Ahmedabad શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટના બની

રીક્ષા ચાલક અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ પોલીસે રિક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી રીક્ષા ચાલકે કોઈ નશો કર્યો હતો કે કેમ તે માટે મેડિકલ તપાસ કરાઇ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટના બની છે. રીક્ષા ચાલકે સામાન્ય બોલાચાલી ચાલીમાં જ છરી મારી યુવકની હત્યા નીપજાવી છે. હત્યાના ગુના બાબતે પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રીક્ષા ચાલક અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ શહેરના નરોડા પાટિયા પાસે રીક્ષા ચાલક અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીમાં મનોજ ગીધવાણી નામના યુવક પર છરી વડે હુમલો કરતા તેનું મૃત્યુ નીપ્યું છે. મનોજ પોતાની દીકરીની દવા લેવા માટે નરોડા પાટિયા પાસે ગયો હતો. જ્યાં રીક્ષા ચાલક સાથે કોઈ કારણોસર બોલા ચાલી થતા બંને વચ્ચે મારામારી થઈ હતી. જે હુમલામાં રીક્ષા ચાલક ભાવેશ ભાવસારે મૃતકને છરીના ઘા મારતા સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા મનોજનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે નરોડા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રિક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી કાર્યવાહી કરી અત્યારના ગુનામાં પોલીસે રિક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. સાથે જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે બંને વચ્ચે કયા કારણોસર બોલાચાલી થઈ હતી. અને જ્યારે બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે રીક્ષા ચાલક ભાવેશે કોઈ નશો કર્યો હતો કે કેમ તે માટે તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઘરેથી દવા લેવા નીકળેલા મનોજને રીક્ષા ચાલક સાથે કયા કારણોસર માથાકૂટ થઈ તે જાણવા પોલીસે અન્ય રિક્ષાચાલકોની પણ પૂછપરછ શરૂ કરી છે.સામાન્ય બોલાચાલી બાદ થયેલા હત્યાને લઈને પોલીસ તપાસમાં એક વાત તો સામે આવી છે કે જે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તે છરી રીક્ષા ચાલક પોતાની પાસે જ રાખતો હતો. એટલે કે શહેરમાં ખુલેઆમ રીક્ષા ચાલકો પણ હથિયારો લઈને ફરી રહ્યા છે અને તેને કેવી રીતે રોકવા તેમજ તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. ત્યારે શહેર પોલીસ આવા બનાવોને અટકાવવા કયા પ્રકારે પગલાં લે છે તે જોવું મહત્વનું છે.

Ahmedabad શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટના બની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રીક્ષા ચાલક અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ
  • પોલીસે રિક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી
  • રીક્ષા ચાલકે કોઈ નશો કર્યો હતો કે કેમ તે માટે મેડિકલ તપાસ કરાઇ

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટના બની છે. રીક્ષા ચાલકે સામાન્ય બોલાચાલી ચાલીમાં જ છરી મારી યુવકની હત્યા નીપજાવી છે. હત્યાના ગુના બાબતે પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રીક્ષા ચાલક અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ

શહેરના નરોડા પાટિયા પાસે રીક્ષા ચાલક અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીમાં મનોજ ગીધવાણી નામના યુવક પર છરી વડે હુમલો કરતા તેનું મૃત્યુ નીપ્યું છે. મનોજ પોતાની દીકરીની દવા લેવા માટે નરોડા પાટિયા પાસે ગયો હતો. જ્યાં રીક્ષા ચાલક સાથે કોઈ કારણોસર બોલા ચાલી થતા બંને વચ્ચે મારામારી થઈ હતી. જે હુમલામાં રીક્ષા ચાલક ભાવેશ ભાવસારે મૃતકને છરીના ઘા મારતા સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા મનોજનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે નરોડા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે રિક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી કાર્યવાહી કરી

અત્યારના ગુનામાં પોલીસે રિક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. સાથે જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે બંને વચ્ચે કયા કારણોસર બોલાચાલી થઈ હતી. અને જ્યારે બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે રીક્ષા ચાલક ભાવેશે કોઈ નશો કર્યો હતો કે કેમ તે માટે તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઘરેથી દવા લેવા નીકળેલા મનોજને રીક્ષા ચાલક સાથે કયા કારણોસર માથાકૂટ થઈ તે જાણવા પોલીસે અન્ય રિક્ષાચાલકોની પણ પૂછપરછ શરૂ કરી છે.સામાન્ય બોલાચાલી બાદ થયેલા હત્યાને લઈને પોલીસ તપાસમાં એક વાત તો સામે આવી છે કે જે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તે છરી રીક્ષા ચાલક પોતાની પાસે જ રાખતો હતો. એટલે કે શહેરમાં ખુલેઆમ રીક્ષા ચાલકો પણ હથિયારો લઈને ફરી રહ્યા છે અને તેને કેવી રીતે રોકવા તેમજ તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. ત્યારે શહેર પોલીસ આવા બનાવોને અટકાવવા કયા પ્રકારે પગલાં લે છે તે જોવું મહત્વનું છે.