Vadodara: વૃદ્ધ મહિલાનો કાન કાપી દાગીનાની લૂંટ કરનાર બે આરોપી આણંદથી ઝડપાયા

વૃદ્ધ મહિલાનો કાન કાપી સોનાના દાગીનાની લૂંટ આણંદના બે રીઢા ગુનેગારને ઝડપી મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસ તપાસમાં હજી પણ અનેક ગુનાઓનો ઉકેલાઈ શકે છે ભેદ જિલ્લામાં અવારનવાર લૂંટની ઘટનાઓ સામે આવતી રહે છે. લૂંટારાઓ એકલતાનો ફાયદો ઉઠાવી અને વૃદ્ધોને નિશાન બનાવી લૂંટની ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના પાદરા તાલુકામાં સામે આવી હતી.પાદરામાં થોડા દિવસ અગાઉ ડભાસામાં એક વૃદ્ધ મહિલાનો કાન કાપી સોનાના ચાર તોલાના દાગીનાની લૂંટ કરનાર બે આરોપીની પોલીસે આણંદથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસે લૂંટનો મુદ્દામાલ અને લૂંટ દરમિયાન ઉપયોગમાં કરવામાં આવેલ બાઇક પણ પોલીસે કર્યુ જપ્ત. વૃદ્ધ મહિલા પર હુમલો કરી લૂંટારુઓ લૂંટ કરી ફરાર વડોદરાના ડભાસામાં થોડા દિવસ અગાઉ બે આરોપીને વૃદ્ધ મહિલાનો કાન કાપી રૂ. 2 લાખના 4 તોલા સોનાના દાગીનાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં વૃદ્ધ મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ત્યાર બાદ લૂંટની ઘટના અંગે વૃદ્ધ મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી હતી. પોલીસે લૂંટનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને લૂંટ કરનાર આરોપીઓ અંગે બાતમી મળતા આણંદના બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બન્ને આરોપીઓ પાસે લૂંટ સહિતનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. લૂંટ કરનાર બે આરોપીની ધરપકડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આણંદના બોરસદ તાલુકામાં એકતાનગર કોલોની ચોરા પાસે રહેતા વિષ્ણુ ઉર્ફે બુચીયો ચંદુભાઈ ચુનારા અને બોરસદના દેદરકા બસ સ્ટેન્ડ પાસે રહેતા ચંન્દ્રકાન્ત ઉર્ફે ચંદુ સુકાભાઈ ચુનારાને ઝડપી લીધા છે. LCBએ આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ અને લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બાઇક કબજે લેવામાં આવ્યું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે વધુ પુછપરછ અર્થે બન્ને આપીઓની ધરપકડ કરી પાદરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે. આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ પોલીસ સૂત્રો પાસેથી મળી માહિતી અનુંસાર બન્ને આરોપીઓની પ્રાથમિક પુછપરછ દરમિયાન અગાઉ પણ અન્ય ગુના સંડોવાયેલા હોવાનું અને ગુનાહિત ઈતિહાસ રહેલો હોવાનું જાણવા મળ્યું છે. પાદરા પોલીસે આરોપીઓનો કબજે મેળવી બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ અનેક ગુનોનો ભેદ ઉકેલાશે તેવી શક્યતા છે.

Vadodara: વૃદ્ધ મહિલાનો કાન કાપી દાગીનાની લૂંટ કરનાર બે આરોપી આણંદથી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વૃદ્ધ મહિલાનો કાન કાપી સોનાના દાગીનાની લૂંટ
  • આણંદના બે રીઢા ગુનેગારને ઝડપી મુદ્દામાલ કર્યો જપ્ત
  • પોલીસ તપાસમાં હજી પણ અનેક ગુનાઓનો ઉકેલાઈ શકે છે ભેદ

જિલ્લામાં અવારનવાર લૂંટની ઘટનાઓ સામે આવતી રહે છે. લૂંટારાઓ એકલતાનો ફાયદો ઉઠાવી અને વૃદ્ધોને નિશાન બનાવી લૂંટની ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના પાદરા તાલુકામાં સામે આવી હતી.પાદરામાં થોડા દિવસ અગાઉ ડભાસામાં એક વૃદ્ધ મહિલાનો કાન કાપી સોનાના ચાર તોલાના દાગીનાની લૂંટ કરનાર બે આરોપીની પોલીસે આણંદથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસે લૂંટનો મુદ્દામાલ અને લૂંટ દરમિયાન ઉપયોગમાં કરવામાં આવેલ બાઇક પણ પોલીસે કર્યુ જપ્ત.

વૃદ્ધ મહિલા પર હુમલો કરી લૂંટારુઓ લૂંટ કરી ફરાર

વડોદરાના ડભાસામાં થોડા દિવસ અગાઉ બે આરોપીને વૃદ્ધ મહિલાનો કાન કાપી રૂ. 2 લાખના 4 તોલા સોનાના દાગીનાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં વૃદ્ધ મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ત્યાર બાદ લૂંટની ઘટના અંગે વૃદ્ધ મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી હતી. પોલીસે લૂંટનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને લૂંટ કરનાર આરોપીઓ અંગે બાતમી મળતા આણંદના બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બન્ને આરોપીઓ પાસે લૂંટ સહિતનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

લૂંટ કરનાર બે આરોપીની ધરપકડ

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આણંદના બોરસદ તાલુકામાં એકતાનગર કોલોની ચોરા પાસે રહેતા વિષ્ણુ ઉર્ફે બુચીયો ચંદુભાઈ ચુનારા અને બોરસદના દેદરકા બસ સ્ટેન્ડ પાસે રહેતા ચંન્દ્રકાન્ત ઉર્ફે ચંદુ સુકાભાઈ ચુનારાને ઝડપી લીધા છે. LCBએ આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ અને લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બાઇક કબજે લેવામાં આવ્યું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે વધુ પુછપરછ અર્થે બન્ને આપીઓની ધરપકડ કરી પાદરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે.

આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ

પોલીસ સૂત્રો પાસેથી મળી માહિતી અનુંસાર બન્ને આરોપીઓની પ્રાથમિક પુછપરછ દરમિયાન અગાઉ પણ અન્ય ગુના સંડોવાયેલા હોવાનું અને ગુનાહિત ઈતિહાસ રહેલો હોવાનું જાણવા મળ્યું છે. પાદરા પોલીસે આરોપીઓનો કબજે મેળવી બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ અનેક ગુનોનો ભેદ ઉકેલાશે તેવી શક્યતા છે.