ભાવનગરમાં ફાયર સેફ્ટી સહિતના મામલે સીલ મારવાની કામગીરીને બ્રેક

- રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ભાવનગર મહાપાલિકાએ 59 એકમને સીલ માર્યા હતા - વર્ક ઓર્ડર, બોન્ડ લઈ સીલ ખોલવાની કામગીરી કરાઈ : ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશન સહિતના પ્રશ્ને નોટિસ આપવાની કામગીરી યથાવત ભાવનગર : રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ ભાવનગર મહાપાલિકાએ ગેમઝોનને સીલ માર્યા હતા અને ત્યારબાદ ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશન સહિતના નિયમનુ પાલન ન થતુ હોય તેવા એકમોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેથી વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી, ત્યારબાદ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને રજૂઆત કરી હતી, જેના પગલે સીલ મારવાની કામગીરીને બ્રેક લાગી હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. આ મામલે નોટિસ આપવાની કામગીરી યથાવત છે.  રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સરકારની સૂચના મુજબ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં આવેલ ગેમીંગ ઝોન, હોટલ્સ, મોલ્સ, રેસ્ટોરન્ટ તથા બેન્કવેટ હોલ વગેરે જેવી જગ્યાઓ જયા નાગરિકો મોટા પ્રમાણમાં એકત્રીત થાય છે તેવી જગ્યાઓમાં ફાયર સેફટી અને તેને સંલગ્ન અન્ય બાબતોની ચકાસણી કરવા કમિટીની રચના કરવામાં આવી હતી. મહાપાલિકાએ અધ્યક્ષ સહિત ૭ સભ્યની કમિટી બનાવી હતી. આ કમિટિ દ્વારા તપાસ કરી ગેમઝોન સીલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શહેરમાં ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશન સહિતના નિયમનુ પાલન ન થતુ હોય તેવા આશરે પ૯ એકમને સીલ કરવામાં આવ્યા હતા તેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. મહાપાલિકાએ સીલ મારવાની કામગીરી કેટલાક દિવસ યથાવત રાખતા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી અને ત્યારબાદ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો તેમજ ફાયર સહિતની કામગીરી માટે સમય આપવા માંગણી કરી હતી, જેના પગલે મહાપાલિકાએ સીલ મારવાની કામગીરીને બ્રેક મારી હોવાની ચર્ચા છે. મહાપાલિકાએ વેપારીઓની રજૂઆત બાદ ફાયર સહિતની કામગીરી કરવા માટે વર્ક ઓર્ડર, બોન્ડ લઈ એકમોના સીલ ખોલી આપ્યા હતાં. હાલ મોટાભાગના એકમના સીલ ખુલ્લી ગયા હોવાનુ ફાયર વિભાગના સુત્રોએ જણાવેલ છે. હાલ મહાપાલિકા દ્વારા ફાયર સેફ્ટી સહિતના મામલે એકમોને નોટિસ આપવાની કામગીરી ચાલી રહી છે પરંતુ સીલ મારવાની કામગીરી બંધ હોવાથી વેપારીઓને રાહત છે. 15 દિવસની નોટિસ બાદ કામગીરી નહીં થાય તો સીલ મારવાની કાર્યવાહી કરાશે ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશનના મામલે મહાપાલિકા દ્વારા નોટિસ આપવાની કામગીરી શરૂ છે અને ૧પ દિવસમાં નિયમ મુજબ કામગીરી કરાવી લેવા જણાવેલ છે, જો ૧પ દિવસમાં કામગીરી પૂર્ણ નહીં કરાય તો ફરી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારીએ જણાવેલ છે. અગ્નિકાંડ જેવી દુર્ઘટના ન બને તે માટે નિયમનુ પાલન જરૂરી રાજકોટના ગેમઝોનમાં થોડા દિવસો પૂર્વે અગ્નિકાંડની દુર્ઘટના બની હતી, જેમાં આશરે ર૮ લોકો મૃત્યુ પામ્યા હતા, આવી દુર્ઘટના ફરી ન બને તે માટે સરકારી તંત્ર દ્વારા હાલ ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશન સહિતના મામલે પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે લોકોએ પણ નિયમનુ પાલન કરવુ જરૂરી છે. ભાવનગર શહેરમાં પણ આગ લાગવાની ઘટનાઓ વારંવાર બને છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જોઈએ તેમ ચર્ચાય રહ્યુ છે.  

