Mehsana: રામપુરા પાટિયા નજીક સાબરમતી CNG ગેસ ભરેલું આઈશરમાં લીકેજ થતાં અફરાતફરી
ખેરાલુ સિદ્ધપુર હાઈવે પર રામપુરા નજીક આવેલા વહાણવટી પેટ્રોલિયમ નજીક હાઈવે પર પ્રસાર થઈ રહેલી સાબરમતી CNG ગેસ ભરેલું આઈસરમાં લીકેજ થતાં અફ્ડાતફ્ડી મચી ગઇ હતી અને સમય સુચકતા વાપરી ડ્રાઈવરે ગાડી રોડની સાઈડમાં પાર્ક કરી દીધી હતી.પોતાની ઓફ્સિમાં જાણ કરી હતી જેથી તાત્કાલિક ટેકનિશિયન દોડી આવ્યો હતો. રિપેરીંગ કામ ગીરી હાથ ધરી હતી, ત્યારે સામેથી પેટ્રોલ પંપ ખાતેથી દોડી આવેલાં કર્મચારીઓ અગ્નિશામક લઈને આવી પહોંચ્યા હતા પણ ગેસ લીકેજ થતાં ફુવારા ઉડયા હતા. તે જ સમયે CNG ગેસ ખાલી થઈ ગયો હતો અને આ ઘટનાને લઈને આગના લાગતા મોટી દુર્ધટના બનતા ટળી હતી અને ટેકનિશિયન રીપેરીંગ કામ પુર્ણ કરી ત્યાં સુધી સંપૂર્ણ ગેસ ખાલી થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ડ્રાઈવરે જણાવ્યું હતું કે, સિધ્ધપુર નજીક આવેલા સેદ્વાણા CNG સબ સ્ટેશનથી CNG ગેસ ભરેલું આઈસર ખેરાલુ શિતલ પેટ્રોલિયમ ખાતે આવવા નિકળ્યું હતું, ત્યારે રામપુરા પાટીયા નજીક આવતા ડ્રાઈવરને જાણ થઈ હોવાનું જણાવ્યું હતું. સદનસીબે કોઇ જાનહાની થઈ નહોતી એટલે આસપાસથી પ્રસાર થતાં વાહન ચાલકો અને લોકોએ રાહત અનુભવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેરાલુ સિદ્ધપુર હાઈવે પર રામપુરા નજીક આવેલા વહાણવટી પેટ્રોલિયમ નજીક હાઈવે પર પ્રસાર થઈ રહેલી સાબરમતી CNG ગેસ ભરેલું આઈસરમાં લીકેજ થતાં અફ્ડાતફ્ડી મચી ગઇ હતી અને સમય સુચકતા વાપરી ડ્રાઈવરે ગાડી રોડની સાઈડમાં પાર્ક કરી દીધી હતી.
પોતાની ઓફ્સિમાં જાણ કરી હતી જેથી તાત્કાલિક ટેકનિશિયન દોડી આવ્યો હતો. રિપેરીંગ કામ ગીરી હાથ ધરી હતી, ત્યારે સામેથી પેટ્રોલ પંપ ખાતેથી દોડી આવેલાં કર્મચારીઓ અગ્નિશામક લઈને આવી પહોંચ્યા હતા પણ ગેસ લીકેજ થતાં ફુવારા ઉડયા હતા. તે જ સમયે CNG ગેસ ખાલી થઈ ગયો હતો અને આ ઘટનાને લઈને આગના લાગતા મોટી દુર્ધટના બનતા ટળી હતી અને ટેકનિશિયન રીપેરીંગ કામ પુર્ણ કરી ત્યાં સુધી સંપૂર્ણ ગેસ ખાલી થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યારે ડ્રાઈવરે જણાવ્યું હતું કે, સિધ્ધપુર નજીક આવેલા સેદ્વાણા CNG સબ સ્ટેશનથી CNG ગેસ ભરેલું આઈસર ખેરાલુ શિતલ પેટ્રોલિયમ ખાતે આવવા નિકળ્યું હતું, ત્યારે રામપુરા પાટીયા નજીક આવતા ડ્રાઈવરને જાણ થઈ હોવાનું જણાવ્યું હતું. સદનસીબે કોઇ જાનહાની થઈ નહોતી એટલે આસપાસથી પ્રસાર થતાં વાહન ચાલકો અને લોકોએ રાહત અનુભવી હતી.