રૂપાલા ગાંધીનગર પહોંચતા સંઘવી અને રત્નાકર સાથે બંધ બારણે બેઠક યોજાઈ

રૂપાલા દિલ્હીથી પરત ફરતા હર્ષ સંઘવીએ કરી મુલાકાત સંગઠન મહામંત્રી રત્નાકરે પણ રૂપાલા સાથે કરી મુલાકાતમારો પ્રચાર ચાલુ જ છે બંધ કર્યો જ નથીઃ રૂપાલાપરશોત્તમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા છે. જેના બાદ હવે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરશોત્તમ રૂપાલાને મળવા માટે પહોંચ્યા છે. જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે પણ રૂપાલા સાથે બંધ બારણે બેઠક કરી છે. આ બેઠક બાદ રૂપાલા ફરી રાજકોટ જવા રવાના થયા છે. આ વચ્ચે રૂપાલા તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે મારો પ્રચાર ચાલુ જ છે બંધ કર્યો જ નથી. જેના સાથે જ ગાંધીનગર પહોંચતા ફરી એકવાર રૂપાલા મામલે ભાજપના નેતાઓની મિટિંગનો દોર શરૂ થઈ ગયો છે. જેમાં વરિષ્ઠ નેતાઓની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રૂપાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે પણ ચર્ચા થઈ છે. અડધો કલાક કરતા વધુ સમય સુધી બંધ બારણે મિટિંગ ચાલી હતી.વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો  બીજી તરફ રાજ્યમાં આજે પણ ઠેર-ઠેર રાજપૂત સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે રાજપૂત સમાજ અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી. જેના અંગેનો રિપોર્ટ પણ ભાજપના કમલમ કાર્યાલય પર રત્નાકરને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આ તરફ દિલ્હીથી આવ્યા બાદ રૂપાલાએ જણાવ્યું કે, દિલ્હી કેબિનેટની મિટિંગમાં ભાગ લેવા માટે ગયો હતો. હાલમાં વિવાદમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અત્યારે આ વિવાદમાં આગ હોમવાનું કામ મારો આશય નથી. પહેલાં પણ મારા વિચારો મીડિયા સમક્ષ વ્યક્ત કરી દીધા છે. તેમ જણાવ્યું હતું. 

રૂપાલા ગાંધીનગર પહોંચતા સંઘવી અને રત્નાકર સાથે બંધ બારણે બેઠક યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂપાલા દિલ્હીથી પરત ફરતા હર્ષ સંઘવીએ કરી મુલાકાત
  • સંગઠન મહામંત્રી રત્નાકરે પણ રૂપાલા સાથે કરી મુલાકાત
  • મારો પ્રચાર ચાલુ જ છે બંધ કર્યો જ નથીઃ રૂપાલા

પરશોત્તમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા છે. જેના બાદ હવે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરશોત્તમ રૂપાલાને મળવા માટે પહોંચ્યા છે. જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે પણ રૂપાલા સાથે બંધ બારણે બેઠક કરી છે. આ બેઠક બાદ રૂપાલા ફરી રાજકોટ જવા રવાના થયા છે. 

આ વચ્ચે રૂપાલા તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે મારો પ્રચાર ચાલુ જ છે બંધ કર્યો જ નથી. જેના સાથે જ ગાંધીનગર પહોંચતા ફરી એકવાર રૂપાલા મામલે ભાજપના નેતાઓની મિટિંગનો દોર શરૂ થઈ ગયો છે. જેમાં વરિષ્ઠ નેતાઓની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રૂપાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે પણ ચર્ચા થઈ છે. અડધો કલાક કરતા વધુ સમય સુધી બંધ બારણે મિટિંગ ચાલી હતી.


વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો 

બીજી તરફ રાજ્યમાં આજે પણ ઠેર-ઠેર રાજપૂત સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે રાજપૂત સમાજ અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી. જેના અંગેનો રિપોર્ટ પણ ભાજપના કમલમ કાર્યાલય પર રત્નાકરને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.

આ તરફ દિલ્હીથી આવ્યા બાદ રૂપાલાએ જણાવ્યું કે, દિલ્હી કેબિનેટની મિટિંગમાં ભાગ લેવા માટે ગયો હતો. હાલમાં વિવાદમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અત્યારે આ વિવાદમાં આગ હોમવાનું કામ મારો આશય નથી. પહેલાં પણ મારા વિચારો મીડિયા સમક્ષ વ્યક્ત કરી દીધા છે. તેમ જણાવ્યું હતું.