Gujarat Rain Amreli : સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડયો

વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન વીજપડી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વીજપડી સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે.ત્યારે અમરેલીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.સાવરકુંડલાના ગ્રામય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું થયું છે આગમન.અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સૌરાષ્ટ્ર તરફ વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે. અમરેલી જિલ્લાના બાબરા વિસ્તારમાં મધ્ય રાત્રીના સમયે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં પણ પોણા એક ઇંચ વરસાદ પડયો છે.હવામાન વિભાગે આગામી 11 થી 17 તારીખ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને તરઘડિયા કૃષિ માહિતી કેન્દ્ર દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતના 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્રણ ઈંચ વરસાદ નોંધાયો અમરેલી જિલ્લાના બાબરામાં સવારે 06:00 વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદ પડતા નદીમાં પૂર પણ આવ્યા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હજુ પણ વરસાદની આગાહી છે અને હાલ વાદળછાયુ વાતાવરણ પણ બંધાઈ રહ્યું છે. પવનના સાથે ધોધમાર ચોમાસાનો પ્રથમ વરસાદ પડયો છે. ખાંભા તાલુકામાં પણ વરસાદ ખાંભા તાલુકાના લાસા, ગીદરડી, ધાવડિયા, તાતણીયા, ખડાધાર, બોરાળા, ડેડાણ, હનુમાન પરા તેમજ જામકા ગામની અંદર કરા સાથે વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ઘોબા, પીપરડી, ફીફાદ અને થોરડી ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારી તાલુકાના તુલસીશ્યામ, ગીર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે ગુજરાતના 72 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો અને આજે પણ અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છેકે, 11થી 16 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. સુરત, વડોદરા, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

Gujarat Rain Amreli : સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન
  • વીજપડી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ
  • વીજપડી સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ

ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે.ત્યારે અમરેલીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.સાવરકુંડલાના ગ્રામય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું થયું છે આગમન.અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સૌરાષ્ટ્ર તરફ વરસાદ

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે. અમરેલી જિલ્લાના બાબરા વિસ્તારમાં મધ્ય રાત્રીના સમયે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં પણ પોણા એક ઇંચ વરસાદ પડયો છે.હવામાન વિભાગે આગામી 11 થી 17 તારીખ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને તરઘડિયા કૃષિ માહિતી કેન્દ્ર દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતના 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે.


ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

અમરેલી જિલ્લાના બાબરામાં સવારે 06:00 વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદ પડતા નદીમાં પૂર પણ આવ્યા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હજુ પણ વરસાદની આગાહી છે અને હાલ વાદળછાયુ વાતાવરણ પણ બંધાઈ રહ્યું છે. પવનના સાથે ધોધમાર ચોમાસાનો પ્રથમ વરસાદ પડયો છે.


ખાંભા તાલુકામાં પણ વરસાદ

ખાંભા તાલુકાના લાસા, ગીદરડી, ધાવડિયા, તાતણીયા, ખડાધાર, બોરાળા, ડેડાણ, હનુમાન પરા તેમજ જામકા ગામની અંદર કરા સાથે વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ઘોબા, પીપરડી, ફીફાદ અને થોરડી ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારી તાલુકાના તુલસીશ્યામ, ગીર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે ગુજરાતના 72 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો અને આજે પણ અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છેકે, 11થી 16 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. સુરત, વડોદરા, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.