વિરોધ વંટોળ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે

રાજકોટમાં બહુમાળી ભવન ખાતે રૂપાલા જાહેર સભા કરશે ક્ષત્રિય નેતાઓ અને મહિલાઓની એક જ માગ છે કે રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે આ સ્થિતિમાં રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ભારે રોષ ફાટી નીકળ્યો છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યાં છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. 16મી એપ્રિલ સવારે 10:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે રૂપાલા જંગી સભા સંબોધશે અને ત્યાર બાદ તેઓ ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવાના છે. 16 એપ્રિલે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવશે આગામી 16 એપ્રિલે સવારે 10.30 વાગ્યે પરશોત્તમ રુપાલા ફોર્મ ભરવા જશે, ત્યારે અહીં જાહેર જંગી સભા કરવામાં આવશે. આ જાહેર સભાના ભાગરૂપે આજથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા. રૂપાલાની ઉમેદવારી સુધી ગુજરાતમાં રહીશ : મહિપાલસિંહ મકરાણા તો રૂપાલા ઉમેદવારી નોંધાવશે તેવી માહિતી સામે આવતા જ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રૂપાલા સામે વિરોધ યથાવત રહેશે. રૂપાલાની ઉમેદવારી સુધી હું ગુજરાતમાં રહીશ. ક્ષત્રિય સમાજે રૂપાલા સામે ઉમેદવાર ઉતારવાની ચિમકી અમદાવાદ સ્થિત રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય આગેવાન અને રાષ્ટ્રીવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'ભાજપે રૂપાલાની ટિકિટ કાપવાની માગણી પૂરી કરવી જોઈએ. આ માત્ર આંદોલન નથી પણ જરૂર પડશે તો રાજકોટમાં રૂપાલા સામે ઉમેદવાર મેદાનમાં ઉતારીશું. આજે ક્ષત્રિય સમાજને શૂન્ય પર લાવવા પ્રયાસ થઈ રહ્યા છે, સમાજને આજે જવાબ આપવાની જરૂર છે.પ્રજ્ઞાબા ઝાલા ત્રણ દિવસથી નજરકેદ થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પ્રજ્ઞાબા ઝાલાનો જૌહર અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, 'રૂપાલા અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે કાલે જૌહર કરીશું. અમે જૌહરની તૈયારીઓ શરૂ કરી દીધી છે.' તેમણે ગાંધીનગરમાં કમલમ ખાતે જૌહર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે, તેઓ ત્રણ દિવસથી નજરકેદ છે.

વિરોધ વંટોળ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં બહુમાળી ભવન ખાતે રૂપાલા જાહેર સભા કરશે
  • ક્ષત્રિય નેતાઓ અને મહિલાઓની એક જ માગ છે કે રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે
  • આ સ્થિતિમાં રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ભારે રોષ ફાટી નીકળ્યો છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યાં છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. 16મી એપ્રિલ સવારે 10:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે રૂપાલા જંગી સભા સંબોધશે અને ત્યાર બાદ તેઓ ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવાના છે.

16 એપ્રિલે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવશે

આગામી 16 એપ્રિલે સવારે 10.30 વાગ્યે પરશોત્તમ રુપાલા ફોર્મ ભરવા જશે, ત્યારે અહીં જાહેર જંગી સભા કરવામાં આવશે. આ જાહેર સભાના ભાગરૂપે આજથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા.

રૂપાલાની ઉમેદવારી સુધી ગુજરાતમાં રહીશ : મહિપાલસિંહ મકરાણા

તો રૂપાલા ઉમેદવારી નોંધાવશે તેવી માહિતી સામે આવતા જ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રૂપાલા સામે વિરોધ યથાવત રહેશે. રૂપાલાની ઉમેદવારી સુધી હું ગુજરાતમાં રહીશ.

ક્ષત્રિય સમાજે રૂપાલા સામે ઉમેદવાર ઉતારવાની ચિમકી

અમદાવાદ સ્થિત રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય આગેવાન અને રાષ્ટ્રીવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'ભાજપે રૂપાલાની ટિકિટ કાપવાની માગણી પૂરી કરવી જોઈએ. આ માત્ર આંદોલન નથી પણ જરૂર પડશે તો રાજકોટમાં રૂપાલા સામે ઉમેદવાર મેદાનમાં ઉતારીશું. આજે ક્ષત્રિય સમાજને શૂન્ય પર લાવવા પ્રયાસ થઈ રહ્યા છે, સમાજને આજે જવાબ આપવાની જરૂર છે.

પ્રજ્ઞાબા ઝાલા ત્રણ દિવસથી નજરકેદ

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પ્રજ્ઞાબા ઝાલાનો જૌહર અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, 'રૂપાલા અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે કાલે જૌહર કરીશું. અમે જૌહરની તૈયારીઓ શરૂ કરી દીધી છે.' તેમણે ગાંધીનગરમાં કમલમ ખાતે જૌહર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે, તેઓ ત્રણ દિવસથી નજરકેદ છે.