Saurashtraમાં ભારે વરસાદ થવાથી ભાદર-2 ડેમમાં પાણીની પુષ્કળ આવક,નીચાણવાળા ગામો એલર્ટ પર

ભાદર-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો ડેમના ઉપરવાસથી 575 ક્યુસેક પાણીની આવક દરવાજો ખોલાઇ 656 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાને લઈ ડેમ અને જળાશયોમાં પાણીની આવક થઈ છે.ભાદર 2 ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ઉપલેટા, કુતિયાણા, માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે.ભાદર 2 ડેમ સાઈટ વિસ્તાર માં ભારે વરસાદ ને લઈ ડેમ ઓવરફ્લો થયો છે.ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે. નીચાણવાળા ગામો એલર્ટ પર ભાદર 2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલતા નીચાણ વાળા વિસ્તાર ઉપલેટા કુતિયાણા માણાવદર. રાણાવાવથી પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ધોરાજીમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો તયારે ધોરાજી કુતિયાણા સહિત ઘેડ વિસ્તારમાં ખેડૂતો ને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ગુજરાતના જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ સમગ્ર રાજ્યમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે. અમદાવાદ,સુરત, જુનાગઢ, રાજકોટ,જામનગર, અમરેલી, પોરબંદર, દ્વારકા,ભાવનગર સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે વરસાદના પ્રથમ તબક્કામાં જ રાજ્યના 11 જળાશય 50 થી 70 ટકા સુધી ભરાઈ ગયા છે. 206 જળાશયમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં 10,822 ક્યૂસેક પાણીની આવક થઈ છે. 206 જળાશયમાં પાણીની જોરદાર આવક રાજ્યમાં વરસાદના પ્રથમ તબક્કામાં જ મેઘરાજાની જબરદસ્ત મહેર જોવા મળી છે. ધોધમાર વરસાદના કારણે રાજ્યના 206 જળાશયમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 11 જળાશયમાં તો 50 થી 70 ટકા સુધી પાણી ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધી 10,822 ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે ઉકાઇ ડેમમાં 6293 ક્યૂસેક, ઉબેણમાં 5916 ક્યૂસેક, મોજમાં 3952 ક્યૂસેક, બાટવા-ખારોમાં 3859 ક્યૂસેક પાણી ભરાયાં છે. માહિતી મુજબ, ઉત્તર ગુજરાતનાં 15 જળાશયમાં 25.21 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયમાં 42 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયમાં 32 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 15 ટકાથી અને કચ્છનાં 20 જળાશયમાં 21 ટકા પાણી સંગ્રહ થયો છે.

Saurashtraમાં ભારે વરસાદ થવાથી ભાદર-2 ડેમમાં પાણીની પુષ્કળ આવક,નીચાણવાળા ગામો એલર્ટ પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાદર-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો
  • ડેમના ઉપરવાસથી 575 ક્યુસેક પાણીની આવક
  • દરવાજો ખોલાઇ 656 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાને લઈ ડેમ અને જળાશયોમાં પાણીની આવક થઈ છે.ભાદર 2 ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ઉપલેટા, કુતિયાણા, માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે.ભાદર 2 ડેમ સાઈટ વિસ્તાર માં ભારે વરસાદ ને લઈ ડેમ ઓવરફ્લો થયો છે.ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે.

નીચાણવાળા ગામો એલર્ટ પર

ભાદર 2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલતા નીચાણ વાળા વિસ્તાર ઉપલેટા કુતિયાણા માણાવદર. રાણાવાવથી પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ધોરાજીમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો તયારે ધોરાજી કુતિયાણા સહિત ઘેડ વિસ્તારમાં ખેડૂતો ને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થયો છે.


ગુજરાતના જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

સમગ્ર રાજ્યમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે. અમદાવાદ,સુરત, જુનાગઢ, રાજકોટ,જામનગર, અમરેલી, પોરબંદર, દ્વારકા,ભાવનગર સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે વરસાદના પ્રથમ તબક્કામાં જ રાજ્યના 11 જળાશય 50 થી 70 ટકા સુધી ભરાઈ ગયા છે. 206 જળાશયમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં 10,822 ક્યૂસેક પાણીની આવક થઈ છે.


206 જળાશયમાં પાણીની જોરદાર આવક

રાજ્યમાં વરસાદના પ્રથમ તબક્કામાં જ મેઘરાજાની જબરદસ્ત મહેર જોવા મળી છે. ધોધમાર વરસાદના કારણે રાજ્યના 206 જળાશયમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 11 જળાશયમાં તો 50 થી 70 ટકા સુધી પાણી ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધી 10,822 ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે ઉકાઇ ડેમમાં 6293 ક્યૂસેક, ઉબેણમાં 5916 ક્યૂસેક, મોજમાં 3952 ક્યૂસેક, બાટવા-ખારોમાં 3859 ક્યૂસેક પાણી ભરાયાં છે. માહિતી મુજબ, ઉત્તર ગુજરાતનાં 15 જળાશયમાં 25.21 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયમાં 42 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયમાં 32 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 15 ટકાથી અને કચ્છનાં 20 જળાશયમાં 21 ટકા પાણી સંગ્રહ થયો છે.