અમદાવાદ સહિત રાજ્યમાં 5 દિવસ સુધી ગરમી વધવાની શક્યતા નહિવત્

તાપમાનમાં નજીવો વધારો, પરંતુ વાદળો ઘેરાતા દિવસે ગરમીની અસર નહીંઅમદાવાદ સહિત રાજ્યભરમાં આજે મહત્તમ તાપમાનમાં નજીવો વધારો થયો ભાવનગર, દ્વારકા અને અમદાવાદમાં રાતનું તાપમાન 25 ડિગ્રીને પાર અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે મહત્તમ તાપમાનમાં નજીવો વધારો થયો હતો પરંતુ કેટલાક વિસ્તારમાં દિવસ દરમિયાન સતત વાદળો ઘેરાતાં ગરમીની અસર વર્તાઈ નહોતી. બીજી તરફ અમદાવાદની વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ નોંધાતા રાત્રે ગરમી વધી છે. આજે શનિવારે ભાવનગર, દ્વારકા અને અમદાવાદમાં રાતનું તાપમાન 25 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની કોઈ શક્યતાઓ જણાતી ન હોવાના હવામાન ખાતાએ સંકેતો આપ્યાં છે. હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોધાયુ હતુ. શહેરમાં અત્યારે લઘુત્તમ તાપમાન ખરેખર 22.5 ડિગ્રી રહેવુ જોઈએ પરંતુ 3 ડિગ્રી વધુ નોંધાતા રાત્રે ઉકળાટ વધ્યો છે. આજે સતત ત્રીજા દિવસે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળો ઘેરાયેલા જોવા મળ્યાં હતા. અમદાવાદના વાતાવરણમાં ત્રણ દિવસથી ભારે પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કમોસમી વરસાદ પડવાની કોઈ સંકેતો અપાયા નથી પરંતુ વાતાવરણ ચોમાસાના પ્રારંભ જેવુ થઈ ગયું છે. રાજ્યના જુદા જુદા શહેરમાં આજે મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, જે ગઈકાલે 35.7 ડિગ્રી હતુ. આવી જ રીતે ડીસાનું તાપમાન 32.7 ડિગ્રીથી વધી 32.9 ડિગ્રી થયુ છે. વડોદરાનું 36.8 ડિગ્રીથી વધી 37.4 ડિગ્રી, વલસાડનું 36.2 ડિગ્રીથી વધી 37.8 ડિગ્રી, ભુજનું 33.2 ડિગ્રીથી વધી 34.6 ડિગ્રી થયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા સાત-આઠ દિવસથી મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ઘટી ગયો છે. બે દિવસ પહેલા હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, શનિવારથી અમદાવાદ સહિત કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જશે

અમદાવાદ સહિત રાજ્યમાં 5 દિવસ સુધી ગરમી વધવાની શક્યતા નહિવત્

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાપમાનમાં નજીવો વધારો, પરંતુ વાદળો ઘેરાતા દિવસે ગરમીની અસર નહીં
  • અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે મહત્તમ તાપમાનમાં નજીવો વધારો થયો
  • ભાવનગર, દ્વારકા અને અમદાવાદમાં રાતનું તાપમાન 25 ડિગ્રીને પાર

અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે મહત્તમ તાપમાનમાં નજીવો વધારો થયો હતો પરંતુ કેટલાક વિસ્તારમાં દિવસ દરમિયાન સતત વાદળો ઘેરાતાં ગરમીની અસર વર્તાઈ નહોતી. બીજી તરફ અમદાવાદની વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ નોંધાતા રાત્રે ગરમી વધી છે. આજે શનિવારે ભાવનગર, દ્વારકા અને અમદાવાદમાં રાતનું તાપમાન 25 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની કોઈ શક્યતાઓ જણાતી ન હોવાના હવામાન ખાતાએ સંકેતો આપ્યાં છે.

હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોધાયુ હતુ. શહેરમાં અત્યારે લઘુત્તમ તાપમાન ખરેખર 22.5 ડિગ્રી રહેવુ જોઈએ પરંતુ 3 ડિગ્રી વધુ નોંધાતા રાત્રે ઉકળાટ વધ્યો છે. આજે સતત ત્રીજા દિવસે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળો ઘેરાયેલા જોવા મળ્યાં હતા. અમદાવાદના વાતાવરણમાં ત્રણ દિવસથી ભારે પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કમોસમી વરસાદ પડવાની કોઈ સંકેતો અપાયા નથી પરંતુ વાતાવરણ ચોમાસાના પ્રારંભ જેવુ થઈ ગયું છે. રાજ્યના જુદા જુદા શહેરમાં આજે મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, જે ગઈકાલે 35.7 ડિગ્રી હતુ. આવી જ રીતે ડીસાનું તાપમાન 32.7 ડિગ્રીથી વધી 32.9 ડિગ્રી થયુ છે. વડોદરાનું 36.8 ડિગ્રીથી વધી 37.4 ડિગ્રી, વલસાડનું 36.2 ડિગ્રીથી વધી 37.8 ડિગ્રી, ભુજનું 33.2 ડિગ્રીથી વધી 34.6 ડિગ્રી થયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા સાત-આઠ દિવસથી મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ઘટી ગયો છે. બે દિવસ પહેલા હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, શનિવારથી અમદાવાદ સહિત કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જશે