Ahmedabad: HMPV પોઝિટિવની AMCને જાણ ન કરતા ઓરેન્જ હોસ્પિટલને ફટકારી નોટિસ

ગુજરાતમાં HMPV વાઇરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે, જોકે બાળકની તબિયત સ્થિર છે.. કોઈ ગભરાવા જેવું નથી, સામાન્ય શરદી, ઉધરસ અને તાવ હોય એવાં લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. તેવામાં અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલને AMCએ નોટિસ ફટકારી છે.અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં સામે આવેલા 2 મહિનાના બાળકના HMPVના કેસ અંગે મોડી જાણ કરતા AMCએ હોસ્પિટલના સંચાલકોને નોટિસ આપી ખુલાસો કરવા જણાવ્યું છે. 24 ડિસેમ્બરના રોજ બાળક દાખલ થયું હતું અને 26 ડિસેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મળતી માહિતી મુજબ,  HMPV પોઝિટિવની જાણ ન કરતા AMCએ અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. HMPV વાઇરસનો પ્રથમ કેસ આવતા હોસ્પિટલે 10 દિવસ સુધી AMCને જાણ નહોતી કરી જને લઇ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 2 દિવસમાં હોસ્પિટલ દ્વારા જવાબ રજૂ કરવા AMCએ સૂચનાઓ આપી છે. સરકારના હેલ્થ વિભાગની સૂચના મુજબ કાર્યવાહી થશે.HMPV વાઇરસને લઈ ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. રાજ્યમાં વિદેશથી આવનારા માટે હ્યુમન મેટાન્યૂમોવાઇરસની એડવાઇઝરી જાહેર કરાશે.. આ ઉપરાંત RTPCR ટેસ્ટની કિટ ખરીદવા હોસ્પિટલોને સૂચના પણ આપી દીધી છે. આ ઉપરાંત અમદાવાદ સિવિલમાં HMPV વાઇરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે. બાળરોગ વિભાગને આ અંગે તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે. આ વાઇરસથી ઇન્ફેક્શન થાય તો તેમાં દર્દીને શરદી, ખાંસી, તાવ સહિતનાં લક્ષણો જોવા મળશે. જે અગાઉમાં પણ જોવા મળતા હતા.એક વખત વાઇરસ ડિટેક્ટ થાય પછી તેના માટે કોઈ વેક્સિન કે દવા નથી. પરંતુ જે લક્ષણો હોય શરદી ખાંસી તેની દવા આપવાની હોય છે. 

Ahmedabad: HMPV પોઝિટિવની AMCને જાણ ન કરતા ઓરેન્જ હોસ્પિટલને ફટકારી નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં HMPV વાઇરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે, જોકે બાળકની તબિયત સ્થિર છે.. કોઈ ગભરાવા જેવું નથી, સામાન્ય શરદી, ઉધરસ અને તાવ હોય એવાં લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. તેવામાં અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલને AMCએ નોટિસ ફટકારી છે.

અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં સામે આવેલા 2 મહિનાના બાળકના HMPVના કેસ અંગે મોડી જાણ કરતા AMCએ હોસ્પિટલના સંચાલકોને નોટિસ આપી ખુલાસો કરવા જણાવ્યું છે. 24 ડિસેમ્બરના રોજ બાળક દાખલ થયું હતું અને 26 ડિસેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મળતી માહિતી મુજબ,  HMPV પોઝિટિવની જાણ ન કરતા AMCએ અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. HMPV વાઇરસનો પ્રથમ કેસ આવતા હોસ્પિટલે 10 દિવસ સુધી AMCને જાણ નહોતી કરી જને લઇ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 2 દિવસમાં હોસ્પિટલ દ્વારા જવાબ રજૂ કરવા AMCએ સૂચનાઓ આપી છે. સરકારના હેલ્થ વિભાગની સૂચના મુજબ કાર્યવાહી થશે.

HMPV વાઇરસને લઈ ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. રાજ્યમાં વિદેશથી આવનારા માટે હ્યુમન મેટાન્યૂમોવાઇરસની એડવાઇઝરી જાહેર કરાશે.. આ ઉપરાંત RTPCR ટેસ્ટની કિટ ખરીદવા હોસ્પિટલોને સૂચના પણ આપી દીધી છે. આ ઉપરાંત અમદાવાદ સિવિલમાં HMPV વાઇરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે. બાળરોગ વિભાગને આ અંગે તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે. આ વાઇરસથી ઇન્ફેક્શન થાય તો તેમાં દર્દીને શરદી, ખાંસી, તાવ સહિતનાં લક્ષણો જોવા મળશે. જે અગાઉમાં પણ જોવા મળતા હતા.એક વખત વાઇરસ ડિટેક્ટ થાય પછી તેના માટે કોઈ વેક્સિન કે દવા નથી. પરંતુ જે લક્ષણો હોય શરદી ખાંસી તેની દવા આપવાની હોય છે.