સયાજીગંજમાં મારામારીના બનાવમાં નવા કાયદા હેઠળ દાખલ ગુનો દાખલ

 વડોદરા,નવા કાયદાનો અમલ શરૃ થયા પછી સૌ  પ્રથમ ગુનો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મારામારીનો દાખલ થયો છે. જેમાં આઇપીસી કલમ ૩૨૩ અને ૩૨૪ ની જગ્યાએ બીએનએસની કલમ ૧૧૫ (૨), ૧૧૮ (૧) દાખલ કરાઇ છે. સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં નટરાજ ટાઉનશિપમાં રહેતા પ્રવિણભાઇ ચંદ્રકાંતભાઇ ગાયકવાડ કેટરીંગમાં રસોઇ કામ કરે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે સવારે હું કમાટીબાગ ખાતે મારા કામ પર ગયો હતો. મને થાક લાગતા હું કમાટબાગ પાણીની ટાંકી બહારના ભાગે ફૂટપાથ પર આરામ કરતો હતો. સવારે ૧૧ વાગ્યે વિક્રમ નામનો છોકરો મારી પાસે આવ્યો હતો. અહીંયા કેમ ઊંઘે છે ? તેવું કહીને તેણે મારી સાથે ઝઘડો કર્યો હતો. બાજુમાં પડેલો પથ્થર હાથમાં લઇ મારા મોંઢાના ભાગે, હોઠ પર તેમજ ડાબી આંખની ભ્રમર પર  ઇજા પહોંચાડી હતી. મેં બૂમાબૂમ કરતા કોઇએ પોલીસને બોલાવી લેતા મને પોલીસની ગાડીમાં બેસાડી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા.પોલીસે  આ અંગે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫ (૨), ૧૧૮ (૧) તથા જી.પી.એ. ૧૩૫ મુજબનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આઇપીસી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હોત તો ૧૧૫ (૨) ની જગ્યાએ કલમ ૩૨૩ અને ૧૧૮(૨) ની જગ્યાએ કલમ ૩૨૪ દાખલ કરાઇ હોત.કપુરાઇમાં થયેલા અકસ્માત મોતની નોંધ  નવા કાયદા મુજબઅગાઉ સીઆરપીસી ૧૭૪ હવે બીએનએસએસ ૧૯૪વડોદરા,ગુનાની જેમ અકસ્માત મોતની કલમમાં પણ ફેરફાર થયો છે. અગાઉ અકસ્માત મોતની નોંધ સીઆરપીસી ૧૭૪ મુજબ થતી હતી. હવે અકસ્માત મોતની નોંધી ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા ( બીએનએસએસ) ૧૯૪ એપ્લાય કરવામાં આવી રહી છે. નવી કલમ હેઠળ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે રાતે ત્રણ વાગ્યે એક નોંધ થઇ હતી. જેમાં વાઘોડિયા રોડ મુરલીધર ટેનામેન્ટમાં રહેતા ૩૯ વર્ષના મેહુલ બાલુભાઇ કાપડિયાને મોડી રાતે બે વાગ્યે અચાનક છાતીમાં દુખાવો થતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં રાતે ત્રણ વાગ્યે તેઓનું મરણ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

સયાજીગંજમાં મારામારીના બનાવમાં  નવા કાયદા હેઠળ દાખલ ગુનો દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,નવા કાયદાનો અમલ શરૃ થયા પછી સૌ  પ્રથમ ગુનો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મારામારીનો દાખલ થયો છે. જેમાં આઇપીસી કલમ ૩૨૩ અને ૩૨૪ ની જગ્યાએ બીએનએસની કલમ ૧૧૫ (૨), ૧૧૮ (૧) દાખલ કરાઇ છે. 

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં નટરાજ ટાઉનશિપમાં રહેતા પ્રવિણભાઇ ચંદ્રકાંતભાઇ ગાયકવાડ કેટરીંગમાં રસોઇ કામ કરે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે સવારે હું કમાટીબાગ ખાતે મારા કામ પર ગયો હતો. મને થાક લાગતા હું કમાટબાગ પાણીની ટાંકી બહારના ભાગે ફૂટપાથ પર આરામ કરતો હતો. સવારે ૧૧ વાગ્યે વિક્રમ નામનો છોકરો મારી પાસે આવ્યો હતો. અહીંયા કેમ ઊંઘે છે ? તેવું કહીને તેણે મારી સાથે ઝઘડો કર્યો હતો. બાજુમાં પડેલો પથ્થર હાથમાં લઇ મારા મોંઢાના ભાગે, હોઠ પર તેમજ ડાબી આંખની ભ્રમર પર  ઇજા પહોંચાડી હતી. મેં બૂમાબૂમ કરતા કોઇએ પોલીસને બોલાવી લેતા મને પોલીસની ગાડીમાં બેસાડી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા.

પોલીસે  આ અંગે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫ (૨), ૧૧૮ (૧) તથા જી.પી.એ. ૧૩૫ મુજબનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આઇપીસી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હોત તો ૧૧૫ (૨) ની જગ્યાએ કલમ ૩૨૩ અને ૧૧૮(૨) ની જગ્યાએ કલમ ૩૨૪ દાખલ કરાઇ હોત.



કપુરાઇમાં થયેલા અકસ્માત મોતની નોંધ  નવા કાયદા મુજબ

અગાઉ સીઆરપીસી ૧૭૪ હવે બીએનએસએસ ૧૯૪

વડોદરા,ગુનાની જેમ અકસ્માત મોતની કલમમાં પણ ફેરફાર થયો છે. અગાઉ અકસ્માત મોતની નોંધ સીઆરપીસી ૧૭૪ મુજબ થતી હતી. હવે અકસ્માત મોતની નોંધી ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા ( બીએનએસએસ) ૧૯૪ એપ્લાય કરવામાં આવી રહી છે. નવી કલમ હેઠળ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે રાતે ત્રણ વાગ્યે એક નોંધ થઇ હતી. જેમાં વાઘોડિયા રોડ મુરલીધર ટેનામેન્ટમાં રહેતા ૩૯ વર્ષના મેહુલ બાલુભાઇ કાપડિયાને મોડી રાતે બે વાગ્યે અચાનક છાતીમાં દુખાવો થતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં રાતે ત્રણ વાગ્યે તેઓનું મરણ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.