ભાવનગરમાં ફાયર સેફ્ટી સહિતના મામલે સીલ મારવાની કામગીરીને બ્રેક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ભાવનગર મહાપાલિકાએ 59 એકમને સીલ માર્યા હતા 

- વર્ક ઓર્ડર, બોન્ડ લઈ સીલ ખોલવાની કામગીરી કરાઈ : ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશન સહિતના પ્રશ્ને નોટિસ આપવાની કામગીરી યથાવત 

ભાવનગર : રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ ભાવનગર મહાપાલિકાએ ગેમઝોનને સીલ માર્યા હતા અને ત્યારબાદ ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશન સહિતના નિયમનુ પાલન ન થતુ હોય તેવા એકમોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેથી વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી, ત્યારબાદ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને રજૂઆત કરી હતી, જેના પગલે સીલ મારવાની કામગીરીને બ્રેક લાગી હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. આ મામલે નોટિસ આપવાની કામગીરી યથાવત છે.  

રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સરકારની સૂચના મુજબ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં આવેલ ગેમીંગ ઝોન, હોટલ્સ, મોલ્સ, રેસ્ટોરન્ટ તથા બેન્કવેટ હોલ વગેરે જેવી જગ્યાઓ જયા નાગરિકો મોટા પ્રમાણમાં એકત્રીત થાય છે તેવી જગ્યાઓમાં ફાયર સેફટી અને તેને સંલગ્ન અન્ય બાબતોની ચકાસણી કરવા કમિટીની રચના કરવામાં આવી હતી. મહાપાલિકાએ અધ્યક્ષ સહિત ૭ સભ્યની કમિટી બનાવી હતી. આ કમિટિ દ્વારા તપાસ કરી ગેમઝોન સીલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શહેરમાં ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશન સહિતના નિયમનુ પાલન ન થતુ હોય તેવા આશરે પ૯ એકમને સીલ કરવામાં આવ્યા હતા તેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. મહાપાલિકાએ સીલ મારવાની કામગીરી કેટલાક દિવસ યથાવત રાખતા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી અને ત્યારબાદ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો તેમજ ફાયર સહિતની કામગીરી માટે સમય આપવા માંગણી કરી હતી, જેના પગલે મહાપાલિકાએ સીલ મારવાની કામગીરીને બ્રેક મારી હોવાની ચર્ચા છે. 

મહાપાલિકાએ વેપારીઓની રજૂઆત બાદ ફાયર સહિતની કામગીરી કરવા માટે વર્ક ઓર્ડર, બોન્ડ લઈ એકમોના સીલ ખોલી આપ્યા હતાં. હાલ મોટાભાગના એકમના સીલ ખુલ્લી ગયા હોવાનુ ફાયર વિભાગના સુત્રોએ જણાવેલ છે. હાલ મહાપાલિકા દ્વારા ફાયર સેફ્ટી સહિતના મામલે એકમોને નોટિસ આપવાની કામગીરી ચાલી રહી છે પરંતુ સીલ મારવાની કામગીરી બંધ હોવાથી વેપારીઓને રાહત છે. 

15 દિવસની નોટિસ બાદ કામગીરી નહીં થાય તો સીલ મારવાની કાર્યવાહી કરાશે 

ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશનના મામલે મહાપાલિકા દ્વારા નોટિસ આપવાની કામગીરી શરૂ છે અને ૧પ દિવસમાં નિયમ મુજબ કામગીરી કરાવી લેવા જણાવેલ છે, જો ૧પ દિવસમાં કામગીરી પૂર્ણ નહીં કરાય તો ફરી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારીએ જણાવેલ છે. 

અગ્નિકાંડ જેવી દુર્ઘટના ન બને તે માટે નિયમનુ પાલન જરૂરી 

રાજકોટના ગેમઝોનમાં થોડા દિવસો પૂર્વે અગ્નિકાંડની દુર્ઘટના બની હતી, જેમાં આશરે ર૮ લોકો મૃત્યુ પામ્યા હતા, આવી દુર્ઘટના ફરી ન બને તે માટે સરકારી તંત્ર દ્વારા હાલ ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશન સહિતના મામલે પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે લોકોએ પણ નિયમનુ પાલન કરવુ જરૂરી છે. ભાવનગર શહેરમાં પણ આગ લાગવાની ઘટનાઓ વારંવાર બને છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જોઈએ તેમ ચર્ચાય રહ્યુ છે.