Ahmedabad: સ્કૂલવાનમાં કિ.મી.ની મર્યાદાના નિયમો ન હોવાથી ભૂલકાંનો 15 કિમીનો 'ભયજનક ખેલ'

બાળકોની સલામતી મુદ્દે વારંવાર ઠાગાઠૈયાં કરતા શિક્ષણ વિભાગે વાહન વ્યવહાર,પોલીસ વિભાગ સાથે મળી ચુસ્ત નિયમો બનાવવાસ્કૂલ અને સ્કૂલવર્ધીચાલકોની સાઠગાંઠનો વાલીઓનો આક્ષેપ પોતાના વિસ્તારમાં સારી સ્કૂલ ન હોવાથી બાળકોને દૂરની સ્કૂલમાં ભણાવવા મજબૂર, વાલીઓનો ફાયદો ઉઠાવતા સ્કૂલવર્ધી માલિકો અમદાવાદના લગભગ 466 કિમીના વિસ્તારમાં ચારેય તરફ ગુણવત્તાયુક્ત સ્કૂલો આવેલી છે. અનેક એવા વાલીઓ છે જેમના વિસ્તારમાં સારી સ્કૂલ ન હોવાથી પોતાના મકાનથી 15થી 20 કિમી દૂર આવેલી સ્કૂલોમાં એડમિશન લેતા હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને સ્કૂલવર્દી ચાલકોએ જાતે ઠોકી બેસેલા નિયમોમાંથી પસાર થવું પડે છે. વાલીઓ પોતાની રીતે વાહન નક્કી કરે તો વિવાદનો સામનો કરવો પડે છે, અંતે સ્કૂલ સાથે સાઠગાંઠ ધરાવતા સ્કૂલવર્ધી ચાલકોની રિંગ બનાવેલા વાહનમાં જ બાળકને મોકલવું પડે છે. સ્કૂલવર્ધીના ચાલકો માટે કિલોમીટરની મર્યાદા સાથેના નિયમો ન હોવાથી ભૂલકાંઓનો 12થી 15 કિમીના રૂટનો ભયજનક ખેલ ખેલાઈ રહ્યો છે. જેની સામે તંત્ર ચૂપકિદી સેવી રહ્યું છે. બાળકની સલામતીના મુદ્દે સરકાર દ્વારા શિક્ષણ, વાહનવ્યવહાર, પોલીસ વિભાગ અને સંચાલકો દ્વારા ચોક્કસ નિયમ બનાવાય તો વાલીઓને રાહત મળી શકે છે. ઉદાહરણ તરીકે, મણિનગરમાં રહેતા વાલીએ બોપલની કોઈ સ્કૂલમાં પોતાના બાળકનો પ્રવેશ મેળવેલો હોય ત્યારે ટ્રાન્સ્પોર્ટેશનને લઇને વાલીમાં ચિંતા જોવા મળે છે. વાલીઓએ કહ્યું કે, ખાનગી સ્કૂલો ઘણી છે. આમ છતાં પોતાના બાળકને ચોક્કસ સ્કૂલમાં મૂકવાનો વાલીઓ આગ્રહ રાખતાં હોય છે. આ નિર્ણય માટે વાલીઓ સ્વતંત્ર છે. એટલે જ 10થી 15 કિમીના લાંબા અંતરની સ્કૂલ માટે વાલીઓએ સ્કૂલ સાથે સાઠગાંઠ ધરાવતા સ્કૂલવર્ધીના વાહનોમાં જ બાળકોને મોકલવા પડે છે. જો કેટલાક વાલીઓ ભેગા થઇ વાનની જગ્યાએ કોઇ રિક્ષા કે અન્ય કોઇ કોમર્શિયલ વાહન નક્કી કરે તો આવા વાહન ચાલકોને અટકાવાય છે, સ્કૂલ પણ કોઇ કારણ આગળ ધરી રિંગ બહારના વાહનને રોકે છે. અંતે સબંધિત વાલીને સ્કૂલવર્ધીના વાહનો જ લેવા માટે મજબૂર કરાય છે. રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ વાલીઓએ બાળકોની સલામતી મુદ્દે સ્કૂલવર્ધીના વાહનો માટે કિ.