Rajkot TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મોટાગજાના બિલ્ડરો પર કાર્યવાહી થશે

સસ્પેન્ડેડ TPO સામે ACBની તપાસ શરૂ થઇ સાગઠીયાએ મંજૂર કરેલા પ્રોજે્ક્ટની વિગતો મંગાવાઇ મલાઇદાર પ્રોજેક્ટ પૈસા લઇ પાસ કરાતા હોવાની આશંકા રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ TPO સામે ACBની તપાસ શરૂ થઇ છે. જેમાં સાગઠીયાએ મંજૂર કરેલા પ્રોજે્ક્ટની વિગતો મંગાવાઇ છે. તેમાં મોટાગજાના બિલ્ડરો સામે કાર્યવાહી થઇ શકે છે. તેમજ મલાઇદાર પ્રોજેક્ટ પૈસા લઇ પાસ કરાતા હોવાની આશંકા સેવાઇ રહી છે. તથા નિયમ વિરુદ્ધ પાસ થયેલા પ્રોજેક્ટ અંગે તપાસ કરાશે. ABC બિલ્ડરોની પૂછપરછ કરી શકે છે ABC બિલ્ડરોની પૂછપરછ કરી શકે છે. રાજકોટ TRP ગેમ્સઝોન અગ્નિકાંડ મામલે સસ્પેન્ડ સાગઠીયાએ મંજૂર કરેલા છેલ્લા 12 વર્ષના પ્રોજેક્ટની વિગતો એસીબીએ મંગાવી છે. તેમાં આરએમસીની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા પાંચ વર્ષના રેકોર્ડ ઉપલબ્ધ કરાવવા પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં મોટા ગજાના બિલ્ડરોના મલાઈદાર પ્રોજેક્ટ સાગઠીયા ગોલમાલ કરી પાસ કરતો હોવાની ACBને આશંકા છે. તેમજ નિયમ વિરુદ્ધ પાસ થયેલા પ્રોજેક્ટ અંગે બિલ્ડરોની પૂછપરછ કરી એસીબી શકે છે. TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠીયાને હવે જેલ હવાલે રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠીયાને હવે જેલ હવાલે કરાયો છે. જેલમાં સાગઠીયા ટીપીઓ નહીં પરંતુ કેદી નંબર 2096 તરીકે ઓળખાઇ રહ્યો છે. સાગઠીયા પાસેથી પૈસા પડાવવા મામલે જેલની અંદરના કેદી અંગે પણ તપાસ કરાશે. જેલની અંદર સાગઠીયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની ચકાસણી કરાશે. ગયા મહિને જ રાજકોટ અગ્નિકાંડમાં RMCના 4 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ કરોડોની બેનામી સંપત્તિના માલિક મનસુખ સાગઠિયાને પણ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો હતો. સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની વધુની અપ્રમાણસર મિલકત મળી અગાઉ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. એન્ટીકરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને સાગઠીયા સાથે સંકળાયેલ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.

Rajkot TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મોટાગજાના બિલ્ડરો પર કાર્યવાહી થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સસ્પેન્ડેડ TPO સામે ACBની તપાસ શરૂ થઇ
  • સાગઠીયાએ મંજૂર કરેલા પ્રોજે્ક્ટની વિગતો મંગાવાઇ
  • મલાઇદાર પ્રોજેક્ટ પૈસા લઇ પાસ કરાતા હોવાની આશંકા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ TPO સામે ACBની તપાસ શરૂ થઇ છે. જેમાં સાગઠીયાએ મંજૂર કરેલા પ્રોજે્ક્ટની વિગતો મંગાવાઇ છે. તેમાં મોટાગજાના બિલ્ડરો સામે કાર્યવાહી થઇ શકે છે. તેમજ મલાઇદાર પ્રોજેક્ટ પૈસા લઇ પાસ કરાતા હોવાની આશંકા સેવાઇ રહી છે. તથા નિયમ વિરુદ્ધ પાસ થયેલા પ્રોજેક્ટ અંગે તપાસ કરાશે.

ABC બિલ્ડરોની પૂછપરછ કરી શકે છે

ABC બિલ્ડરોની પૂછપરછ કરી શકે છે. રાજકોટ TRP ગેમ્સઝોન અગ્નિકાંડ મામલે સસ્પેન્ડ સાગઠીયાએ મંજૂર કરેલા છેલ્લા 12 વર્ષના પ્રોજેક્ટની વિગતો એસીબીએ મંગાવી છે. તેમાં આરએમસીની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા પાંચ વર્ષના રેકોર્ડ ઉપલબ્ધ કરાવવા પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં મોટા ગજાના બિલ્ડરોના મલાઈદાર પ્રોજેક્ટ સાગઠીયા ગોલમાલ કરી પાસ કરતો હોવાની ACBને આશંકા છે. તેમજ નિયમ વિરુદ્ધ પાસ થયેલા પ્રોજેક્ટ અંગે બિલ્ડરોની પૂછપરછ કરી એસીબી શકે છે.

TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠીયાને હવે જેલ હવાલે

રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠીયાને હવે જેલ હવાલે કરાયો છે. જેલમાં સાગઠીયા ટીપીઓ નહીં પરંતુ કેદી નંબર 2096 તરીકે ઓળખાઇ રહ્યો છે. સાગઠીયા પાસેથી પૈસા પડાવવા મામલે જેલની અંદરના કેદી અંગે પણ તપાસ કરાશે. જેલની અંદર સાગઠીયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની ચકાસણી કરાશે. ગયા મહિને જ રાજકોટ અગ્નિકાંડમાં RMCના 4 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ કરોડોની બેનામી સંપત્તિના માલિક મનસુખ સાગઠિયાને પણ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની વધુની અપ્રમાણસર મિલકત મળી

અગાઉ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. એન્ટીકરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને સાગઠીયા સાથે સંકળાયેલ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.