Rajkot TRP Game Zone: વડોદરામાં ફાયર વિભાગ એક્શનમાં

ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સાથે ખાસ વાતચીત 9 તારીખ સુધીમાં તમામ ગેમ ઝોન પર.ચેકીંગ કરી તમામ નિયમોનું પાલન કરાવ્યું હતુંરાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ ગેમઝોન બંધ કરાયા છેરાજકોટ ગેમઝોનમાં બનેલી ગોઝારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યું છે. સરકારી તંત્રો પણ હંમેશાની જેમ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડાદોડી કરી રહ્યા છે. રાજકોટની આ ઘટનાએ સુરતીઓના માનસપટ પર તક્ષશિલા અગ્નિકાંડની ઘટના તાજી કરી દીધી છે. કરુણ આ ઘટનામાં પણ કમનસીબ 22 બાળકોનાં મોત થયાં હતાં. બરાબર પાંચ વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં સરકારી તંત્રોએ તપાસના નામે નાટક કરી મૃતકોના વાલીઓને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. જોકે, તક્ષશિલાની કરુણાંતિકાને આજે પાંચ વર્ષ વીતી ગયા છે છતાં પરિવારજનો ન્યાય માટે વલખાં મારી રહ્યા છે.ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ,આર.એન્ડ બી સહિત તમામ એજન્સીઓ સંકલનમાં છે રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર વિભાગ એક્શનમાં આવ્યુ છે. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે આ અંગે જણાવ્યુ હતુ કે 9 તારીખ સુધીમાં તમામ ગેમ ઝોન પર ચેકીંગ કરી તમામ નિયમોનું પાલન કરાવ્યું હતું. રાજકોટની ઘટના બાદ પણ ચેકીંગ હાથ ધર્યું હતું. તમામ ગેમ ઝોન કે એમ્યુઝમેન્ટ પાર્કમાં હાલ કોઈ ક્ષતિ જણાઈ નથી. ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ,આર.એન્ડ બી સહિત તમામ એજન્સીઓ સંકલનમાં છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ ગેમઝોન બંધ કરાયા છે. સરકારની સૂચના બાદ જ ગેમઝોન કે ફન પાર્ક શરૂ કરાશે. જિલ્લામાં પ્રાંતની અધ્યક્ષતામાં ટીમ બનાવાઇ, સોમવારે રિપોર્ટ આપશેઃ સુધીર પટેલ, અમદાવાદ જિલ્લા અધિક કલેકટર અમદાવાદ જિલ્લાના નવ તાલુકાઓમાં ચાલતા ગેમઝોન અને મેળાના પરવાનગીથી લઇ ફાયર સેફટી સહિતની બાબતોનું ધ્યાન રખાય છે કે નહીં ? તે અંગે તપાસ કરવા તાલુકાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ટીમ બનાવાઇ છે. તપાસ ટીમમાં પ્રાંત અધિકારી ઉપરાંત ઓડિટર, રેવન્યુ, ઇલેક્ટ્રીક કંપની, ઇગ્દમ્, ફાયર અને પોલીસ અધિકારીઓ છે. સોમવારે જિલ્લા કલેકટરને તપાસ રિપોર્ટ સોંપાશે. શું અપાયો આદેશ પોલીસ અને રેવન્યુ ઓથોરિટીના મેમ્બર્સ દ્વારા દરેક ગેમીંગ ઝોનની કાયદેસરતા તેમજ જરુરી લાયસન્સ, પરમીશન, પરવાનગી મેળવેલ છે કે કેમ તેની ચકાસણી અને ખરાઇ કરવી, ના હોય તો ગેમઝોન બંધ રાખવા. મહત્તમ વ્યક્તિઓની પ્રવેશ સંખ્યા નક્કી કરવામાં આવેલી છે કે કેમ ? તેની ચકાસણી કરવી, જો ના કરેલી હોય તો તાત્કાલિક ધોરણે મહતમ વ્યક્તિઓના પ્રવેશની સંખ્યા સુનિશ્ચિત કરવી અને તેને પ્રવેશ દ્વારા પાસે દર્શાવવી. ફાયર અને સીવીલ મેમ્બર્સ દ્વારા એસ્કેપ રુટ-એક્ઝીટ ગેટ અને ફાયર સેફ્ટી અંગેની જોગવાઇ કરેલી છે કે કેમ તેની ફિટનેશની ચકાસણી કરવાની રહેશે. ઇલેક્ટ્રીકસીટી કું.ના મેમ્બર્સ દ્વારા પાવર લોડ અને ઇલેક્ટ્રીકટ કેબલ વ્યવસ્થિત ઇન્સ્ટોલ કરાયા છેકે કેમ તેની ચકાસણી કરવી અને ના હોય તો જરુરી સૂચના આપવી. સેન્ટ્રલ વર્કશોફના મીકેનીકલ એન્જી, મેમ્બર્સ દ્વારા ગેમીંગ ઝોનમાં ઇન્સ્ટોલ કરેલી એક્ટીવીટીની મજબૂતી અને ફિટનેશનની ચકાસણી કરવાની રહેશે.