મી.ની મર્યાદા સહિતના નિયમો બનાવવા સરકાર સમક્ષ માંગ કરી છે. આવતાં - જતાં અઢી કલાક બાળકોને બેસવું પડે છે રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં ભૂલકાંઓની પરેશાનીનો પાર નથી. લાંબા અંતરની સ્કૂલોમાં પ્રવેશ લેનાર 10 વર્ષના બાળકને ખીચોખીચ ભરેલા વાહનમાં સરેરાશ બેથી અઢી કલાક બેસી રહેવું પડે છે. જેના કારણે લાંબાગાળે માનસિક પરેશાની ભોગવી પડે છે. સ્કૂલે જવા માટે ઘેટાંબકરાંની જેમ ભરેલા સ્કૂલવર્ધીના વાહનમાં બાળકોને વિકલ્પ હોવા છતાં બેસવા મજબૂૂર બનવું પડે છે. વાલીઓને ટુંકા અંતરથી વાહન મળી શકે અને તેની સામે કોઇ રોકટોક ના હોય તે માટે નિયમ જરૂરી છે. જો નિયમ બને તો વાલીઓને મોટી રાહત સાંપડી શકે છે. પરંતુ સરકારી તંત્ર રગાશિયા ગાડાંની માફક વહીવટ ચલાવતું હોવાના કારણે કશું થતું નથી. સરકારી તંત્ર દુર્ઘટનાની રાહ જુવે છે ?: શિક્ષણવિદ્દો સ્કૂલો અને સ્કૂલવર્ધીચાલકો વચ્ચે સાઠગાંઠથી સરકારી તંત્રની દુકાન ચાલે છે. એટલે આવા મુદ્દા સરકારી અધિકારીઓને દેખાતા નથી. સરકારના ધ્યાનમાં આ મુદ્દા મૂકે તો નિયમ બની શકે. પરંતુ જાણી જોઇને સરકાર સમક્ષ મુદ્દા ચર્ચામાં લેવાતા નથી. તેના કારણે સલામતિના નિયમો બનતા નથી. 2019ના નિયમોમાં આ પ્રકારની કોઇ જોગવાઇ નથીઃ RTO 2019ના નિયમો મુજબ સ્કૂલવર્ધીના વાહનો દોડતા નહીં હોય તો કાર્યવાહી કરાશે. જેમાં વાલીઓને તેમના બાળક માટે સ્કૂલ નજીકથી વાહન મેળવવામાં આવરોધ પડતો હોય તો આરટીઓ કોઇ કાર્યવાહી કરી શકતું નથી. ફરિયાદ મળશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરાશેઃ DEO છેલ્લા ઘણા સમયથી વાલીઓની ફરિયાદ હોય છે કે સ્કૂલ વર્ધીવાળા બાળકને ચોક્કસ વાહનમાં મોકલવા માટે ફરજ પાડે છે. વાલીઓને ફરજ પડાવતી આવી સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઇ પણ સ્કૂલ વાલીઓને આ પ્રકારે ફરજ પાડી શકે નહીં. ફરિયાદ મળશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરાશે. વાલીઓને ફરજ પડાતી નથીઃ સ્કૂલવર્ધી એસોસિએશન કોઇ પણ સ્કૂલમાં વાલીઓને ચોક્કસ વાહન માટે ફરજ પડાતી હોવાની વાત પાયાવિહોણી છે. સ્કૂલવર્ધી એસોસીએન સિવાય અન્ય કોમર્શિયલ વાહનો વ્યવસાય કરે તો અમે વિરોધ કરતા નથી. નિયમ બનશે તો અમે આવકારીશું.

