રતનપર પાસે પિતા-પુત્રએ બે વ્યક્તિઓને માર માર્યો

- ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલવા બાબતે સમજાવવા જતાં હુમલો કર્યાની ફરિયાદસુરેન્દ્રનગર : રતનપર બાયપાસ રોડ પર માળોદ ચોકડી પાસે પિતા-પુત્રએ ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરવા બાબતે સમજાવવા ગયેલા બે વ્યક્તિઓ પર હુમલો કરી ધમકી આપી હોવાની ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે નોંધાઈ હતી. રતનપર બાયપાસ રોડ પર રહેતા નિલેશભાઈ ગોવિંદભાઈ આમોદરાના ઘરના મોબાઈલ નંબરના ઈન્સ્ટાગ્રામમાં જય પટેલ નામના વ્યક્તિનો મેસેજ આવેલો જોઈ આ અંગે દીકરીને પુછતાં તેણે આ વ્યક્તિ રતનપર ખાતે રહેતો હોવાનું અને મેસેજ કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી નિલેશભાઈ અને તેમનો મિત્ર મયુરસિંહ વનરાજસિંહ ચાવડા જયના ઘરે ગયા હતા અને મેસેજ કરવા બાબતે જણાવ્યું હતું. આથી જયે પોતે મેસેજ ન કરતો હોવાનું જણાવતા ફરિયાદીએ સાથે આવી ઘરના મોબાઈલમાં મેસેજ બતાવવાનું કહેતા જય બાઈક લઈ ફરિયાદી સાથે તેમના ઘરે આવી રહ્યો હતો. ત્યારે રતનપર બાયપાસ રોડ પર માળોદ ચોકડી પાસે જયના પિતા જીજ્ઞોશભાઈ પટેલે પાછળથી કારમાં આવી ફરિયાદી અને તેના મિત્રને પ્લાસ્ટીકના પાઈપવડે ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ પિતા-પુત્રએ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે જોરાવરનગર પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રતનપર પાસે પિતા-પુત્રએ બે વ્યક્તિઓને માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલવા બાબતે સમજાવવા જતાં હુમલો કર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર : રતનપર બાયપાસ રોડ પર માળોદ ચોકડી પાસે પિતા-પુત્રએ ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરવા બાબતે સમજાવવા ગયેલા બે વ્યક્તિઓ પર હુમલો કરી ધમકી આપી હોવાની ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે નોંધાઈ હતી. 

રતનપર બાયપાસ રોડ પર રહેતા નિલેશભાઈ ગોવિંદભાઈ આમોદરાના ઘરના મોબાઈલ નંબરના ઈન્સ્ટાગ્રામમાં જય પટેલ નામના વ્યક્તિનો મેસેજ આવેલો જોઈ આ અંગે દીકરીને પુછતાં તેણે આ વ્યક્તિ રતનપર ખાતે રહેતો હોવાનું અને મેસેજ કરતો હોવાનું જણાવ્યું હતું. 

જેથી નિલેશભાઈ અને તેમનો મિત્ર મયુરસિંહ વનરાજસિંહ ચાવડા જયના ઘરે ગયા હતા અને મેસેજ કરવા બાબતે જણાવ્યું હતું. આથી જયે પોતે મેસેજ ન કરતો હોવાનું જણાવતા ફરિયાદીએ સાથે આવી ઘરના મોબાઈલમાં મેસેજ બતાવવાનું કહેતા જય બાઈક લઈ ફરિયાદી સાથે તેમના ઘરે આવી રહ્યો હતો.

 ત્યારે રતનપર બાયપાસ રોડ પર માળોદ ચોકડી પાસે જયના પિતા જીજ્ઞોશભાઈ પટેલે પાછળથી કારમાં આવી ફરિયાદી અને તેના મિત્રને પ્લાસ્ટીકના પાઈપવડે ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ પિતા-પુત્રએ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે જોરાવરનગર પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.