Rajkot News: સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન LLMની 8 ખાનગી કોલેજોની માન્યતા રદ્દ

સૌરાષ્ટ્ર યુનિ.ની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં નિર્ણયકોલેજોની માન્યતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના નિયમ વિરૂદ્ધ ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ આપેલી માન્યતા રદ્દ રાજકોટની જાણીતી અને સૌથી વિવાદિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 8 કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે. આજે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં આ કોલેજોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. અને બેઠક બાદ તમામ 8 કોલેજોની માન્યતા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના હાલના કાર્યકારી કુલપતિ ડૉ. નીલાંબરી દવે દ્વારા 8 કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે. બેઠકમાં ચર્ચા દરમિયાન માન્યતા રદ્દ કરવામાં આવેલ તમામ 8 કોલેજોની માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો વિરુદ્ધ હોવાનો ખુલાસો થયો હતો. તેમજ સામે આવ્યું હતું કે આ તમામ કોલેજોને ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ માન્યતા આપી હતી. મહત્વનું છે કે રદ્દ કરવામાં આવેલ 6 કોલેજોમાં 460 જેટલાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તમામ 460 વિદ્યાર્થીઓનો યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો જે કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે તેમ, રાજકોટની ગ્રેસ કોલેજ, જસદણની ક્રિષ્ના લો કોલેજ, પડધરીની આત્મીય કોલેજ, મોરબીની ગીતાંજલી કોલેજ, અમરેલીની એલ. ડી. ધાનાણી કોલેજ તેમજ લાઠીની ગાયત્રી ગુરુકૃપા લો કોલેજનો સમાવેશ થાય છે. 

Rajkot News: સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન LLMની 8 ખાનગી કોલેજોની માન્યતા રદ્દ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્ર યુનિ.ની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં નિર્ણય
  • કોલેજોની માન્યતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના નિયમ વિરૂદ્ધ
  • ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ આપેલી માન્યતા રદ્દ

રાજકોટની જાણીતી અને સૌથી વિવાદિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 8 કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે. આજે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં આ કોલેજોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. અને બેઠક બાદ તમામ 8 કોલેજોની માન્યતા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના હાલના કાર્યકારી કુલપતિ ડૉ. નીલાંબરી દવે દ્વારા 8 કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે. 

બેઠકમાં ચર્ચા દરમિયાન માન્યતા રદ્દ કરવામાં આવેલ તમામ 8 કોલેજોની માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો વિરુદ્ધ હોવાનો ખુલાસો થયો હતો. તેમજ સામે આવ્યું હતું કે આ તમામ કોલેજોને ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ માન્યતા આપી હતી. મહત્વનું છે કે રદ્દ કરવામાં આવેલ 6 કોલેજોમાં 460 જેટલાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તમામ 460 વિદ્યાર્થીઓનો યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

તો જે કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે તેમ, રાજકોટની ગ્રેસ કોલેજ, જસદણની ક્રિષ્ના લો કોલેજ, પડધરીની આત્મીય કોલેજ, મોરબીની ગીતાંજલી કોલેજ, અમરેલીની એલ. ડી. ધાનાણી કોલેજ તેમજ લાઠીની ગાયત્રી ગુરુકૃપા લો કોલેજનો સમાવેશ થાય છે.