છોટાઉદેપુરના નારણ રાઠવા ખોટા કામથી બચવા ભાજપમાં જોડાયા : અર્જુન રાઠવા

અર્જુન રાઠવાના પરસોત્તમ રૂપાલા અને નારણ રાઠવા પર પ્રહાર રૂપાલાએ આદિવાસી માટે પણ કર્યું હતું વિવાદિત નિવેદન : અર્જુન રાઠવા ભાજપમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે : અર્જુન રાઠવા લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલુ થઈ ગયો છે, ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર પણ શરૂ થઈ ગયો છે. છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસના કાર્યકરો ઠેર ઠેર સભાઓ, મિટીંગો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના આગેવાન અર્જુન રાઠવાએ નારણ રાઠવા સામે પ્રશ્નો ઉભા કર્યા છે.અર્જુન રાઠવાએ નારણ રાઠવા સામે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા મુદ્દે નિવેદન આપ્યા કહ્યું કે,અત્યારે જે ટ્રેન્ડ છે, જેમા લોકોને દબાવવામાં આવે છે, લોભ લાલચ છે,તેવા નેતાઓ અન્ય પાર્ટીઓમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે. હું આપમાં પ્રદેશ કક્ષાનો નેતા હતો, મને થયું કે આ તાનાશાહી સરકાર છે, ભ્રષ્ટ સરકાર છે.હું લડવા માટે કોગ્રેસમાં જોડાયો છોટાઉદેપુરમાં નકલી કચેરી જેવા કૌભાંડમાં આદિવાસીઓના 50 કરોડ જેટલા રૂપિયા ખવાયા છે, તેવા સંજોગોમાં કોઈકે લડવું જોઈએ. અને હું લડવા માટે આપ છોડીને કોંગ્રેસમાં જોડાયો અને નારણભાઈ કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ જૂના નેતા 5 વખત સાંસદ, એક વખતના મંત્રી અને અત્યારે રાજ્યસભાના સભ્ય હતા. એ આ બધા જ પ્રશ્નો જાણે છે. એ જાણે છે કે શિક્ષણ,આરોગ્ય, રોજગારીનો હાલત ખરાબ છે છતાં પણ જ્યારે લડવાનો સમય આવ્યો ત્યારે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા. જે ખૂબ જ કમનસીબ બાબત છે.લોકો માટે લડવાનો સમય છે ત્યારે કોઈ વ્યક્તિ પોતે લાલચમાં અથવા કોઈ પોતાનાજ કોઈ ખોટા કામ થયા છે એનાથી બચવા માટે આ ભાજપમાં જોડાયા. નારણભાઇએ શું થયું છે એ સ્પષ્ટ કરવું જોઈએ.કે શું મજબૂરી રહી છે ? શું લોભ લાલચ રહી છે ? શું કહ્યું રૂપાલા વિશે અર્જુન રાઠવાએ પુરુષોત્તમ રૂપાલા નિવેદન મુદ્દે કહ્યું કે આટલા સિનિયર નેતા એક સમાજ વિશે એલફેલ બોલ્યા તે કમનસીબ બાબત છે,તેઓ આદિવાસી વિશે પણ ખરાબ બોલ્યા,તેઓ છોટા ઉદેપુરના આદિવાસીઓ વિશે એમ બોલ્યાં કે આદિવાસીઓને રોજ સાંજે પીધા વગર ચાલતું નથી એટલા માટે વિકાસ થતો નથી. એમને ધ્યાન રાખવું જોઈએ કે આદિવાસી વિસ્તારમાં 50 કરોડ રૂપિયા જેટલું કૌભાંડ થાય છે, નકલી કચેરી કૌભાંડમાં આદિવાસી વિસ્તારમાં તમે પાણી નથી આપતા, શિક્ષણ નથી આપતા,આરોગ્યની વ્યવસ્થા નથી આપતા.યુવાનોને રોજગારી નથી આપતા એ વાત ન કરવી પડે એ માટે આ પ્રકારના ફાલતુ વિવાદાસ્પદ નિવેદન રૂપાલાજી કરે છે. એ એમને નહિ કરવા જોઈએ. માર મારવાની વાત ખોટી અર્જુન રાઠવાએ ભાજપ સંગઠનના પ્રમુખને માર મારવાની વાત કરતા ભાજપના જીલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ માર મારવાની વાતને ખોટી ગણાવી છે. અને કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. એમને જીતવાના કોઈ ચાન્સ દેખાતા નથી,ભાજપ ભારે બહુમતીથી જીતવાની છે. આ બધું જોઈને કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે. અને એમને વ્યક્તિગત આક્ષેપ પર આ લોકો ઉતરી આવ્યા છે. ભાજપના પ્રમુખ તરીકે, સંગઠનના આગેવાન તરીકે અમારા ઉમેદવાર સંગઠનના કહ્યા પ્રમાણે દરેક જગ્યાએ હાજર રહે છે.સંગઠન એમની સાથે તાલ મિલાવીને પ્રોગ્રામ કરી રહી છે.કોઈપણ જાતના ઉમેદવાર અથવા તો સંગઠનના કોઈ કાર્યકર્તા વચ્ચે મતભેદ નથી.આવો કોઈ બનાવ આજસુધી બનેલ નથી આ ખોટી ઉપજાવી કાઢેલી બાબત સોશ્યલ મીડિયા પર ચલાવી ગેરમાર્ગે આ વિસ્તારના લોકોને દોરવા માંગે છે.