Rajkot TRP Game Zone: વડોદરામાં ફાયર વિભાગ એક્શનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સાથે ખાસ વાતચીત
  • 9 તારીખ સુધીમાં તમામ ગેમ ઝોન પર.ચેકીંગ કરી તમામ નિયમોનું પાલન કરાવ્યું હતું
  • રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ ગેમઝોન બંધ કરાયા છે

રાજકોટ ગેમઝોનમાં બનેલી ગોઝારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યું છે. સરકારી તંત્રો પણ હંમેશાની જેમ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડાદોડી કરી રહ્યા છે. રાજકોટની આ ઘટનાએ સુરતીઓના માનસપટ પર તક્ષશિલા અગ્નિકાંડની ઘટના તાજી કરી દીધી છે. કરુણ આ ઘટનામાં પણ કમનસીબ 22 બાળકોનાં મોત થયાં હતાં. બરાબર પાંચ વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં સરકારી તંત્રોએ તપાસના નામે નાટક કરી મૃતકોના વાલીઓને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. જોકે, તક્ષશિલાની કરુણાંતિકાને આજે પાંચ વર્ષ વીતી ગયા છે છતાં પરિવારજનો ન્યાય માટે વલખાં મારી રહ્યા છે.

ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ,આર.એન્ડ બી સહિત તમામ એજન્સીઓ સંકલનમાં છે

રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર વિભાગ એક્શનમાં આવ્યુ છે. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે આ અંગે જણાવ્યુ હતુ કે 9 તારીખ સુધીમાં તમામ ગેમ ઝોન પર ચેકીંગ કરી તમામ નિયમોનું પાલન કરાવ્યું હતું. રાજકોટની ઘટના બાદ પણ ચેકીંગ હાથ ધર્યું હતું. તમામ ગેમ ઝોન કે એમ્યુઝમેન્ટ પાર્કમાં હાલ કોઈ ક્ષતિ જણાઈ નથી. ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ,આર.એન્ડ બી સહિત તમામ એજન્સીઓ સંકલનમાં છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ ગેમઝોન બંધ કરાયા છે. સરકારની સૂચના બાદ જ ગેમઝોન કે ફન પાર્ક શરૂ કરાશે.

જિલ્લામાં પ્રાંતની અધ્યક્ષતામાં ટીમ બનાવાઇ, સોમવારે રિપોર્ટ આપશેઃ સુધીર પટેલ, અમદાવાદ જિલ્લા અધિક કલેકટર

અમદાવાદ જિલ્લાના નવ તાલુકાઓમાં ચાલતા ગેમઝોન અને મેળાના પરવાનગીથી લઇ ફાયર સેફટી સહિતની બાબતોનું ધ્યાન રખાય છે કે નહીં ? તે અંગે તપાસ કરવા તાલુકાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ટીમ બનાવાઇ છે. તપાસ ટીમમાં પ્રાંત અધિકારી ઉપરાંત ઓડિટર, રેવન્યુ, ઇલેક્ટ્રીક કંપની, ઇગ્દમ્, ફાયર અને પોલીસ અધિકારીઓ છે. સોમવારે જિલ્લા કલેકટરને તપાસ રિપોર્ટ સોંપાશે.

શું અપાયો આદેશ

પોલીસ અને રેવન્યુ ઓથોરિટીના મેમ્બર્સ દ્વારા દરેક ગેમીંગ ઝોનની કાયદેસરતા તેમજ જરુરી લાયસન્સ, પરમીશન, પરવાનગી મેળવેલ છે કે કેમ તેની ચકાસણી અને ખરાઇ કરવી, ના હોય તો ગેમઝોન બંધ રાખવા. મહત્તમ વ્યક્તિઓની પ્રવેશ સંખ્યા નક્કી કરવામાં આવેલી છે કે કેમ ? તેની ચકાસણી કરવી,

જો ના કરેલી હોય તો તાત્કાલિક ધોરણે મહતમ વ્યક્તિઓના પ્રવેશની સંખ્યા સુનિશ્ચિત કરવી અને તેને પ્રવેશ દ્વારા પાસે દર્શાવવી. ફાયર અને સીવીલ મેમ્બર્સ દ્વારા એસ્કેપ રુટ-એક્ઝીટ ગેટ અને ફાયર સેફ્ટી અંગેની જોગવાઇ કરેલી છે કે કેમ તેની ફિટનેશની ચકાસણી કરવાની રહેશે. ઇલેક્ટ્રીકસીટી કું.ના મેમ્બર્સ દ્વારા પાવર લોડ અને ઇલેક્ટ્રીકટ કેબલ વ્યવસ્થિત ઇન્સ્ટોલ કરાયા છેકે કેમ તેની ચકાસણી કરવી અને ના હોય તો જરુરી સૂચના આપવી. સેન્ટ્રલ વર્કશોફના મીકેનીકલ એન્જી, મેમ્બર્સ દ્વારા ગેમીંગ ઝોનમાં ઇન્સ્ટોલ કરેલી એક્ટીવીટીની મજબૂતી અને ફિટનેશનની ચકાસણી કરવાની રહેશે.