ગણેશગઢ ગામ નજીક વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે 4 શખ્સ ગિરફ્તાર

- લોખંડના દાણાની આડમાં ભાવનગરમાં વિદેશી દારૂ ઘુસાડાય તે પૂર્વે જ ઝડપાયો- પોલીસ પર નજર રાખવા બે શખ્સ એક્સેસ ગાડી લઈ ટ્રકનું પાઈલોટિંગ કરી રહ્યા હતા, રૂા. 13.28 લાખનો મુદ્દામાલ જપ્તભાવનગર : લોખંડના દાણાની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભાવનગરમાં ઘૂસાડી રહેલા ચાર શખ્સને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગણેશગઢ ગામ નજીક એપેક્સ હોટલ પાસેથી ઝડપી લઈ ટ્રક, એક્સેસ ગાડી, મોબાઈલ ફોન, દારૂનો જથ્થો મળી રૂા.૧૩.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર-અમદાવાદ હાઈવે, નીરામ ચોકડી પાસેથી લોખંડના દાણા (ગીટી) ભરેલા ટ્રક નં.જી.જે.૦૪.એડબલ્યુ.૭૪૧૪માં વિદેશી દારૂનો જથ્થો ભરી  ભાવનગર લવાઈ રહ્યો છે અને બે શખ્સ દારૂ ભરેલા ટ્રકનું પાઈલોટીંગ કરી રહ્યાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાચની ટીમે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગણેશગઢ ગામ નજીકની એપેક્સ હોટલ પાસે ગઈકાલે રવિવારે મોડી રાત્રિના સમયે વોચ ગોઠવતા અહીંથી પસાર થઈ રહેલ ટ્રક નં.જીજે.૦૪.એડબ્લ્યુ.૭૪૧૪ તેમજ ટ્રકની આગળ-પાછળ પાયલોટીંગ કરી રહેલ એક્સેસ નં.જીજે.૦૪.ઈજી.૪૧૦૦ને રોકી ટ્રકની અંદર તપાસ કરતા લોખંડના દાણા ભરેલા પ્લાસ્ટિકના ૧૭ કોથળામાંથી વિલાયતી દારૂની અલગ-અલગ કંપનીની ૩૪૮ બોટલ મળી આવતા એલસીબીએ દારૂનો જથ્થો, ટ્રક, એક્સેસ, ત્રણ મોબાઈલ ફોન, આરસીબુક, માલની બીલટી, ટ્રકના કાગળો કળી કુલ રૂા.૧૩,૨૮,૦૨૦ના મુદ્દામાલ સાથે ટ્રકમાં સવાર અલ્તાફ રજાકભાઈ ખોખર (રહે, અમીપરા, શેલારશા ચોક, માળીવાળો ખાંચો, ભાવનગર), મજીદ સલીમભાઈ શેખ (રહે, સીપાઈ જમાતખાના પાસે, દરબારી કોઠાર, બાપેસરા કૂવા વિસ્તાર, ભાવનગર) તેમજ એક્સેસમાં સવાર દીપક ઉર્ફે દીપો રમેશભાઈ વાઘેલા અને વિશાલ ઉર્ફે બાઠિયો રમેશભાઈ ચૌહાણ (રહે, બન્ને શેરી નં.૧, રામાપીરના મંદિર પાસે, મફતનગર, મોતીતળાવ) નામના શખ્સોને ઝડપી લઈ ચારેય સામે વેળાવદર ભાલ પોલીસમાં પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (એ), ૬૫ (ઈ), ૧૧૬-બી, ૮૧, ૮૩, ૯૮ (ર) મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ એલસીબી પીએસઆઈ આર.એ.વાઢેરે હાથ ધરી છે.

ગણેશગઢ ગામ નજીક વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે 4 શખ્સ ગિરફ્તાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- લોખંડના દાણાની આડમાં ભાવનગરમાં વિદેશી દારૂ ઘુસાડાય તે પૂર્વે જ ઝડપાયો

- પોલીસ પર નજર રાખવા બે શખ્સ એક્સેસ ગાડી લઈ ટ્રકનું પાઈલોટિંગ કરી રહ્યા હતા, રૂા. 13.28 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર : લોખંડના દાણાની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભાવનગરમાં ઘૂસાડી રહેલા ચાર શખ્સને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગણેશગઢ ગામ નજીક એપેક્સ હોટલ પાસેથી ઝડપી લઈ ટ્રક, એક્સેસ ગાડી, મોબાઈલ ફોન, દારૂનો જથ્થો મળી રૂા.૧૩.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર-અમદાવાદ હાઈવે, નીરામ ચોકડી પાસેથી લોખંડના દાણા (ગીટી) ભરેલા ટ્રક નં.જી.જે.૦૪.એડબલ્યુ.૭૪૧૪માં વિદેશી દારૂનો જથ્થો ભરી  ભાવનગર લવાઈ રહ્યો છે અને બે શખ્સ દારૂ ભરેલા ટ્રકનું પાઈલોટીંગ કરી રહ્યાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાચની ટીમે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગણેશગઢ ગામ નજીકની એપેક્સ હોટલ પાસે ગઈકાલે રવિવારે મોડી રાત્રિના સમયે વોચ ગોઠવતા અહીંથી પસાર થઈ રહેલ ટ્રક નં.જીજે.૦૪.એડબ્લ્યુ.૭૪૧૪ તેમજ ટ્રકની આગળ-પાછળ પાયલોટીંગ કરી રહેલ એક્સેસ નં.જીજે.૦૪.ઈજી.૪૧૦૦ને રોકી ટ્રકની અંદર તપાસ કરતા લોખંડના દાણા ભરેલા પ્લાસ્ટિકના ૧૭ કોથળામાંથી વિલાયતી દારૂની અલગ-અલગ કંપનીની ૩૪૮ બોટલ મળી આવતા એલસીબીએ દારૂનો જથ્થો, ટ્રક, એક્સેસ, ત્રણ મોબાઈલ ફોન, આરસીબુક, માલની બીલટી, ટ્રકના કાગળો કળી કુલ રૂા.૧૩,૨૮,૦૨૦ના મુદ્દામાલ સાથે ટ્રકમાં સવાર અલ્તાફ રજાકભાઈ ખોખર (રહે, અમીપરા, શેલારશા ચોક, માળીવાળો ખાંચો, ભાવનગર), મજીદ સલીમભાઈ શેખ (રહે, સીપાઈ જમાતખાના પાસે, દરબારી કોઠાર, બાપેસરા કૂવા વિસ્તાર, ભાવનગર) તેમજ એક્સેસમાં સવાર દીપક ઉર્ફે દીપો રમેશભાઈ વાઘેલા અને વિશાલ ઉર્ફે બાઠિયો રમેશભાઈ ચૌહાણ (રહે, બન્ને શેરી નં.૧, રામાપીરના મંદિર પાસે, મફતનગર, મોતીતળાવ) નામના શખ્સોને ઝડપી લઈ ચારેય સામે વેળાવદર ભાલ પોલીસમાં પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (એ), ૬૫ (ઈ), ૧૧૬-બી, ૮૧, ૮૩, ૯૮ (ર) મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ એલસીબી પીએસઆઈ આર.એ.વાઢેરે હાથ ધરી છે.