Ahmedabad News: AMCએ સીલ કરેલી સ્કૂલોને નહીં મળે વચગાળાની રાહત

અમદાવાદની 6 શાળાઓને કરાઈ છે સીલBU, ફાયર NOC નહીં ત્યાં સુધી નહીં ખુલે શાળા અત્યાર સુધી 1517 એકમમાં કરાઈ છે તપાસ રાજકોટના ગોઝારા અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતની સાથે સાથે અમદાવાદમાં પણ ફાયર સેફટી, BU પરમીશન અને ફાયર NOCને લઈને તપાસ તેજ કરવામાં આવી હતી. જેમાં શહેરની અનેક શાળાઓમાં પણ ફાયર સેફટીને લઈને નિયમભંગ કરાયાનું સામે આવ્યું હતું. આવી શાળાઓને AMC દ્વારા સીલ કરવામાં આવી હતી. ત્યારે, શાળાઓ દ્વારા શરૂ થઈ રહેલા શૈક્ષણિક સત્રને જોતાં વચગાળાની રાહત આપી શાળાઓ ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. જોકે, AMCએ મહત્વનો નિર્ણય લઈને સીલ કરાયેલ શાળાઓને મોટો ઝટકો આપ્યો છે. AMC દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરની સિલ કરાયેલી સ્કૂલને વચગાળાની કોઈ રાહત નહીં આપવામાં આવે. AMC દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી BU પરમીશન અને ફાયર NOCની કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળાઓ ખોલવામાં નહિ આવે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 6 જેટલી શાળાઓને સીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ AMC અને ફાયર વિભાગ સફાળું જાગ્યું હતું અને સમગ્ર શહેરમાં ફાયર સેફટીને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. AMC અત્યાર સુધી 1517 એકમોની તપાસ કરવામાં આવી હતી. આ પૈકી 222 એકમો સીલ કરવામાં આવ્યા હતા. જેમાં અનેક શાળાઓનો પણ સમાવેશ થાય છે.

Ahmedabad News: AMCએ સીલ કરેલી સ્કૂલોને નહીં મળે વચગાળાની રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદની 6 શાળાઓને કરાઈ છે સીલ
  • BU, ફાયર NOC નહીં ત્યાં સુધી નહીં ખુલે શાળા
  • અત્યાર સુધી 1517 એકમમાં કરાઈ છે તપાસ

રાજકોટના ગોઝારા અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતની સાથે સાથે અમદાવાદમાં પણ ફાયર સેફટી, BU પરમીશન અને ફાયર NOCને લઈને તપાસ તેજ કરવામાં આવી હતી. જેમાં શહેરની અનેક શાળાઓમાં પણ ફાયર સેફટીને લઈને નિયમભંગ કરાયાનું સામે આવ્યું હતું. આવી શાળાઓને AMC દ્વારા સીલ કરવામાં આવી હતી. ત્યારે, શાળાઓ દ્વારા શરૂ થઈ રહેલા શૈક્ષણિક સત્રને જોતાં વચગાળાની રાહત આપી શાળાઓ ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. જોકે, AMCએ મહત્વનો નિર્ણય લઈને સીલ કરાયેલ શાળાઓને મોટો ઝટકો આપ્યો છે.

AMC દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરની સિલ કરાયેલી સ્કૂલને વચગાળાની કોઈ રાહત નહીં આપવામાં આવે. AMC દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી BU પરમીશન અને ફાયર NOCની કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળાઓ ખોલવામાં નહિ આવે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 6 જેટલી શાળાઓને સીલ કરવામાં આવી છે.

મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ AMC અને ફાયર વિભાગ સફાળું જાગ્યું હતું અને સમગ્ર શહેરમાં ફાયર સેફટીને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. AMC અત્યાર સુધી 1517 એકમોની તપાસ કરવામાં આવી હતી. આ પૈકી 222 એકમો સીલ કરવામાં આવ્યા હતા. જેમાં અનેક શાળાઓનો પણ સમાવેશ થાય છે.