Ahmedabad: સ્કૂલવાનમાં કિ.મી.ની મર્યાદાના નિયમો ન હોવાથી ભૂલકાંનો 15 કિમીનો 'ભયજનક ખેલ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાળકોની સલામતી મુદ્દે વારંવાર ઠાગાઠૈયાં કરતા શિક્ષણ વિભાગે વાહન વ્યવહાર,પોલીસ વિભાગ સાથે મળી ચુસ્ત નિયમો બનાવવા
  • સ્કૂલ અને સ્કૂલવર્ધીચાલકોની સાઠગાંઠનો વાલીઓનો આક્ષેપ
  • પોતાના વિસ્તારમાં સારી સ્કૂલ ન હોવાથી બાળકોને દૂરની સ્કૂલમાં ભણાવવા મજબૂર, વાલીઓનો ફાયદો ઉઠાવતા સ્કૂલવર્ધી માલિકો

અમદાવાદના લગભગ 466 કિમીના વિસ્તારમાં ચારેય તરફ ગુણવત્તાયુક્ત સ્કૂલો આવેલી છે. અનેક એવા વાલીઓ છે જેમના વિસ્તારમાં સારી સ્કૂલ ન હોવાથી પોતાના મકાનથી 15થી 20 કિમી દૂર આવેલી સ્કૂલોમાં એડમિશન લેતા હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને સ્કૂલવર્દી ચાલકોએ જાતે ઠોકી બેસેલા નિયમોમાંથી પસાર થવું પડે છે. વાલીઓ પોતાની રીતે વાહન નક્કી કરે તો વિવાદનો સામનો કરવો પડે છે, અંતે સ્કૂલ સાથે સાઠગાંઠ ધરાવતા સ્કૂલવર્ધી ચાલકોની રિંગ બનાવેલા વાહનમાં જ બાળકને મોકલવું પડે છે. સ્કૂલવર્ધીના ચાલકો માટે કિલોમીટરની મર્યાદા સાથેના નિયમો ન હોવાથી ભૂલકાંઓનો 12થી 15 કિમીના રૂટનો ભયજનક ખેલ ખેલાઈ રહ્યો છે. જેની સામે તંત્ર ચૂપકિદી સેવી રહ્યું છે. બાળકની સલામતીના મુદ્દે સરકાર દ્વારા શિક્ષણ, વાહનવ્યવહાર, પોલીસ વિભાગ અને સંચાલકો દ્વારા ચોક્કસ નિયમ બનાવાય તો વાલીઓને રાહત મળી શકે છે. ઉદાહરણ તરીકે, મણિનગરમાં રહેતા વાલીએ બોપલની કોઈ સ્કૂલમાં પોતાના બાળકનો પ્રવેશ મેળવેલો હોય ત્યારે ટ્રાન્સ્પોર્ટેશનને લઇને વાલીમાં ચિંતા જોવા મળે છે. વાલીઓએ કહ્યું કે, ખાનગી સ્કૂલો ઘણી છે. આમ છતાં પોતાના બાળકને ચોક્કસ સ્કૂલમાં મૂકવાનો વાલીઓ આગ્રહ રાખતાં હોય છે. આ નિર્ણય માટે વાલીઓ સ્વતંત્ર છે. એટલે જ 10થી 15 કિમીના લાંબા અંતરની સ્કૂલ માટે વાલીઓએ સ્કૂલ સાથે સાઠગાંઠ ધરાવતા સ્કૂલવર્ધીના વાહનોમાં જ બાળકોને મોકલવા પડે છે. જો કેટલાક વાલીઓ ભેગા થઇ વાનની જગ્યાએ કોઇ રિક્ષા કે અન્ય કોઇ કોમર્શિયલ વાહન નક્કી કરે તો આવા વાહન ચાલકોને અટકાવાય છે, સ્કૂલ પણ કોઇ કારણ આગળ ધરી રિંગ બહારના વાહનને રોકે છે. અંતે સબંધિત વાલીને સ્કૂલવર્ધીના વાહનો જ લેવા માટે મજબૂર કરાય છે. રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ વાલીઓએ બાળકોની સલામતી મુદ્દે સ્કૂલવર્ધીના વાહનો માટે કિ.મી.ની મર્યાદા સહિતના નિયમો બનાવવા સરકાર સમક્ષ માંગ કરી છે.

