Surendranagar: ઝાલાવાડમાં જુગારના 11 સ્થળે દરોડા : કુલ 29 શખ્સો પકડાયા

પોલીસે ધ્રાંગધ્રાના, ગુંદા, થાન રોડ, દસાડાના ગવાણા અને સુરેન્દ્રનગર, રતનપર શહેરમાં દરોડા કર્યાપેટ્રોલિંગ દરમિયાન ગુંદા ગામે તળાવની પાળ ઉપર રમાતા જુગાર પર દરોડો કર્યો હતો તમામ સામે ચોટીલા પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છેસુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી, ચોટીલાના ઢોકળવા, ગુંદા, થાન રોડ, પાટડીના ગવાણા અને સુરેન્દ્રનગર, રતનપર શહેરમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એન.એચ.ચુડાસમા, સંજયભાઈ પાઠક સહિતનાઓએ નરાળી ગામે દરોડો કર્યો હતો. જેમાં વિરમભાઈ મેરાભાઈ કોળીના મકાન પાસે પ્લોટીંગમાં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાનાનો જુગાર રમતા ભરત બળદેવભાઈ ધામેચા, હકા સોંડાભાઈ રાણેવાડીયા, ચંદુ રણછોડભાઈ મુલાડીયા, સંજય મગનભાઈ મકવાણા, મનસુખ બાજુભાઈ ઝીંઝુવાડીયા, કાળુ રાજાભાઈ ઝાંપડા, રાકેશ શાર્દુળભાઈ ધામેચા રોકડા રૂ. 10,900 સાથે ઝડપાયા હતા. જયારે નાની મોલડી પોલીસે ઢોળકવાની સીમ વાડીના શેઢે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો કર્યો હતો. જેમાં હંસરાજ રઘુભાઈ ગાબુ, વલ્લભ મીઠાભાઈ જાદવ, વિઠ્ઠલ વેલાભાઈ કટેશીયા, રાયધન વીભાભાઈ ગાબુ, વાલા બચુભાઈ સાકરીયા અને નશા કાનાભાઈ મકવાણા રોકડા રૂપીયા 10,250 સાથે ઝડપાયા હતા. બીજી તરફ નાની મોલડી પોલીસ મથકના ભરતસીંહ પરમાર, હીતેશભાઈ માંડાણી સહિતનાઓએ પેટ્રોલિંગ દરમિયાન ગુંદા ગામે તળાવની પાળ ઉપર રમાતા જુગાર પર દરોડો કર્યો હતો. જેમાં વાઘુ મીઠાભાઈ ડાભી, જાલા હમીરભાઈ મકવાણા અને રાજુ ભનાભાઈ સાડમીયા જુગાર રમતા રોકડા રૂ. 4700 સાથે પકડાયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે જુગારની બાતમીને આધારે પતરાવાળી ચોક પાસે દરોડો કર્યો હતો. જેમાં મંગલમ પાન પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો વિષ્ણુ પ્રભુભાઈ વસવેલીયા પકડાયો હતો. જયારે આ જ વિસ્તારમાંથી બુટ ભવાની કોમ્પલેક્ષ પાસેથી નીર્મળનગરમાં રહેતો હર્ષદ ગણપતભાઈ ગુજ્જર વરલી મટકાનો જુગાર રમતો પકડાયો હતો. અને ચોટીલા-થાન રોડ પર આવેલ જય દ્વારકાધીશ હોટલ પાસે કાળાસરનો અક્ષયગીરી દિનેશગીરી ગોસ્વામી વરલી મટકાનો જુગાર રમતા ઝડપાયો હતો. બીજી તરફ દસાડા-ગવાણા રોડ પર બેલીમ હોટલ પાસે જાહેરમાં વરલીનો જુગાર રમતો ચંદુ તળશીભાઈ પરમાર ઝડપાયો હતો. આ ઉપરાંત શહેરના નર્મદા કવાટર્સ પાસેથી એ ડીવીઝન પોલીસના મહાવીરસીંહ બારડ, અશ્વીનભાઈ સહિતનાઓના હાથે ગુડદી પાસાનો જુગાર રમતા નારાયણ ઉર્ફે ભુરો છેલાભાઈ ધ્રાંગીયા અને કીશોર હીરાભાઈ સુરેલા ઝડપાયા હતા. જયારે પતરાવાળી ચોકમાંથી વરલીનો જુગાર રમતો રણજીતસીંહ માવસીંહ ઝાલા ઝડપાયો હતો. બીજી તરફ જોરાવરનગર પોલીસે આઈપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની મેચ પર સટ્ટો રમતા રતનપરના શકતીનગર વિસ્તારમાં રહેતા ખોડા ઉર્ફે ખોડીદાસ કેશુભાઈ ગોહિલને રોકડા રૂ. 11,130 સાથે પકડી લીધો હતો. આ ઉપરાંત ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ ટીમના ભરતસીંહ પરમાર, નીકુલસીંહ ઝાલા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન ઢોકળવાની સીમમાં ભાભલુભાઈ વાસ્કુરભાઈ ખાચરની વાડીના શેઢે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં જુગાર રમતા દેવશી મોહનભાઈ ચાવડા, બાબુ પાંચાભાઈ ગાબુ, દેવશી જહાભાઈ સાકળીયા, હકા ગાંડાભાઈ વેજીયા અને મગન શીવાભાઈ જતાપરા રોકડા રૂ. 13,620 સાથે ઝડપાયા હતા. આ તમામ સામે ચોટીલા પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Surendranagar: ઝાલાવાડમાં જુગારના 11 સ્થળે દરોડા : કુલ 29 શખ્સો પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે ધ્રાંગધ્રાના, ગુંદા, થાન રોડ, દસાડાના ગવાણા અને સુરેન્દ્રનગર, રતનપર શહેરમાં દરોડા કર્યા