છોટાઉદેપુરના નારણ રાઠવા ખોટા કામથી બચવા ભાજપમાં જોડાયા : અર્જુન રાઠવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અર્જુન રાઠવાના પરસોત્તમ રૂપાલા અને નારણ રાઠવા પર પ્રહાર
  • રૂપાલાએ આદિવાસી માટે પણ કર્યું હતું વિવાદિત નિવેદન : અર્જુન રાઠવા
  • ભાજપમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે : અર્જુન રાઠવા

લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલુ થઈ ગયો છે, ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર પણ શરૂ થઈ ગયો છે. છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસના કાર્યકરો ઠેર ઠેર સભાઓ, મિટીંગો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના આગેવાન અર્જુન રાઠવાએ નારણ રાઠવા સામે પ્રશ્નો ઉભા કર્યા છે.અર્જુન રાઠવાએ નારણ રાઠવા સામે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા મુદ્દે નિવેદન આપ્યા કહ્યું કે,અત્યારે જે ટ્રેન્ડ છે, જેમા લોકોને દબાવવામાં આવે છે, લોભ લાલચ છે,તેવા નેતાઓ અન્ય પાર્ટીઓમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે. હું આપમાં પ્રદેશ કક્ષાનો નેતા હતો, મને થયું કે આ તાનાશાહી સરકાર છે, ભ્રષ્ટ સરકાર છે.

હું લડવા માટે કોગ્રેસમાં જોડાયો

છોટાઉદેપુરમાં નકલી કચેરી જેવા કૌભાંડમાં આદિવાસીઓના 50 કરોડ જેટલા રૂપિયા ખવાયા છે, તેવા સંજોગોમાં કોઈકે લડવું જોઈએ. અને હું લડવા માટે આપ છોડીને કોંગ્રેસમાં જોડાયો અને નારણભાઈ કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ જૂના નેતા 5 વખત સાંસદ, એક વખતના મંત્રી અને અત્યારે રાજ્યસભાના સભ્ય હતા. એ આ બધા જ પ્રશ્નો જાણે છે. એ જાણે છે કે શિક્ષણ,આરોગ્ય, રોજગારીનો હાલત ખરાબ છે છતાં પણ જ્યારે લડવાનો સમય આવ્યો ત્યારે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા. જે ખૂબ જ કમનસીબ બાબત છે.લોકો માટે લડવાનો સમય છે ત્યારે કોઈ વ્યક્તિ પોતે લાલચમાં અથવા કોઈ પોતાનાજ કોઈ ખોટા કામ થયા છે એનાથી બચવા માટે આ ભાજપમાં જોડાયા. નારણભાઇએ શું થયું છે એ સ્પષ્ટ કરવું જોઈએ.કે શું મજબૂરી રહી છે ? શું લોભ લાલચ રહી છે ?

શું કહ્યું રૂપાલા વિશે

અર્જુન રાઠવાએ પુરુષોત્તમ રૂપાલા નિવેદન મુદ્દે કહ્યું કે આટલા સિનિયર નેતા એક સમાજ વિશે એલફેલ બોલ્યા તે કમનસીબ બાબત છે,તેઓ આદિવાસી વિશે પણ ખરાબ બોલ્યા,તેઓ છોટા ઉદેપુરના આદિવાસીઓ વિશે એમ બોલ્યાં કે આદિવાસીઓને રોજ સાંજે પીધા વગર ચાલતું નથી એટલા માટે વિકાસ થતો નથી. એમને ધ્યાન રાખવું જોઈએ કે આદિવાસી વિસ્તારમાં 50 કરોડ રૂપિયા જેટલું કૌભાંડ થાય છે, નકલી કચેરી કૌભાંડમાં આદિવાસી વિસ્તારમાં તમે પાણી નથી આપતા, શિક્ષણ નથી આપતા,આરોગ્યની વ્યવસ્થા નથી આપતા.યુવાનોને રોજગારી નથી આપતા એ વાત ન કરવી પડે એ માટે આ પ્રકારના ફાલતુ વિવાદાસ્પદ નિવેદન રૂપાલાજી કરે છે. એ એમને નહિ કરવા જોઈએ.

માર મારવાની વાત ખોટી

અર્જુન રાઠવાએ ભાજપ સંગઠનના પ્રમુખને માર મારવાની વાત કરતા ભાજપના જીલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ માર મારવાની વાતને ખોટી ગણાવી છે. અને કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. એમને જીતવાના કોઈ ચાન્સ દેખાતા નથી,ભાજપ ભારે બહુમતીથી જીતવાની છે. આ બધું જોઈને કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે. અને એમને વ્યક્તિગત આક્ષેપ પર આ લોકો ઉતરી આવ્યા છે. ભાજપના પ્રમુખ તરીકે, સંગઠનના આગેવાન તરીકે અમારા ઉમેદવાર સંગઠનના કહ્યા પ્રમાણે દરેક જગ્યાએ હાજર રહે છે.સંગઠન એમની સાથે તાલ મિલાવીને પ્રોગ્રામ કરી રહી છે.કોઈપણ જાતના ઉમેદવાર અથવા તો સંગઠનના કોઈ કાર્યકર્તા વચ્ચે મતભેદ નથી.આવો કોઈ બનાવ આજસુધી બનેલ નથી આ ખોટી ઉપજાવી કાઢેલી બાબત સોશ્યલ મીડિયા પર ચલાવી ગેરમાર્ગે આ વિસ્તારના લોકોને દોરવા માંગે છે.