Vadodara News : ઠગબાજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો પુત્ર છેતરપિંડીના ગુનામા ઝડપાયો

રીષી આરોઠેની ગોવાની હોટલમાંથી કરાઈ ધરપકડ 1 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં હતો ફરાર વડોદરા SOGની ટીમે રીષી આરોઠેની કરી ધરપકડ વડોદરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે પૂર્વ ક્રિકેર તુષાર આરોઠે સહિત ત્રણ જણાને 1.39 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડયા હતા. તેમની પૂછપરછ કરતા તુષારના પુત્ર રીષી આરોઠે બેંગ્લોરથી આંગડિયા મારફતે આટલી મોટી રકમ મોકલાવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ રીષી સામે રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાઇ હતી. જેથી તેની માંજલપુરા, રાવપુરા તથા SOGની ટીમે શોધખોળ કરી હતી. દરમિયાન ઠગ રીષી આરોઠે મુંબઇ થાણેની એક હોટલમાં રોકાયો હોવાની બાતમી SOGની ટીમે મળી હતી. જેના આધારે ટીમે મુંબઇ પહોંચી હોટલમાંથી તેને દબોચી લીધો હતો.આ કેસમાં તેનો ફરાર પુત્ર રીષી આરોઠે ગોવાની હોટલમાંથી ઝડપાયો છે. રાવપુરા,માંજલપુર અને વલસાડ રૂલરમાં આરોપી રીષી સામે નોંધાયો છે ચિંટીંગનો ગુનો શું હતો કેસ મહત્વની વાત છે કે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેને તેના પુત્રએ આંગડિયાથી આટલી મોટી માતબર રકમ મોકલી હતી. જેથી પોલીસે રીષી આરોઠેને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. રિષી આરોઠે અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયેલો છે. જેથી આ નાણાં ક્યાંથી લાવ્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ કરી હતી.રિશી આરોઠેએ તેના પિતાને 1.39 કરોડમાથી રૂપિયા તેમના ભાગના રાખી બાકીના લોકોને આપવા માટેની વાત કહી હતી, જેથી પોલીસ હવે રૂપિયા કોને કોને આપવાના હતા તે દિશામાં તપાસ કરી રહી છે. મિત્ર સાથે પણ ઠગાઈ રિષી અરોઠેએ વલસાડના મિત્રને પણ ઠગી લીધો હોવાનો બનાવ બનતાં તેની સામે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.જે ગુનામાં પણ ધરપકડ કરાઈ છે.ઓઝર ગામે રહેતા પ્રિતેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે,ડિસેમ્બર-2022માં રીષીએ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે વાત કરી હતી.રીષીએ મારી પાસે રૂ.75.90 લાખ લીધા હતા.

Vadodara News : ઠગબાજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો પુત્ર છેતરપિંડીના ગુનામા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રીષી આરોઠેની ગોવાની હોટલમાંથી કરાઈ ધરપકડ
  • 1 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં હતો ફરાર
  • વડોદરા SOGની ટીમે રીષી આરોઠેની કરી ધરપકડ

વડોદરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે પૂર્વ ક્રિકેર તુષાર આરોઠે સહિત ત્રણ જણાને 1.39 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડયા હતા. તેમની પૂછપરછ કરતા તુષારના પુત્ર રીષી આરોઠે બેંગ્લોરથી આંગડિયા મારફતે આટલી મોટી રકમ મોકલાવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ રીષી સામે રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાઇ હતી. જેથી તેની માંજલપુરા, રાવપુરા તથા SOGની ટીમે શોધખોળ કરી હતી. દરમિયાન ઠગ રીષી આરોઠે મુંબઇ થાણેની એક હોટલમાં રોકાયો હોવાની બાતમી SOGની ટીમે મળી હતી. જેના આધારે ટીમે મુંબઇ પહોંચી હોટલમાંથી તેને દબોચી લીધો હતો.આ કેસમાં તેનો ફરાર પુત્ર રીષી આરોઠે ગોવાની હોટલમાંથી ઝડપાયો છે. રાવપુરા,માંજલપુર અને વલસાડ રૂલરમાં આરોપી રીષી સામે નોંધાયો છે ચિંટીંગનો ગુનો

શું હતો કેસ

મહત્વની વાત છે કે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેને તેના પુત્રએ આંગડિયાથી આટલી મોટી માતબર રકમ મોકલી હતી. જેથી પોલીસે રીષી આરોઠેને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. રિષી આરોઠે અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયેલો છે. જેથી આ નાણાં ક્યાંથી લાવ્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ કરી હતી.રિશી આરોઠેએ તેના પિતાને 1.39 કરોડમાથી રૂપિયા તેમના ભાગના રાખી બાકીના લોકોને આપવા માટેની વાત કહી હતી, જેથી પોલીસ હવે રૂપિયા કોને કોને આપવાના હતા તે દિશામાં તપાસ કરી રહી છે.


મિત્ર સાથે પણ ઠગાઈ

રિષી અરોઠેએ વલસાડના મિત્રને પણ ઠગી લીધો હોવાનો બનાવ બનતાં તેની સામે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.જે ગુનામાં પણ ધરપકડ કરાઈ છે.ઓઝર ગામે રહેતા પ્રિતેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે,ડિસેમ્બર-2022માં રીષીએ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે વાત કરી હતી.રીષીએ મારી પાસે રૂ.75.90 લાખ લીધા હતા.