Dabhoi: સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,25000નો દંડ

2020માં સગીરાને લગ્નની લાલચ આપી આચર્યુ હતુ દુષ્કર્મઆરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને રૂપિયા 25000નો દંડ ફટકાર્યો દલીલો-પુરાવાને ધ્યાનમાં રાખી સજા ફટકારી વડોદરાના ડભોઈમાં વર્ષ 2020માં નોંધાયેલા પોકસો અને બળાત્કારના ગુન્હામાં આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. એડિશનલ અને ડિસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.જી.વાઘેલા દ્વારા આ મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ જઈને બળાત્કાર ગુજારનારાને 20 વર્ષની સજા ફટકારી છે. સરકારી વકીલની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટે સજા ફટકારી સમાજમાં દુષ્કર્મ જેવો ગંભીર ગુન્હો કરનાર માટે એક દાખલા રૂપ ચૂકાદો કોર્ટે આપ્યો છે. કોર્ટે સરકારી વકીલ એચ.બી.ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને સજા ફટકારી છે. આ સાથે જ આરોપી ઘનશ્યામભાઈ કિરીટભાઈ રાઠવાને કોર્ટે રૂપિયા 25000 દંડ પણ ફટકાર્યો છે. આરોપીની મદદ કરનારા અન્ય 3 આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા માટે હુકમ કર્યો હતો.

Dabhoi: સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,25000નો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2020માં સગીરાને લગ્નની લાલચ આપી આચર્યુ હતુ દુષ્કર્મ
  • આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને રૂપિયા 25000નો દંડ ફટકાર્યો
  • દલીલો-પુરાવાને ધ્યાનમાં રાખી સજા ફટકારી

વડોદરાના ડભોઈમાં વર્ષ 2020માં નોંધાયેલા પોકસો અને બળાત્કારના ગુન્હામાં આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. એડિશનલ અને ડિસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.જી.વાઘેલા દ્વારા આ મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ જઈને બળાત્કાર ગુજારનારાને 20 વર્ષની સજા ફટકારી છે.

સરકારી વકીલની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટે સજા ફટકારી

સમાજમાં દુષ્કર્મ જેવો ગંભીર ગુન્હો કરનાર માટે એક દાખલા રૂપ ચૂકાદો કોર્ટે આપ્યો છે. કોર્ટે સરકારી વકીલ એચ.બી.ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને સજા ફટકારી છે. આ સાથે જ આરોપી ઘનશ્યામભાઈ કિરીટભાઈ રાઠવાને કોર્ટે રૂપિયા 25000 દંડ પણ ફટકાર્યો છે. આરોપીની મદદ કરનારા અન્ય 3 આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા માટે હુકમ કર્યો હતો.