Bharuch: ભરૂચ જિલ્લા અને તાલુકા કક્ષાએ વિશ્વ વસ્તી દિવસની રેલી યોજાશે

ભરૂચ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાશેત્રણ પૈકી પ્રથમ તબક્કામાં કુટુંબ નિયોજનનો પ્રચાર કરાયો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિશ્વ વસ્તી દીવસની રેલીનું આયોજન પણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસ 2024 ની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી કરવમાં આવી રહી છે. વિશ્વ વસ્તી દિવસની ત્રણ તબક્કામાં થનારી ઉજવણી પૈકી પ્રથમ તબક્કામાં કુટુંબ નિયોજનની કાયમી અને બિનકાયમી પધ્ધતિના પ્રચાર-પ્રસાર માટે વિવિધ સામગ્રી તૈયાર કરાવી તેના વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. તા.11 જુલાઈના રોજ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિશ્વ વસ્તી દીવસની રેલીનું આયોજન પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગર્ભનિરોધક પધ્ધતિ માટે દંપત્તિઓનું કાઉન્સિલીંગ દ્વારા કુટુંબ નિયોજન પધ્ધતિ માટે તૈયાર થયેલ દંપત્તિઓને સેવા પુરી પાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલોમાં કાયમી અને બિનકાયમી પધ્ધતિઓના કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે અને ચોથા તબક્કામાં સારી કામગીરી કરનાર કર્મચારીઓને પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

Bharuch: ભરૂચ જિલ્લા અને તાલુકા કક્ષાએ વિશ્વ વસ્તી દિવસની રેલી યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભરૂચ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાશે
  • ત્રણ પૈકી પ્રથમ તબક્કામાં કુટુંબ નિયોજનનો પ્રચાર કરાયો
  • જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિશ્વ વસ્તી દીવસની રેલીનું આયોજન પણ કરવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસ 2024 ની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી કરવમાં આવી રહી છે.

વિશ્વ વસ્તી દિવસની ત્રણ તબક્કામાં થનારી ઉજવણી પૈકી પ્રથમ તબક્કામાં કુટુંબ નિયોજનની કાયમી અને બિનકાયમી પધ્ધતિના પ્રચાર-પ્રસાર માટે વિવિધ સામગ્રી તૈયાર કરાવી તેના વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. તા.11 જુલાઈના રોજ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિશ્વ વસ્તી દીવસની રેલીનું આયોજન પણ કરવામાં આવશે.

આ ઉપરાંત ગર્ભનિરોધક પધ્ધતિ માટે દંપત્તિઓનું કાઉન્સિલીંગ દ્વારા કુટુંબ નિયોજન પધ્ધતિ માટે તૈયાર થયેલ દંપત્તિઓને સેવા પુરી પાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલોમાં કાયમી અને બિનકાયમી પધ્ધતિઓના કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે અને ચોથા તબક્કામાં સારી કામગીરી કરનાર કર્મચારીઓને પ્રોત્સાહન પણ આપવામાં આવશે.