Vadodaraમાં NIAની ટીમના દરોડા,એન્ટી હ્યુમન ટ્રાફિકિંગને લઈને તપાસ તેજ

સુભાનપુરા વિસ્તારમાં NIAની ટીમનું સર્ચ ઓપરેશન વિશ્વ મોહિની કોમ્પ્લેક્ષસમાં આવેલ UESની ઓફિસમાં સર્ચ કરાયું વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી દરોડા કર્યા વડોદરામાં NIA ( National Investigation Agency ) દ્રારા હ્યુમન ટ્રાફિકિંગને લઈ તપાસ તેજ કરવામાં આવી છે.તો સુભાનપુરા વિસ્તારમાં NIAની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે,વિશ્વ મોહિની કોમ્પ્લેક્ષસમાં આવેલ અને ઈમિગ્રેશનનું કામ કરતી કંપની યુનિક એમ્પ્લોયનેન્ટ સર્વિસમાં પણ સર્ચ ઓપરેશન હાથધરાયું છે. વડોદરાથી મનિષ હિંગુની કરાઈ ધરપકડ વિશ્વ મોહિની કોમ્પ્લેક્ષસમાં આવેલ અને ઈમિગ્રેશનનું કામ કરતી કંપની યુનિક એમ્પ્લોયનેન્ટ સર્વિસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.જેમાં મનિષ હિંગુની ધરપકડ કરાઈ છે.કયા મુદ્દે ધરપકડ કરાઈ છે તેની માહિતી હાલ સામે આવી નથી.6 માર્ચ 2024ના રોજ ગુજરાતમાં NIAના હતા દરોડા ગુજરાતના અમદાવાદ અને મહેસાણામાં જે લોકોને ત્યાં દરોડા કરવામાં આવ્યા ત્યાંથી પણ કેટલીક શંકાસ્પદ વસ્તુઓ કબજે કરવામાં આવી હતી અને એ લોકોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહેસાણામાં હાર્દિક કુમાર અને અમદાવાદમાં કરણ કુમાર નામના શખ્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કેટલીક વસ્તુઓ કબજે કરાઈ હતી. ગઈકાલે A.H.T.Uએ પાડયા હતા દરોડા વડોદરા શહેર A.H.T.U. ટીમ દ્વારા શહેર પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે શહેરમાં સગીર કે નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના આધારે માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન મળેલી બાતમીના આધારે 14 ચતુરાઈનગર માંજલપુર સોસાયટીના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે હોલસેલ સમોસા બનાવનાર વેપારી નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનુ આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે. જેના આધારે ટીમે રેડ કરી હતી. જેમાં 2 સગીર બાળકો મળી આવ્યા હતા. પહેલા પણ રાજયવ્યાપી દરોડા કર્યા ખાલિસ્તાન ગેંગસ્ટર લિંક કેસમાં NIAએ ચાર રાજ્યોમાં દરોડા પાડયા હતા. NIAએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં દરોડા પાડયા હતા. આ દરોડામાં ગેંગસ્ટરો અને આતંકીઓ વચ્ચેની સાંઠગાંઠની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી પંજાબના મોગામાં પણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડયા હતા.  

Vadodaraમાં NIAની ટીમના દરોડા,એન્ટી હ્યુમન ટ્રાફિકિંગને લઈને તપાસ તેજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુભાનપુરા વિસ્તારમાં NIAની ટીમનું સર્ચ ઓપરેશન
  • વિશ્વ મોહિની કોમ્પ્લેક્ષસમાં આવેલ UESની ઓફિસમાં સર્ચ કરાયું
  • વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી દરોડા કર્યા

વડોદરામાં NIA ( National Investigation Agency ) દ્રારા હ્યુમન ટ્રાફિકિંગને લઈ તપાસ તેજ કરવામાં આવી છે.તો સુભાનપુરા વિસ્તારમાં NIAની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે,વિશ્વ મોહિની કોમ્પ્લેક્ષસમાં આવેલ અને ઈમિગ્રેશનનું કામ કરતી કંપની યુનિક એમ્પ્લોયનેન્ટ સર્વિસમાં પણ સર્ચ ઓપરેશન હાથધરાયું છે.

વડોદરાથી મનિષ હિંગુની કરાઈ ધરપકડ

વિશ્વ મોહિની કોમ્પ્લેક્ષસમાં આવેલ અને ઈમિગ્રેશનનું કામ કરતી કંપની યુનિક એમ્પ્લોયનેન્ટ સર્વિસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.જેમાં મનિષ હિંગુની ધરપકડ કરાઈ છે.કયા મુદ્દે ધરપકડ કરાઈ છે તેની માહિતી હાલ સામે આવી નથી.


6 માર્ચ 2024ના રોજ ગુજરાતમાં NIAના હતા દરોડા

ગુજરાતના અમદાવાદ અને મહેસાણામાં જે લોકોને ત્યાં દરોડા કરવામાં આવ્યા ત્યાંથી પણ કેટલીક શંકાસ્પદ વસ્તુઓ કબજે કરવામાં આવી હતી અને એ લોકોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહેસાણામાં હાર્દિક કુમાર અને અમદાવાદમાં કરણ કુમાર નામના શખ્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કેટલીક વસ્તુઓ કબજે કરાઈ હતી.

ગઈકાલે A.H.T.Uએ પાડયા હતા દરોડા

વડોદરા શહેર A.H.T.U. ટીમ દ્વારા શહેર પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે શહેરમાં સગીર કે નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના આધારે માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન મળેલી બાતમીના આધારે 14 ચતુરાઈનગર માંજલપુર સોસાયટીના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે હોલસેલ સમોસા બનાવનાર વેપારી નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનુ આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે. જેના આધારે ટીમે રેડ કરી હતી. જેમાં 2 સગીર બાળકો મળી આવ્યા હતા.

પહેલા પણ રાજયવ્યાપી દરોડા કર્યા

ખાલિસ્તાન ગેંગસ્ટર લિંક કેસમાં NIAએ ચાર રાજ્યોમાં દરોડા પાડયા હતા. NIAએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં દરોડા પાડયા હતા. આ દરોડામાં ગેંગસ્ટરો અને આતંકીઓ વચ્ચેની સાંઠગાંઠની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી પંજાબના મોગામાં પણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડયા હતા.