રાજકોટ આરટીઓ દ્વારા સ્કૂલ વેન તરીકે વાહનોનું રજીસ્ટ્રેશન શરુ થયું

- સ્કૂલ વેનમાં મેડીકલ કીટ અને ફાયરના બાટલા પણ જરૂરી- ટેક્સી પાસિંગ કરાવવું ફરજીયાત, નંબર પ્લેટ બદલાશે, સીટીંગ કેપેસિટીથી બમણાં બાળકો બેસાડી શકાશે પણ ડ્રાઈવર સીટ ઉપર કે ગેસની ટેંક પર નહીંરાજકોટ : રાજકોટ ,જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષામાં ચાલતા લોલંલોલ સામે આર.ટી.ઓ.નું હવે ચેકીંગ શરુ કરાયું છે જે અન્વયે આજે રાજકોટમાં ૧૨ સ્કૂલવેનોને મેમા ફટકારાયા હતા. આ સાથે વાહનોને સ્કૂલ વેન તરીકે રજીસ્ટ્રેશન શરુ કરાયું છે અને આજે ૨૫ જેટલા વાહનોનું પાસિંગ કરાયાનું આર.ટી.ઓ.સૂત્રોએ જણાવ્યું છે. આર.ટી.ઓ.ના બે દિવસથી શરુ થયેલા ચેકીંગ સામે પહેલા વિરોધ ઉઠયો હતો પરંતુ, આર.ટી.ઓ.ને નિયમોમાં છૂટછાટ આપવાની કોઈ સત્તા હોતી નથી. સૂત્રો અનુસાર હવે વાહનોને સ્કૂલ વેન તરીકે કન્વર્ટ કરવા પાસિંગનું કામ શરુ કરાયું છે અને આ કામગીરી ઝડપી થાય તે જોવા પણ આર.ટી.ઓ.તંત્રને સૂચના અપાઈ છે. નિયમોનુસાર (૧) સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં સામાન્ય વાન-રિક્ષામાં જેટલા મુસાફરો બેસાડવાનો નિયમ છે તેથી બમણી સંખ્યામાં બાળકોને બેસાડી શકાય છે, જેમ કે વાનમાં ૬ મુસાફરોનું પાસિંગ હોય તો ૧૨ અને રિક્ષામાં ૩ મુસાફરો સામે ૬ બાળકો બેસાડી શકાય છે. (૨) પરંતુ, બાળકોને કોઈ પણ સંજોગોમાં ડ્રાઈવર સીટ ઉપર કે સીએનજી સહિત ગેસ કીટ ઉપર બાકડા મુકીને બેસાડી શકાતા નથી. (૩) આ ઉપરાંત સ્કૂલ વાહનોમાં મેડીકલ કીટ અને આગ ઓલવવા માટેના બાટલા હોવા ફરજીયાત છે. (૪) પ્રાઈવેટ વાહનો સ્કૂલ વાન-રિક્ષા તરીકે ચલાવવા ટેક્સી પાસિંગ ફરજીયાત છે જેમાં નંબર પ્લેટ પીળી આવશે. આમ, સાદી નંબર પ્લેટવાળા વાહનો સ્કૂલમાં વિદ્યાર્થીઓ તેડવા-મુકવા જઈ શકશે નહીં.

રાજકોટ આરટીઓ દ્વારા સ્કૂલ વેન તરીકે વાહનોનું રજીસ્ટ્રેશન શરુ થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સ્કૂલ વેનમાં મેડીકલ કીટ અને ફાયરના બાટલા પણ જરૂરી

- ટેક્સી પાસિંગ કરાવવું ફરજીયાત, નંબર પ્લેટ બદલાશે, સીટીંગ કેપેસિટીથી બમણાં બાળકો બેસાડી શકાશે પણ ડ્રાઈવર સીટ ઉપર કે ગેસની ટેંક પર નહીં

રાજકોટ : રાજકોટ ,જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષામાં ચાલતા લોલંલોલ સામે આર.ટી.ઓ.નું હવે ચેકીંગ શરુ કરાયું છે જે અન્વયે આજે રાજકોટમાં ૧૨ સ્કૂલવેનોને મેમા ફટકારાયા હતા. આ સાથે વાહનોને સ્કૂલ વેન તરીકે રજીસ્ટ્રેશન શરુ કરાયું છે અને આજે ૨૫ જેટલા વાહનોનું પાસિંગ કરાયાનું આર.ટી.ઓ.સૂત્રોએ જણાવ્યું છે. 

આર.ટી.ઓ.ના બે દિવસથી શરુ થયેલા ચેકીંગ સામે પહેલા વિરોધ ઉઠયો હતો પરંતુ, આર.ટી.ઓ.ને નિયમોમાં છૂટછાટ આપવાની કોઈ સત્તા હોતી નથી. સૂત્રો અનુસાર હવે વાહનોને સ્કૂલ વેન તરીકે કન્વર્ટ કરવા પાસિંગનું કામ શરુ કરાયું છે અને આ કામગીરી ઝડપી થાય તે જોવા પણ આર.ટી.ઓ.તંત્રને સૂચના અપાઈ છે. 

નિયમોનુસાર (૧) સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં સામાન્ય વાન-રિક્ષામાં જેટલા મુસાફરો બેસાડવાનો નિયમ છે તેથી બમણી સંખ્યામાં બાળકોને બેસાડી શકાય છે, જેમ કે વાનમાં ૬ મુસાફરોનું પાસિંગ હોય તો ૧૨ અને રિક્ષામાં ૩ મુસાફરો સામે ૬ બાળકો બેસાડી શકાય છે. (૨) પરંતુ, બાળકોને કોઈ પણ સંજોગોમાં ડ્રાઈવર સીટ ઉપર કે સીએનજી સહિત ગેસ કીટ ઉપર બાકડા મુકીને બેસાડી શકાતા નથી. (૩) આ ઉપરાંત સ્કૂલ વાહનોમાં મેડીકલ કીટ અને આગ ઓલવવા માટેના બાટલા હોવા ફરજીયાત છે. (૪) પ્રાઈવેટ વાહનો સ્કૂલ વાન-રિક્ષા તરીકે ચલાવવા ટેક્સી પાસિંગ ફરજીયાત છે જેમાં નંબર પ્લેટ પીળી આવશે. આમ, સાદી નંબર પ્લેટવાળા વાહનો સ્કૂલમાં વિદ્યાર્થીઓ તેડવા-મુકવા જઈ શકશે નહીં.