આવતાં - જતાં અઢી કલાક બાળકોને બેસવું પડે છે

રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં ભૂલકાંઓની પરેશાનીનો પાર નથી. લાંબા અંતરની સ્કૂલોમાં પ્રવેશ લેનાર 10 વર્ષના બાળકને ખીચોખીચ ભરેલા વાહનમાં સરેરાશ બેથી અઢી કલાક બેસી રહેવું પડે છે. જેના કારણે લાંબાગાળે માનસિક પરેશાની ભોગવી પડે છે. સ્કૂલે જવા માટે ઘેટાંબકરાંની જેમ ભરેલા સ્કૂલવર્ધીના વાહનમાં બાળકોને વિકલ્પ હોવા છતાં બેસવા મજબૂૂર બનવું પડે છે. વાલીઓને ટુંકા અંતરથી વાહન મળી શકે અને તેની સામે કોઇ રોકટોક ના હોય તે માટે નિયમ જરૂરી છે. જો નિયમ બને તો વાલીઓને મોટી રાહત સાંપડી શકે છે. પરંતુ સરકારી તંત્ર રગાશિયા ગાડાંની માફક વહીવટ ચલાવતું હોવાના કારણે કશું થતું નથી.

સરકારી તંત્ર દુર્ઘટનાની રાહ જુવે છે ?: શિક્ષણવિદ્દો

સ્કૂલો અને સ્કૂલવર્ધીચાલકો વચ્ચે સાઠગાંઠથી સરકારી તંત્રની દુકાન ચાલે છે. એટલે આવા મુદ્દા સરકારી અધિકારીઓને દેખાતા નથી. સરકારના ધ્યાનમાં આ મુદ્દા મૂકે તો નિયમ બની શકે. પરંતુ જાણી જોઇને સરકાર સમક્ષ મુદ્દા ચર્ચામાં લેવાતા નથી. તેના કારણે સલામતિના નિયમો બનતા નથી.

2019ના નિયમોમાં આ પ્રકારની કોઇ જોગવાઇ નથીઃ RTO

2019ના નિયમો મુજબ સ્કૂલવર્ધીના વાહનો દોડતા નહીં હોય તો કાર્યવાહી કરાશે. જેમાં વાલીઓને તેમના બાળક માટે સ્કૂલ નજીકથી વાહન મેળવવામાં આવરોધ પડતો હોય તો આરટીઓ કોઇ કાર્યવાહી કરી શકતું નથી.

ફરિયાદ મળશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરાશેઃ DEO

છેલ્લા ઘણા સમયથી વાલીઓની ફરિયાદ હોય છે કે સ્કૂલ વર્ધીવાળા બાળકને ચોક્કસ વાહનમાં મોકલવા માટે ફરજ પાડે છે. વાલીઓને ફરજ પડાવતી આવી સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઇ પણ સ્કૂલ વાલીઓને આ પ્રકારે ફરજ પાડી શકે નહીં. ફરિયાદ મળશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરાશે.

વાલીઓને ફરજ પડાતી નથીઃ સ્કૂલવર્ધી એસોસિએશન

કોઇ પણ સ્કૂલમાં વાલીઓને ચોક્કસ વાહન માટે ફરજ પડાતી હોવાની વાત પાયાવિહોણી છે. સ્કૂલવર્ધી એસોસીએન સિવાય અન્ય કોમર્શિયલ વાહનો વ્યવસાય કરે તો અમે વિરોધ કરતા નથી. નિયમ બનશે તો અમે આવકારીશું.