  • પેટ્રોલિંગ દરમિયાન ગુંદા ગામે તળાવની પાળ ઉપર રમાતા જુગાર પર દરોડો કર્યો હતો
  • તમામ સામે ચોટીલા પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી, ચોટીલાના ઢોકળવા, ગુંદા, થાન રોડ, પાટડીના ગવાણા અને સુરેન્દ્રનગર, રતનપર શહેરમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એન.એચ.ચુડાસમા, સંજયભાઈ પાઠક સહિતનાઓએ નરાળી ગામે દરોડો કર્યો હતો. જેમાં વિરમભાઈ મેરાભાઈ કોળીના મકાન પાસે પ્લોટીંગમાં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાનાનો જુગાર રમતા ભરત બળદેવભાઈ ધામેચા, હકા સોંડાભાઈ રાણેવાડીયા, ચંદુ રણછોડભાઈ મુલાડીયા, સંજય મગનભાઈ મકવાણા, મનસુખ બાજુભાઈ ઝીંઝુવાડીયા, કાળુ રાજાભાઈ ઝાંપડા, રાકેશ શાર્દુળભાઈ ધામેચા રોકડા રૂ. 10,900 સાથે ઝડપાયા હતા. જયારે નાની મોલડી પોલીસે ઢોળકવાની સીમ વાડીના શેઢે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો કર્યો હતો. જેમાં હંસરાજ રઘુભાઈ ગાબુ, વલ્લભ મીઠાભાઈ જાદવ, વિઠ્ઠલ વેલાભાઈ કટેશીયા, રાયધન વીભાભાઈ ગાબુ, વાલા બચુભાઈ સાકરીયા અને નશા કાનાભાઈ મકવાણા રોકડા રૂપીયા 10,250 સાથે ઝડપાયા હતા. બીજી તરફ નાની મોલડી પોલીસ મથકના ભરતસીંહ પરમાર, હીતેશભાઈ માંડાણી સહિતનાઓએ પેટ્રોલિંગ દરમિયાન ગુંદા ગામે તળાવની પાળ ઉપર રમાતા જુગાર પર દરોડો કર્યો હતો. જેમાં વાઘુ મીઠાભાઈ ડાભી, જાલા હમીરભાઈ મકવાણા અને રાજુ ભનાભાઈ સાડમીયા જુગાર રમતા રોકડા રૂ. 4700 સાથે પકડાયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે જુગારની બાતમીને આધારે પતરાવાળી ચોક પાસે દરોડો કર્યો હતો. જેમાં મંગલમ પાન પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો વિષ્ણુ પ્રભુભાઈ વસવેલીયા પકડાયો હતો. જયારે આ જ વિસ્તારમાંથી બુટ ભવાની કોમ્પલેક્ષ પાસેથી નીર્મળનગરમાં રહેતો હર્ષદ ગણપતભાઈ ગુજ્જર વરલી મટકાનો જુગાર રમતો પકડાયો હતો. અને ચોટીલા-થાન રોડ પર આવેલ જય દ્વારકાધીશ હોટલ પાસે કાળાસરનો અક્ષયગીરી દિનેશગીરી ગોસ્વામી વરલી મટકાનો જુગાર રમતા ઝડપાયો હતો. બીજી તરફ દસાડા-ગવાણા રોડ પર બેલીમ હોટલ પાસે જાહેરમાં વરલીનો જુગાર રમતો ચંદુ તળશીભાઈ પરમાર ઝડપાયો હતો. આ ઉપરાંત શહેરના નર્મદા કવાટર્સ પાસેથી એ ડીવીઝન પોલીસના મહાવીરસીંહ બારડ, અશ્વીનભાઈ સહિતનાઓના હાથે ગુડદી પાસાનો જુગાર રમતા નારાયણ ઉર્ફે ભુરો છેલાભાઈ ધ્રાંગીયા અને કીશોર હીરાભાઈ સુરેલા ઝડપાયા હતા. જયારે પતરાવાળી ચોકમાંથી વરલીનો જુગાર રમતો રણજીતસીંહ માવસીંહ ઝાલા ઝડપાયો હતો. બીજી તરફ જોરાવરનગર પોલીસે આઈપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની મેચ પર સટ્ટો રમતા રતનપરના શકતીનગર વિસ્તારમાં રહેતા ખોડા ઉર્ફે ખોડીદાસ કેશુભાઈ ગોહિલને રોકડા રૂ. 11,130 સાથે પકડી લીધો હતો. આ ઉપરાંત ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ ટીમના ભરતસીંહ પરમાર, નીકુલસીંહ ઝાલા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન ઢોકળવાની સીમમાં ભાભલુભાઈ વાસ્કુરભાઈ ખાચરની વાડીના શેઢે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં જુગાર રમતા દેવશી મોહનભાઈ ચાવડા, બાબુ પાંચાભાઈ ગાબુ, દેવશી જહાભાઈ સાકળીયા, હકા ગાંડાભાઈ વેજીયા અને મગન શીવાભાઈ જતાપરા રોકડા રૂ. 13,620 સાથે ઝડપાયા હતા. આ તમામ સામે ચોટીલા પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.