Bhavnagar News: સુભાષનગર હમીરજી પાર્ક પાસે મારામારી, માતા-પુત્રીને ઢોર માર મરાયો

આવાસ યોજનાના M બ્લોકમાં થઈ મારામારી આવાસ યોજનાના પ્રમુખ, ઉપ પ્રમુખે માર્યો માર સીસીટીવી ફૂટેજ ન મળતા વિવાદ વકર્યોભાવનગર શહેરના સુભાષનગર હમીરજી પાર્ક પાસે આવેલી આવાસ યોજનામાં મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનાની વિગત એવી છે કે ગાડીમાંથી ચોરાયેલી બેટરીના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે આવાસ યોજનાના પ્રમુખ પાસે માંગણી કરવામાં આવી હતી. આ માંગણી બાદ પણ સીસીટીવી ફૂટેજ મળ્યા ન હતા અને વિવાદ વકર્યો હતો. એમ બ્લોકમાં મારામારીની ઘટના ઉલ્લેખનીય છે કે આવાસ યોજનાના એમ બ્લોકમાં મારામારીની ઘટના સામે આવી છે. જેમાં આવાસ યોજના પ્રમુખ,ઉપપ્રમુખ,તેમજ અન્ય શખ્સો મળીને માતા અને પુત્રીને ઢોર મારા મારી રહ્યા છે. માતા પુત્રીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવાસ યોજનાના પ્રમુખ સહિતના લોકો પણ મહિલાઓ પર હાથ ઉઠાવી રહ્યા છે. આ સમયે પ્રશ્ન એ થાય કે હવે ફરિયાદ કરવી તો કોને કરવી. સીસીટીવી ફૂટેજ મેળવવાને લઈને થઈ હતી બબાલ ગાડીમાંથી ચોરાયેલી બેટરીના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે આવાસ યોજનાના પ્રમુખ પાસે માંગણી કરવામાં આવી. પરંતુ તેઓએ ફૂટેજ આપવાની મનાઈ કરી દીધી હતી. આ પછી વિવાદ વધ્યો અને વિવાદ બાદ ઘોઘા રોડ પોલીસ પંથકમાં આવાસ યોજનાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના લોકો સામે અરજી આપતા માતા-પુત્રીને ઢોર માર મારવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ઘોઘારોડ પોલીસ મથકના પી.આઈએ 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 

Bhavnagar News: સુભાષનગર હમીરજી પાર્ક પાસે મારામારી, માતા-પુત્રીને ઢોર માર મરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવાસ યોજનાના M બ્લોકમાં થઈ મારામારી
  • આવાસ યોજનાના પ્રમુખ, ઉપ પ્રમુખે માર્યો માર
  • સીસીટીવી ફૂટેજ ન મળતા વિવાદ વકર્યો

ભાવનગર શહેરના સુભાષનગર હમીરજી પાર્ક પાસે આવેલી આવાસ યોજનામાં મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનાની વિગત એવી છે કે ગાડીમાંથી ચોરાયેલી બેટરીના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે આવાસ યોજનાના પ્રમુખ પાસે માંગણી કરવામાં આવી હતી. આ માંગણી બાદ પણ સીસીટીવી ફૂટેજ મળ્યા ન હતા અને વિવાદ વકર્યો હતો.

એમ બ્લોકમાં મારામારીની ઘટના 

ઉલ્લેખનીય છે કે આવાસ યોજનાના એમ બ્લોકમાં મારામારીની ઘટના સામે આવી છે. જેમાં આવાસ યોજના પ્રમુખ,ઉપપ્રમુખ,તેમજ અન્ય શખ્સો મળીને માતા અને પુત્રીને ઢોર મારા મારી રહ્યા છે. માતા પુત્રીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવાસ યોજનાના પ્રમુખ સહિતના લોકો પણ મહિલાઓ પર હાથ ઉઠાવી રહ્યા છે. આ સમયે પ્રશ્ન એ થાય કે હવે ફરિયાદ કરવી તો કોને કરવી.

સીસીટીવી ફૂટેજ મેળવવાને લઈને થઈ હતી બબાલ

ગાડીમાંથી ચોરાયેલી બેટરીના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે આવાસ યોજનાના પ્રમુખ પાસે માંગણી કરવામાં આવી. પરંતુ તેઓએ ફૂટેજ આપવાની મનાઈ કરી દીધી હતી. આ પછી વિવાદ વધ્યો અને વિવાદ બાદ ઘોઘા રોડ પોલીસ પંથકમાં આવાસ યોજનાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના લોકો સામે અરજી આપતા માતા-પુત્રીને ઢોર માર મારવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ઘોઘારોડ પોલીસ મથકના પી.આઈએ 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.