ભાવનગર : બીલ વગર વેચાણ કરતા વેપારીને 21 લાખનો દંડ

શહેરની વોરા બજારમાં કટલેરી, હોઝિયરીના વેપારીને ત્યાં સ્ટેટ જીએસટીની તપાસતપાસમાં મનોજ ટ્રેડિંગ નામની પેઢીમાં ૧ કરોડનો સ્ટોક ડિફરન્સ આવતા જીએસટી વિભાગની  કાર્યવાહીભાવનગર: ભાવનગર સ્ટેટ જીએસટી દ્વારા શહેરના વોરા બજારમાં આવેલા કટલરી અને હોઝિયરીના વેપારીઓને ત્યાં બુધવારે દરોડા પાડયા હતા. વોરા બજારમાં આવેલી કટલરી અને કોસ્મેટિક વસ્તુઓનું બીલ વિના વેચાણ કરતા વેપારીઓ પર તરાપ બોલાવવા સ્ટેટ જીએસટીની ટીમે એક્શનમાં આવી તપાસ કરતા બીલ વિના વેચાણ કરતા અને સ્ટોક ડિફરન્સ આવતા એક વેપારીને રૂ. ૨૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.સ્ટેટ જીએસટી વિભાગ છેલ્લા ઘણાં સમયથી શહેરના જુદાં-જુદાં વેપારીઓને ત્યાં જઈ ડમી ગ્રાહક બની વસ્તુ ખરીદી કરી બીલ વિના માલસામાનનું વેચાણ કરતા વેપારીઓને શોધવા માટે સક્રિય બની છે. શહેરની મેઈન બજારમાં આવેલી વોરા બજારમાં ગઈકાલે બુધવારે સ્ટેટ જીએસટીની ટીમે કટલરી અને હોઝિયરીના છુટક તથા જથ્થાબંધ અનેક વેપારીઓને ત્યાં તપાસ આદરી હતી. કટલરી અને કોસ્મેટિક્સનો નાનો-મોટો છૂટક સામાન બીલ વિના ખાસ કરીને ગામડાઓમાં વેચવામાં આવતો હોવાની જાણ થતાં સ્ટેટ જીએસટીની ટીમોએ દરોડા પાડયા હતા. જેમાં મનોજ ટ્રેડિંગ નામની પેઢીમાં કટલેરીની નાની-મોટી છૂટક વસ્તુઓ બીલ વિના વેચવામાં આવતી હોવાનું અને ૧ કરોડનો સ્ટોક ડિફરન્સ આવતા આ પેઢીને વેરો અને વ્યાજ પેટે ૨૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાતથી વધારે રિટર્ન અનિયમિત ફાઈલ થયાં હોય તેવા વેપારીઓ જીએસટી વિભાગની રડારમાં છે. તેમની શંકાસ્પદ ગતિવિધિઓ પર વિભાગ નજર રાખી રહ્યું છે, આવા લોકોને ત્યાં આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે તેથી વેપારીઓએ નિયમિત રીતે રિટર્ન ફાઈલ કરવું જોઈએ તેમ સંયુક્ત રાજ્યવેરા કમિશ્નર ધર્મજીત યાજ્ઞિાકે જણાવ્યું હતું.

ભાવનગર : બીલ વગર વેચાણ કરતા વેપારીને 21 લાખનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


શહેરની વોરા બજારમાં કટલેરી, હોઝિયરીના વેપારીને ત્યાં સ્ટેટ જીએસટીની તપાસ

તપાસમાં મનોજ ટ્રેડિંગ નામની પેઢીમાં ૧ કરોડનો સ્ટોક ડિફરન્સ આવતા જીએસટી વિભાગની  કાર્યવાહી

ભાવનગર: ભાવનગર સ્ટેટ જીએસટી દ્વારા શહેરના વોરા બજારમાં આવેલા કટલરી અને હોઝિયરીના વેપારીઓને ત્યાં બુધવારે દરોડા પાડયા હતા. વોરા બજારમાં આવેલી કટલરી અને કોસ્મેટિક વસ્તુઓનું બીલ વિના વેચાણ કરતા વેપારીઓ પર તરાપ બોલાવવા સ્ટેટ જીએસટીની ટીમે એક્શનમાં આવી તપાસ કરતા બીલ વિના વેચાણ કરતા અને સ્ટોક ડિફરન્સ આવતા એક વેપારીને રૂ. ૨૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સ્ટેટ જીએસટી વિભાગ છેલ્લા ઘણાં સમયથી શહેરના જુદાં-જુદાં વેપારીઓને ત્યાં જઈ ડમી ગ્રાહક બની વસ્તુ ખરીદી કરી બીલ વિના માલસામાનનું વેચાણ કરતા વેપારીઓને શોધવા માટે સક્રિય બની છે. શહેરની મેઈન બજારમાં આવેલી વોરા બજારમાં ગઈકાલે બુધવારે સ્ટેટ જીએસટીની ટીમે કટલરી અને હોઝિયરીના છુટક તથા જથ્થાબંધ અનેક વેપારીઓને ત્યાં તપાસ આદરી હતી. કટલરી અને કોસ્મેટિક્સનો નાનો-મોટો છૂટક સામાન બીલ વિના ખાસ કરીને ગામડાઓમાં વેચવામાં આવતો હોવાની જાણ થતાં સ્ટેટ જીએસટીની ટીમોએ દરોડા પાડયા હતા. જેમાં મનોજ ટ્રેડિંગ નામની પેઢીમાં કટલેરીની નાની-મોટી છૂટક વસ્તુઓ બીલ વિના વેચવામાં આવતી હોવાનું અને ૧ કરોડનો સ્ટોક ડિફરન્સ આવતા આ પેઢીને વેરો અને વ્યાજ પેટે ૨૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાતથી વધારે રિટર્ન અનિયમિત ફાઈલ થયાં હોય તેવા વેપારીઓ જીએસટી વિભાગની રડારમાં છે. તેમની શંકાસ્પદ ગતિવિધિઓ પર વિભાગ નજર રાખી રહ્યું છે, આવા લોકોને ત્યાં આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે તેથી વેપારીઓએ નિયમિત રીતે રિટર્ન ફાઈલ કરવું જોઈએ તેમ સંયુક્ત રાજ્યવેરા કમિશ્નર ધર્મજીત યાજ્ઞિાકે જણાવ્યું હતું.