પાલિતાણામાં 3.7ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવતા ગભરાટ

ભુકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા પાલિતાણા તાલુકાના આદપુર, હસ્તગીરી-જાળીયા, ડુંગરપર તેમજ ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના લોકોએ ધરતીકંપ અનુભવ્યો ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર: ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં આજે ગુરૂવારે રાત્રીના સમયે હળવો ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પાલિતાણા અને ગારિયાધારના કેટલાક ગામના લોકોેને ભુકંપનો આંચકો અનુભવાયો હતો તેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, જો કે ધરતીકંપનો હળવો આંચકો હોવાથી કોઈ નુકશાન થયુ ન હોવાનુ જાણવા મળેલ છે.  જિલ્લાના પાલિતાણા તાલુકામાં આજે શુક્રવારે રાત્રીના ૯.ર૭ મીનીટના સમયે ૩.૭ની તીવ્રતાનો હળવો આંચકો આવ્યો હોવાનુ ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ-ગાંધીનગરે જણાવેલ છે. પાલિતાણાના આશરે ર૧ કિલોમીટર વિસ્તારમાં ધરતીકંપનો આંચકો આવ્યો હોવાનુ જાણવા મળેલ છે. પાલિતાણા તાલુકાના આદપુર, હસ્તગીરી-જાળીયા, ડુંગરપર તેમજ ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના લોકોએ ધરતીકંપ અનુભવ્યો હતો. રથી પ સેકન્ટ માટે ભુકંપનો આંચકો આવ્યો હતો અને ધરા ધુ્રજી હતી તેથી ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતાં.  ધરતીકંપ આવતા ગ્રામજનોમાં ચર્ચાનો માહોલ જામ્યો હતો અને સરકારી તંત્રના કન્ટ્રોલ રૂમ પર જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ સરકારી તંત્રએ ગાંધીનગર પુછપરછ કરતા પાલિતાણા તાલુકામાં ધરતીકંપનો હળવો આંચકો આવ્યો હોવાની સત્તાવાર માહિતી મળી હતી. પાલિતાણા અને ગારિયાધાર તાલુકાના કેટલાક ગામમાં ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, જો કે હળવો આંચકો હોવાથી કોઈ વ્યકિતને નુકશાન થયુ ન હોવાનુ સુત્રોએ જણાવેલ છે. 

પાલિતાણામાં 3.7ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવતા ગભરાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ભુકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા 

પાલિતાણા તાલુકાના આદપુર, હસ્તગીરી-જાળીયા, ડુંગરપર તેમજ ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના લોકોએ ધરતીકંપ અનુભવ્યો 

ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર: ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં આજે ગુરૂવારે રાત્રીના સમયે હળવો ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પાલિતાણા અને ગારિયાધારના કેટલાક ગામના લોકોેને ભુકંપનો આંચકો અનુભવાયો હતો તેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, જો કે ધરતીકંપનો હળવો આંચકો હોવાથી કોઈ નુકશાન થયુ ન હોવાનુ જાણવા મળેલ છે.  

જિલ્લાના પાલિતાણા તાલુકામાં આજે શુક્રવારે રાત્રીના ૯.ર૭ મીનીટના સમયે ૩.૭ની તીવ્રતાનો હળવો આંચકો આવ્યો હોવાનુ ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ-ગાંધીનગરે જણાવેલ છે. પાલિતાણાના આશરે ર૧ કિલોમીટર વિસ્તારમાં ધરતીકંપનો આંચકો આવ્યો હોવાનુ જાણવા મળેલ છે. પાલિતાણા તાલુકાના આદપુર, હસ્તગીરી-જાળીયા, ડુંગરપર તેમજ ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના લોકોએ ધરતીકંપ અનુભવ્યો હતો. રથી પ સેકન્ટ માટે ભુકંપનો આંચકો આવ્યો હતો અને ધરા ધુ્રજી હતી તેથી ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતાં.  ધરતીકંપ આવતા ગ્રામજનોમાં ચર્ચાનો માહોલ જામ્યો હતો અને સરકારી તંત્રના કન્ટ્રોલ રૂમ પર જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ સરકારી તંત્રએ ગાંધીનગર પુછપરછ કરતા પાલિતાણા તાલુકામાં ધરતીકંપનો હળવો આંચકો આવ્યો હોવાની સત્તાવાર માહિતી મળી હતી. પાલિતાણા અને ગારિયાધાર તાલુકાના કેટલાક ગામમાં ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, જો કે હળવો આંચકો હોવાથી કોઈ વ્યકિતને નુકશાન થયુ ન હોવાનુ સુત્રોએ જણાવેલ છે.