નીચા કોટડા ગામે બે પક્ષ વચ્ચે ધમાલ, 10 વ્યક્તિને ઈજા

બોલાચાલી બાદ બન્ને પક્ષ આમને-સામને આવી ગયાબન્ને પક્ષે બે મહિલા સહિત ૧૩ જણ વિરૂધ્ધ સામ-સામે પોલીસ ફરિયાદભાવનગર: મહુવા તાલુકાના નાના કોટડા ગામે ફોનમાં થયેલા ઝઘડા બાદ બે પક્ષ આમને-સામને આવી જતાં સશસ્ત્ર ધમાલ મચી હતી. જે બનાવમાં બન્ને પક્ષના દસેક જેટલા લોકોને નાની-મોટી ઈજા થઈ હતી.બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના નીચા કોટડા ગામે જાધપર રોડ, વાડી વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ પ્રેમજીભાઈ બારૈયા (ઉ.વ.૩૫)ના ભાઈ ચીમનભાઈને તે જ ગામે રહેતા આતુ શિવાભાઈ ભીલ સાથે ફોનમાં બોલાચાલી થઈ હતી. તેનું મનદુઃખ રાખી ગઈકાલે રાત્રિના સમયે વિપુલ બીજલભાઈ ચૌહાણ, અશોક બીજલભાઈ ચૌહાણ, ભરત બીજલભાઈ ચૌહાણ, કલ્પેશ કાનાભાઈ ચૌહાણ, તુષાર આતુભાઈ ભીલ, જીગો અને લાલજી ઘનશ્યામભાઈ નામના શખ્સોએ પાઈપ, ધારિયા સહિતના હથિયારો લઈ આવી શૈલેષભાઈ, તેમના ભાઈ ચીમનભાઈ અને માતા-પિતાને આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. જે બનાવ અંગે શૈલેષભાઈએ તમામ સાત શખ્સ સામે દાઠા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ફરિયાદ દાખલ કરી હતી.સામા પક્ષે નીચા કોટડા ગામે રહેતા વિપુલભાઈ બીજલભાઈ મકવાણા (ઉ.વ.૩૩)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ચીમન બારૈયા નામનો શખ્સ તેમના મિત્ર આતુભાઈ ભીલની વાતો કરતો હોય કે, તેણે અમારા ખેતરનું ટીસી કઢાવી નાંખ્યું છે. જેથી આતુભાઈએ ફોન કરતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હોય, શખ્સને સમજાવવા જતાં શૈલેષ પ્રેમજીભાઈ બારૈયા, ચિમન પ્રેમજીભાઈ બારૈયા, કિશોર પ્રેમજીભાઈ બારૈયા, પ્રેમજીભાઈ ભગવાનભાઈ બારૈયા, જમુબેન પ્રેમજીભાઈ બારૈયા અને હર્ષાબેન શૈલેષભાઈ બારૈયાએ ઉશ્કેરાઈ જઈ વિપુલભાઈ અને બચાવવા વચ્ચે પડેલા તેમના ભાઈ ભરતભાઈને લોખંડના પાઈપ, લાકડીથી માર માર્યો હતો. આ મારામારી દરમિયાન બચાવવા માટે દોડી આવેલા કલ્પેશભાઈ કાનજીભાઈ, લાલજી ઘનાભાઈ, જીગાભાઈ જીવનભાઈ અને તુષારભાઈ આતુભાઈને પણ ગાળો દઈ ઝપાઝપી કરી ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે દાઠા પોલીસે બે મહિલા સહિત છ જણ સામે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી બન્ને પક્ષે નોંધાયેલી ફરિયાદ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચા કોટડા ગામે બે પક્ષ વચ્ચે ધમાલ, 10 વ્યક્તિને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બોલાચાલી બાદ બન્ને પક્ષ આમને-સામને આવી ગયા

બન્ને પક્ષે બે મહિલા સહિત ૧૩ જણ વિરૂધ્ધ સામ-સામે પોલીસ ફરિયાદ

ભાવનગર: મહુવા તાલુકાના નાના કોટડા ગામે ફોનમાં થયેલા ઝઘડા બાદ બે પક્ષ આમને-સામને આવી જતાં સશસ્ત્ર ધમાલ મચી હતી. જે બનાવમાં બન્ને પક્ષના દસેક જેટલા લોકોને નાની-મોટી ઈજા થઈ હતી.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના નીચા કોટડા ગામે જાધપર રોડ, વાડી વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ પ્રેમજીભાઈ બારૈયા (ઉ.વ.૩૫)ના ભાઈ ચીમનભાઈને તે જ ગામે રહેતા આતુ શિવાભાઈ ભીલ સાથે ફોનમાં બોલાચાલી થઈ હતી. તેનું મનદુઃખ રાખી ગઈકાલે રાત્રિના સમયે વિપુલ બીજલભાઈ ચૌહાણ, અશોક બીજલભાઈ ચૌહાણ, ભરત બીજલભાઈ ચૌહાણ, કલ્પેશ કાનાભાઈ ચૌહાણ, તુષાર આતુભાઈ ભીલ, જીગો અને લાલજી ઘનશ્યામભાઈ નામના શખ્સોએ પાઈપ, ધારિયા સહિતના હથિયારો લઈ આવી શૈલેષભાઈ, તેમના ભાઈ ચીમનભાઈ અને માતા-પિતાને આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. જે બનાવ અંગે શૈલેષભાઈએ તમામ સાત શખ્સ સામે દાઠા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ફરિયાદ દાખલ કરી હતી.સામા પક્ષે નીચા કોટડા ગામે રહેતા વિપુલભાઈ બીજલભાઈ મકવાણા (ઉ.વ.૩૩)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ચીમન બારૈયા નામનો શખ્સ તેમના મિત્ર આતુભાઈ ભીલની વાતો કરતો હોય કે, તેણે અમારા ખેતરનું ટીસી કઢાવી નાંખ્યું છે. જેથી આતુભાઈએ ફોન કરતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હોય, શખ્સને સમજાવવા જતાં શૈલેષ પ્રેમજીભાઈ બારૈયા, ચિમન પ્રેમજીભાઈ બારૈયા, કિશોર પ્રેમજીભાઈ બારૈયા, પ્રેમજીભાઈ ભગવાનભાઈ બારૈયા, જમુબેન પ્રેમજીભાઈ બારૈયા અને હર્ષાબેન શૈલેષભાઈ બારૈયાએ ઉશ્કેરાઈ જઈ વિપુલભાઈ અને બચાવવા વચ્ચે પડેલા તેમના ભાઈ ભરતભાઈને લોખંડના પાઈપ, લાકડીથી માર માર્યો હતો. આ મારામારી દરમિયાન બચાવવા માટે દોડી આવેલા કલ્પેશભાઈ કાનજીભાઈ, લાલજી ઘનાભાઈ, જીગાભાઈ જીવનભાઈ અને તુષારભાઈ આતુભાઈને પણ ગાળો દઈ ઝપાઝપી કરી ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. 

બનાવ અંગે દાઠા પોલીસે બે મહિલા સહિત છ જણ સામે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી બન્ને પક્ષે નોંધાયેલી ફરિયાદ અંગે વધુ તપાસ હાથ ધરી છે.