Gujarat Rain : હવામાન વિભાગે રાજયમાં આજે ગાજવીજ સાથે વરસાદની કરી આગાહી

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વીજળીના ચમકારા સાથે મેઘગર્જનાની શક્યતા અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,તો અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો હવામાન વિભાગની આગાહી અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આજે યલો અને ઓરેન્જ એલર્ટ આજે ગુજરાતના દક્ષિણ ભાગના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ગુજરાત સિવાયના અન્ય ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વરસાદની સાથે પવન પણ ફૂંકાશે દરિયાકાંઠાના વિસ્તારમાં 35થી 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે તેને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન ફિશરમેન વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ ભાગોમાં મેઘો મહેરબાન થયો છે પરંતુ હજુ પણ મધ્ય ગુજરાતવાસીઓ સારા વરસાદથી વંચિત છે. ત્યારે હવામાન વિભાગે મધ્ય ગુજરાતવાસીઓ તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર માટે બે દિવસ બાદ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આજે સમગ્ર ગુજરાત રાજ્યભરમાં હળવાથી ભારે વીજળીના ચમકારા સાથે મેઘગર્જનાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

Gujarat Rain : હવામાન વિભાગે રાજયમાં આજે ગાજવીજ સાથે વરસાદની કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • વીજળીના ચમકારા સાથે મેઘગર્જનાની શક્યતા

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,તો અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.


આજે યલો અને ઓરેન્જ એલર્ટ

આજે ગુજરાતના દક્ષિણ ભાગના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ગુજરાત સિવાયના અન્ય ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું.

વરસાદની સાથે પવન પણ ફૂંકાશે

દરિયાકાંઠાના વિસ્તારમાં 35થી 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે તેને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન ફિશરમેન વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ ભાગોમાં મેઘો મહેરબાન થયો છે પરંતુ હજુ પણ મધ્ય ગુજરાતવાસીઓ સારા વરસાદથી વંચિત છે. ત્યારે હવામાન વિભાગે મધ્ય ગુજરાતવાસીઓ તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર માટે બે દિવસ બાદ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

આજે સમગ્ર ગુજરાત રાજ્યભરમાં હળવાથી ભારે વીજળીના ચમકારા સાથે મેઘગર્જનાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.