Ahmedabad News : અમદાવાદમાં ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં

રૂપાલાના વિરુદ્ધમાં અમદાવાદમાં ઠેર-ઠેર પોસ્ટર લાગ્યા ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધીના લાગ્યા પોસ્ટર રૂપાલાની ટિકિટ રદ કરવાની લડત બની વધુ ઉગ્ર રૂપાલાનો વિવાદ વકરી રહ્યો છે,તો બીજી તરફ રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો છે,ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકીટ રદ કરો તે રૂપાલા સામે ક્ષત્રિય સમાજ કઈ પણ રીતે લડી લેવાના મૂડમાં છે.અમદાવાદમાં પણ હવે વિરોધ શરૂ થઈ ગયો છે,ચાંદખેડા ગામમાં ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોના પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા છે,તો નરોડા અને ખોખરામાં રૂપાલા વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે. ભરૂચમાં પણ લાગ્યા પોસ્ટરો ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામેના વિરોધની આગ વધુને વધુ ફેલાઇ રહી છે. ભાજપ પણ રૂપાલાની ટિકિટ પાછી ખેંચતું નહિ હોવાથી રાજપૂત સમાજે આંદોલનને ઉગ્ર બનાવી દીધું છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ રાજપૂત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. રાજપૂત સમાજની વસતી ધરાવતાં ગામોમાં ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનર લગાવી દીધાં છે. તિલકવાડા તાલુકાના જલોદરા અને વજેરીયા ગામમાં રહેતો રાજપૂત સમાજ પણ રૂપાલાના વિરોધમાં આગળ આવ્યો છે. ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનર સાથે નારેબાજી કરી રૂપાલાની ટિકિટ પાછી ખેચવાની માગ કરાઇ હતી. ભરૂચ તાલુકાના તવરા ગામમાં પણ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે. તેમજ જ્યાં સુધી તેમની ટિકિટ ન કપાય ત્યાં સુધી ગામમાં ભાજપના આગેવાનોને પ્રવેશ ન કરવાના બેનર લગાવ્યાં છે. ભાજપ નેતા ભરત બોઘરાએ કર્યો હતો ખુલાસો રૂપાલા ટિપ્પણી વિવાદને લઈને હવે હાઈકમાન્ડ આખોય મામલો હાથમાં લીધો છે. ક્ષત્રિયોને આગળ ધરીને ભાજપને ભીંસમાં મૂકનારાં અસંતુષ્ટ નેતાઓ હાઈકમાન્ડના રડારમાં આવ્યા છે. આ જોતાં જ શિસ્તભંગના પગલાં લેવાય તેવી ભીતિને પગલે ભાજપના નેતાઓ જાતે જ ખુલાસા કર્યા હતા, ભરત બોઘરાનું કહેવુ છે કે,આ આખાય પ્રકરણમાં મારી કોઈ ભૂમિકા નથી. જો મારી ભૂમિકા સાબિત થાય તો હું રાજકારણ છોડી દઈશ. બે દિવસ પહેલાં જ રાજકોટમાં આવુ જ નિવેદન આપતા ભાજપના નેતા ડો.ભરત બોઘરા ખુદ શંકાના દાયરામાં આવ્યા છે.

Ahmedabad News : અમદાવાદમાં ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂપાલાના વિરુદ્ધમાં અમદાવાદમાં ઠેર-ઠેર પોસ્ટર લાગ્યા
  • ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધીના લાગ્યા પોસ્ટર
  • રૂપાલાની ટિકિટ રદ કરવાની લડત બની વધુ ઉગ્ર

રૂપાલાનો વિવાદ વકરી રહ્યો છે,તો બીજી તરફ રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો છે,ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકીટ રદ કરો તે રૂપાલા સામે ક્ષત્રિય સમાજ કઈ પણ રીતે લડી લેવાના મૂડમાં છે.અમદાવાદમાં પણ હવે વિરોધ શરૂ થઈ ગયો છે,ચાંદખેડા ગામમાં ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોના પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા છે,તો નરોડા અને ખોખરામાં રૂપાલા વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે.

ભરૂચમાં પણ લાગ્યા પોસ્ટરો

ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામેના વિરોધની આગ વધુને વધુ ફેલાઇ રહી છે. ભાજપ પણ રૂપાલાની ટિકિટ પાછી ખેંચતું નહિ હોવાથી રાજપૂત સમાજે આંદોલનને ઉગ્ર બનાવી દીધું છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ રાજપૂત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. રાજપૂત સમાજની વસતી ધરાવતાં ગામોમાં ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનર લગાવી દીધાં છે. તિલકવાડા તાલુકાના જલોદરા અને વજેરીયા ગામમાં રહેતો રાજપૂત સમાજ પણ રૂપાલાના વિરોધમાં આગળ આવ્યો છે. ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનર સાથે નારેબાજી કરી રૂપાલાની ટિકિટ પાછી ખેચવાની માગ કરાઇ હતી. ભરૂચ તાલુકાના તવરા ગામમાં પણ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે. તેમજ જ્યાં સુધી તેમની ટિકિટ ન કપાય ત્યાં સુધી ગામમાં ભાજપના આગેવાનોને પ્રવેશ ન કરવાના બેનર લગાવ્યાં છે.


ભાજપ નેતા ભરત બોઘરાએ કર્યો હતો ખુલાસો

રૂપાલા ટિપ્પણી વિવાદને લઈને હવે હાઈકમાન્ડ આખોય મામલો હાથમાં લીધો છે. ક્ષત્રિયોને આગળ ધરીને ભાજપને ભીંસમાં મૂકનારાં અસંતુષ્ટ નેતાઓ હાઈકમાન્ડના રડારમાં આવ્યા છે. આ જોતાં જ શિસ્તભંગના પગલાં લેવાય તેવી ભીતિને પગલે ભાજપના નેતાઓ જાતે જ ખુલાસા કર્યા હતા, ભરત બોઘરાનું કહેવુ છે કે,આ આખાય પ્રકરણમાં મારી કોઈ ભૂમિકા નથી. જો મારી ભૂમિકા સાબિત થાય તો હું રાજકારણ છોડી દઈશ. બે દિવસ પહેલાં જ રાજકોટમાં આવુ જ નિવેદન આપતા ભાજપના નેતા ડો.ભરત બોઘરા ખુદ શંકાના દાયરામાં આવ્યા છે.