RupalaVsKshtriya:ક્ષત્રિય સમાજમાં ફાંટા, કાઠી સમાજે કહ્યું, મોદી સામે બધું ગૌણ, જુઓ Video

ચોટીલા, અમરેલી, બોટાદ કાઠી ક્ષત્રિય સમાજનું ભાજપને સમર્થન PM પદે નરેન્દ્રભાઇ ફરી આવે એટલે સમર્થનઃ શિવરાજજીતદેશમાં રામ રાજ્ય લાવવા માટે PM મોદીને ટેકોઃ શિવરાજજીતરૂપાલા માટેના વિવાદમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે મન, વચન, કર્મથી જોડાયેલા છીએ અને તેમણે ઉભા રાખેલા તમામ ઉમેદવારોને અમે મદદ કરીશું. અગ્રણીઓએ કહ્યું કે નરેન્દ્ર મોદીની વાત હોય તો બીજા પ્રશ્નો ગૌણ બની જાય છે. જેના સાથે જ ક્ષત્રિય સમાજના વિવાદમાં નવો વળાંક જોવા મળી રહ્યો છે.ક્ષત્રિય સમાજને સમજાવવા માટે સૌ કોઈ મેદાને એક તરફ રુપાલાના નિવેદન બાદ સર્જાયેલા વિવાદમાં આજે સંત સમાજ પણ આગળ આવ્યો હતો અને બંને પક્ષો વચ્ચે સમાધાન થાય તેવી અપીલ કરી હતી. બીજી તરફ વીએચપીએ પણ સમાધાનની વાત કરી હતી. હવે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ પણ આગળ આવ્યો છે.પીએમ મોદીને જીતાડવા અમારો ધર્મ જેના સાથે જ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને આ નિર્ણય લેવામાં કોઈ જાતનું દબાણ નથી, સૌએ મળીને નિર્ણય લીધો છે. જયારે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવે ત્યારે બાકી બધા જ પ્રશ્નો ગૌણ બની જાય છે. પીએમ મોદીએ જે ઉમેદવાર ઉભા રાખ્યાં છે એમને જીતાડવા અમારો ધર્મ છે. કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે અને રહેશે. કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા હિન્દુત્ત્વ સાથે રહ્યો છે. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે પરષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે અને એ વિવાદ માફી સાથે જ પૂરો થાય છે. ચોટીલા, અમરેલી, બોટાદ, રાજુલા, રાજકોટ, જુનાગઢ સહિતના કાઠી ક્ષત્રિય આગેવાનોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

RupalaVsKshtriya:ક્ષત્રિય સમાજમાં ફાંટા, કાઠી સમાજે કહ્યું, મોદી સામે બધું ગૌણ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોટીલા, અમરેલી, બોટાદ કાઠી ક્ષત્રિય સમાજનું ભાજપને સમર્થન
  • PM પદે નરેન્દ્રભાઇ ફરી આવે એટલે સમર્થનઃ શિવરાજજીત
  • દેશમાં રામ રાજ્ય લાવવા માટે PM મોદીને ટેકોઃ શિવરાજજીત

રૂપાલા માટેના વિવાદમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે મન, વચન, કર્મથી જોડાયેલા છીએ અને તેમણે ઉભા રાખેલા તમામ ઉમેદવારોને અમે મદદ કરીશું. અગ્રણીઓએ કહ્યું કે નરેન્દ્ર મોદીની વાત હોય તો બીજા પ્રશ્નો ગૌણ બની જાય છે. જેના સાથે જ ક્ષત્રિય સમાજના વિવાદમાં નવો વળાંક જોવા મળી રહ્યો છે.

ક્ષત્રિય સમાજને સમજાવવા માટે સૌ કોઈ મેદાને

એક તરફ રુપાલાના નિવેદન બાદ સર્જાયેલા વિવાદમાં આજે સંત સમાજ પણ આગળ આવ્યો હતો અને બંને પક્ષો વચ્ચે સમાધાન થાય તેવી અપીલ કરી હતી. બીજી તરફ વીએચપીએ પણ સમાધાનની વાત કરી હતી. હવે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ પણ આગળ આવ્યો છે.

પીએમ મોદીને જીતાડવા અમારો ધર્મ

જેના સાથે જ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને આ નિર્ણય લેવામાં કોઈ જાતનું દબાણ નથી, સૌએ મળીને નિર્ણય લીધો છે. જયારે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવે ત્યારે બાકી બધા જ પ્રશ્નો ગૌણ બની જાય છે. પીએમ મોદીએ જે ઉમેદવાર ઉભા રાખ્યાં છે એમને જીતાડવા અમારો ધર્મ છે. કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે અને રહેશે. કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા હિન્દુત્ત્વ સાથે રહ્યો છે.

કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે પરષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે અને એ વિવાદ માફી સાથે જ પૂરો થાય છે. ચોટીલા, અમરેલી, બોટાદ, રાજુલા, રાજકોટ, જુનાગઢ સહિતના કાઠી ક્ષત્રિય આગેવાનોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે.