Lemon Price: કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં આવી ખટાશ,જાણો ક્યાં પહોંચ્યા ભાવ

ગરમીમાં પ્રતિકિલોએ લીંબુનો ભાવ રૂ. 130થી 160 થયો પહેલા પ્રતિકિલોએ લીંબુ રૂ. 30થી 40એ મળતા ગરમીના લીધે અચાનક લીબુના ભાવમાં વધારો રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે લીંબુના ભાવમાં પણ વધારો આવી રહ્યો છે. રાજ્યમાં ગરમીથી એકતરફ હીટવેવની અસર જોવા મળી છે અને સાથે જ હિટસ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. આ સમયે નાનું લીંબુ પણ પોતાનું રૂપ બતાવી રહ્યું છે. તેના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ગરમી વધતા લીંબુના ભાવ પર પણ જાણે કે ગરમીની અસર વર્તાઈ રહી છે. શક્ય છે કે આ ગરમીમાં લીંબુના ભાવ ડબલ સદી પાર થવાના આરે છે. તો આ સમયે પ્રજાની પરેશાની પણ વધી રહી છે. લોકો મોંઘા લીંબુ લેવા મજબૂર બન્યા લીંબુના ભાવની વાત કરીએ તો પહેલા રાજ્યમાં લીંબુના ભાવ રૂ. 30-40ની આસપાસ જોવા મળી રહ્યા હતા. આ સાથે હવે વધતી ગરમીએ નાના લીંબુની માંગ વધારી દીધી છે. આ સમયે ગરમીની સીઝને માઝા મૂકી છે ત્યારે શહેરમાં લીંબુના ભાવ રૂ. 130-160 સુધી પહોંચ્યા છે. અચાનક વધેલા લીંબુના ભાવથી પ્રજા પરેશાન જોવા મળી રહી છે. ગરમીમાં આવશ્યક લીંબુ હોવાથી મોંઘા લીંબુ છતાં જનતા તેની ખરીદી કરવા મજબૂર બની છે. જાણો લીંબુના સેવનથી થતા ફાયદા ઉનાળાની ઋતુમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો મોટાભાગે લીંબુ પાણીનું સેવન વધારે પ્રમાણમાં કરે છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે. તેનાથી વજન પણ કંટ્રોલ કરી શકાય છે અને પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે, લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તો તમે આ ગરમીમાં કરો સેવન અને સ્વાસ્થ્યને રાખો સ્વસ્થ.

Lemon Price: કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં આવી ખટાશ,જાણો ક્યાં પહોંચ્યા ભાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગરમીમાં પ્રતિકિલોએ લીંબુનો ભાવ રૂ. 130થી 160 થયો
  • પહેલા પ્રતિકિલોએ લીંબુ રૂ. 30થી 40એ મળતા
  • ગરમીના લીધે અચાનક લીબુના ભાવમાં વધારો

રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે લીંબુના ભાવમાં પણ વધારો આવી રહ્યો છે. રાજ્યમાં ગરમીથી એકતરફ હીટવેવની અસર જોવા મળી છે અને સાથે જ હિટસ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. આ સમયે નાનું લીંબુ પણ પોતાનું રૂપ બતાવી રહ્યું છે. તેના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ગરમી વધતા લીંબુના ભાવ પર પણ જાણે કે ગરમીની અસર વર્તાઈ રહી છે. શક્ય છે કે આ ગરમીમાં લીંબુના ભાવ ડબલ સદી પાર થવાના આરે છે. તો આ સમયે પ્રજાની પરેશાની પણ વધી રહી છે.

લોકો મોંઘા લીંબુ લેવા મજબૂર બન્યા

લીંબુના ભાવની વાત કરીએ તો પહેલા રાજ્યમાં લીંબુના ભાવ રૂ. 30-40ની આસપાસ જોવા મળી રહ્યા હતા. આ સાથે હવે વધતી ગરમીએ નાના લીંબુની માંગ વધારી દીધી છે. આ સમયે ગરમીની સીઝને માઝા મૂકી છે ત્યારે શહેરમાં લીંબુના ભાવ રૂ. 130-160 સુધી પહોંચ્યા છે. અચાનક વધેલા લીંબુના ભાવથી પ્રજા પરેશાન જોવા મળી રહી છે. ગરમીમાં આવશ્યક લીંબુ હોવાથી મોંઘા લીંબુ છતાં જનતા તેની ખરીદી કરવા મજબૂર બની છે.

જાણો લીંબુના સેવનથી થતા ફાયદા

ઉનાળાની ઋતુમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો મોટાભાગે લીંબુ પાણીનું સેવન વધારે પ્રમાણમાં કરે છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે. તેનાથી વજન પણ કંટ્રોલ કરી શકાય છે અને પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે, લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તો તમે આ ગરમીમાં કરો સેવન અને સ્વાસ્થ્યને રાખો સ્વસ્થ.