ખેડાના હરિયાલા રોડ પર ટેન્કર બાઈક સાથે અથડાતા એક વ્યક્તિનું મોત

બંને યુવાનો વાસણા ખુદ ગામે કંપનીમાં જતા હતાબમ્પના લીધે બ્રેક મારતા ટેન્કર બાઈકને અથડાયું  ગંભીર ઈજાગ્રસ્ત બાઈક સવારને અમદાવાદ ખસેડાયોનડિયાદ: ખેડા તાલુકાના હરિયાળા રોડ પર ટેન્કર મોટરસાયકલ સાથે અથડાતા ગંભીર રીતે ઈજા પામેલા યુવકનું મોત નિપજ્યું હતું, જ્યારે બાઈક ચાલકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ખેડા તાલુકાના વાસણા ખુદ ગામે આવેલી એલ એન્ડ ટી કંપનીમાં ઝારખંડના યુવકો નોકરી કરી અને કંપનીની કોલોનીમાં રહે છે. આ કંપનીમાં કામ કરતા નિલેશ જનેશ્વર તથા સંદીપ ભોલા ભુઇહર ગઈકાલે બુધવારે સાંજે મોટરસાયકલ લઈને કોઈ કામ અર્થે ખેડા બજારમાં ગયા હતા. ખેડા બજારમાંથી ખરીદી કરી તેઓ પરત કંપનીમાં જઈ રહ્યા હતા. ત્યારે ધોળકાથી ખેડા તરફ જતી ટેન્કર હરિયાળા રોડ ઉપર બમ્પના લીધે બ્રેક મારતા ટેન્કર મોટરસાયકલ સાથે અથડાઈ હતી. જેથી બાઇક સવારને ટેન્કર સાથે અથડાતા માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી. જ્યારે બાઈક ચાલકને રોડ પર પટકાતા ઇજા થઈ હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવી ૧૦૮ મારફતે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સંદીપભાઈ ભોલા ભૂઇહર (ઉં.વ.૨૪)નું મોત નિપજ્યું હતું. જ્યારે નિલેશ જનેશ્વર ભૂઈહરને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહેન્દ્ર દશરથભાઈ ભૂઇહરે ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડાના હરિયાલા રોડ પર ટેન્કર બાઈક સાથે અથડાતા એક વ્યક્તિનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બંને યુવાનો વાસણા ખુદ ગામે કંપનીમાં જતા હતા

બમ્પના લીધે બ્રેક મારતા ટેન્કર બાઈકને અથડાયું  ગંભીર ઈજાગ્રસ્ત બાઈક સવારને અમદાવાદ ખસેડાયો

નડિયાદ: ખેડા તાલુકાના હરિયાળા રોડ પર ટેન્કર મોટરસાયકલ સાથે અથડાતા ગંભીર રીતે ઈજા પામેલા યુવકનું મોત નિપજ્યું હતું, જ્યારે બાઈક ચાલકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા તાલુકાના વાસણા ખુદ ગામે આવેલી એલ એન્ડ ટી કંપનીમાં ઝારખંડના યુવકો નોકરી કરી અને કંપનીની કોલોનીમાં રહે છે. આ કંપનીમાં કામ કરતા નિલેશ જનેશ્વર તથા સંદીપ ભોલા ભુઇહર ગઈકાલે બુધવારે સાંજે મોટરસાયકલ લઈને કોઈ કામ અર્થે ખેડા બજારમાં ગયા હતા. 

ખેડા બજારમાંથી ખરીદી કરી તેઓ પરત કંપનીમાં જઈ રહ્યા હતા. ત્યારે ધોળકાથી ખેડા તરફ જતી ટેન્કર હરિયાળા રોડ ઉપર બમ્પના લીધે બ્રેક મારતા ટેન્કર મોટરસાયકલ સાથે અથડાઈ હતી. જેથી બાઇક સવારને ટેન્કર સાથે અથડાતા માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી. જ્યારે બાઈક ચાલકને રોડ પર પટકાતા ઇજા થઈ હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવી ૧૦૮ મારફતે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સંદીપભાઈ ભોલા ભૂઇહર (ઉં.વ.૨૪)નું મોત નિપજ્યું હતું. જ્યારે નિલેશ જનેશ્વર ભૂઈહરને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ બનાવ અંગે મહેન્દ્ર દશરથભાઈ ભૂઇહરે ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.