Aam Aadmi Party : અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા AAP પાર્ટીને ઝટકો લાગ્યો સુરત આપ તૂટી રહી છે તેથી કોંગ્રેસને પણ ફટકો પડ્યો અલ્પેશ કથિરિયા આપ દક્ષિણ ઝોનના કાર્યકરી પ્રમુખ હતા ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં લોકસભા ચૂંટણી પહેલા AAP પાર્ટીને ઝટકો લાગ્યો છે. તેમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યુ છે. બંને ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. સુરત આપ તૂટી રહી છે તેથી કોંગ્રેસને પણ ફટકો પડ્યો છે. અલ્પેશ કથિરિયા આપ દક્ષિણ ઝોનના કાર્યકરી પ્રમુખ હતા. તેમડ ધાર્મિક માલવિયા ઓલપાડ વિધાનસભા લડ્યા હતા.રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું. જોકે, આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.ભાજપમાં જોડાય તેવી ચર્ચા શરૂ થઇ છે પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિક પટેલના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. પરંતુ એકાએક જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેમજ ભાજપમાં જોડાય તેવી ચર્ચા શરૂ થઇ છે.

Aam Aadmi Party : અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું રાજીનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા ચૂંટણી પહેલા AAP પાર્ટીને ઝટકો લાગ્યો
  • સુરત આપ તૂટી રહી છે તેથી કોંગ્રેસને પણ ફટકો પડ્યો
  • અલ્પેશ કથિરિયા આપ દક્ષિણ ઝોનના કાર્યકરી પ્રમુખ હતા

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં લોકસભા ચૂંટણી પહેલા AAP પાર્ટીને ઝટકો લાગ્યો છે. તેમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યુ છે. બંને ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. સુરત આપ તૂટી રહી છે તેથી કોંગ્રેસને પણ ફટકો પડ્યો છે. અલ્પેશ કથિરિયા આપ દક્ષિણ ઝોનના કાર્યકરી પ્રમુખ હતા. તેમડ ધાર્મિક માલવિયા ઓલપાડ વિધાનસભા લડ્યા હતા.

રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું. જોકે, આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.

ભાજપમાં જોડાય તેવી ચર્ચા શરૂ થઇ છે

પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિક પટેલના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. પરંતુ એકાએક જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેમજ ભાજપમાં જોડાય તેવી ચર્ચા શરૂ થઇ છે.