ ઝુકાવે તેવી સંભવના નકારાતી નથી.