Junagadhમાં મહાનગરપાલિકાના અધિકારી સાથે હનિટ્રેપની ઘટના બની

ફેક નેટ કોલમાં બ્લેકમેલના કિસ્સાઓમાં સતત વધારો મહનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીએ ધરમ કરવા જતાં ધાડ પડી અધિકારીએ સમગ્ર ઘટનાની તપાસ કરવા ફરિયાદ નોંધાવી છે દિવસે દિવસે ફેક નેટ કોલમાં બ્લેકમેલના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને આવા ફેક નેટ કોલનો ભોગ બનનાર લોકો પોતાની આબરૂ જવાના ડરથી ફરિયાદ કરતાં અચકાય છે. આવો જ એક કિસ્સો જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારી સાથે બનતા હાલ આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક ફોન કોલ અને અધિકારીની ઊંઘ હરામ થઇ હતી એક ફોન કોલ અને અધિકારીની ઊંઘ હરામ થઇ હતી. જુનાગઢ મહનગરપાલિકામાં ફરજ બજાવતા એક અધિકારીએ ધરમ કરવા જતાં ધાડ પડ્યા જેવો ઘાટ સર્જાયો છે. જુનાગઢ નજીકના જેતલસર ગામની રહેવાસી રીટાબેન વિનોદભાઇ ખેરડીયા નામની મહિલાનો આ અધિકારી સાથે તેમના જ મિત્રએ સંપર્ક કરાવ્યો હતો. આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે અધિકારીનો નંબર લીધો હતો અને અધિકારીને ફસાવવા માટે પોતે ચામડીના રોગની દવા કરે છે તેમ કહી અધિકારીને વીડિયો કોલમાં કપડાં ઉતારી નગ્ન થવા દબાણ કર્યું અને અધિકારીએ ના કહેતા ડૉક્ટર પાસે તમે જાવ ત્યારે કઈ છુપાવો છો? તેમ કહી અધિકારીના વીડિયો કોલમાં કપડાં ઉતારી રેકોર્ડ કરી લીધું હતું. બાદમાં અધિકારી પાસે જઈને તેમની ઉપર દુષ્કર્મ કર્યું છે તેવી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપતા અધિકારી મુંજાઈ ગયા હતા. અને રીટાબેન ખેરડીયાએ અધિકારી પાસેથી રૂપિયા 14 લાખની માંગણી કરી હતી. આ મામલામાં કેટલા લોકો સંડોવાયેલ છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે મહિલાએ પોલીસને કરેલી દુષ્કર્મની અરજીમાં પણ અવાર નવાર પોલીસ સ્ટેશનમાં બોલાવવા છતાં પણ પોતાના વકીલ મારફત સમય લંબાવીને અંતે પોલીસ સ્ટેશન આવ્યા નહિ. ત્યાર બાદ અધિકારી પાસે અન્ય લોકો દ્વારા રૂ.20 લાખ ની માગણી કરી હતી. ફરિયાદ ન કરવા બાબતને લઈ પૈસા માંગ્યા તે આપવાની અધિકારીએ ના કહી દેતા અંતે મનપાના અધિકારીએ પોલીસનું શરણું લીધું હતું. અને સમગ્ર ઘટનાની તપાસ કરવા ફરિયાદ નોંધાવી છે. આમ, વીડિયો કોલ મારફત અધિકારી પાસે નાણા પડાવવાની ફરિયાદની તપાસ ચાલી રહી છે. આ મામલામાં કેટલા લોકો સંડોવાયેલ છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Junagadhમાં મહાનગરપાલિકાના અધિકારી સાથે હનિટ્રેપની ઘટના બની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફેક નેટ કોલમાં બ્લેકમેલના કિસ્સાઓમાં સતત વધારો
  • મહનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીએ ધરમ કરવા જતાં ધાડ પડી
  • અધિકારીએ સમગ્ર ઘટનાની તપાસ કરવા ફરિયાદ નોંધાવી છે

દિવસે દિવસે ફેક નેટ કોલમાં બ્લેકમેલના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને આવા ફેક નેટ કોલનો ભોગ બનનાર લોકો પોતાની આબરૂ જવાના ડરથી ફરિયાદ કરતાં અચકાય છે. આવો જ એક કિસ્સો જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારી સાથે બનતા હાલ આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

એક ફોન કોલ અને અધિકારીની ઊંઘ હરામ થઇ હતી

એક ફોન કોલ અને અધિકારીની ઊંઘ હરામ થઇ હતી. જુનાગઢ મહનગરપાલિકામાં ફરજ બજાવતા એક અધિકારીએ ધરમ કરવા જતાં ધાડ પડ્યા જેવો ઘાટ સર્જાયો છે. જુનાગઢ નજીકના જેતલસર ગામની રહેવાસી રીટાબેન વિનોદભાઇ ખેરડીયા નામની મહિલાનો આ અધિકારી સાથે તેમના જ મિત્રએ સંપર્ક કરાવ્યો હતો. આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે અધિકારીનો નંબર લીધો હતો અને અધિકારીને ફસાવવા માટે પોતે ચામડીના રોગની દવા કરે છે તેમ કહી અધિકારીને વીડિયો કોલમાં કપડાં ઉતારી નગ્ન થવા દબાણ કર્યું અને અધિકારીએ ના કહેતા ડૉક્ટર પાસે તમે જાવ ત્યારે કઈ છુપાવો છો? તેમ કહી અધિકારીના વીડિયો કોલમાં કપડાં ઉતારી રેકોર્ડ કરી લીધું હતું. બાદમાં અધિકારી પાસે જઈને તેમની ઉપર દુષ્કર્મ કર્યું છે તેવી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપતા અધિકારી મુંજાઈ ગયા હતા. અને રીટાબેન ખેરડીયાએ અધિકારી પાસેથી રૂપિયા 14 લાખની માંગણી કરી હતી.

આ મામલામાં કેટલા લોકો સંડોવાયેલ છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે

મહિલાએ પોલીસને કરેલી દુષ્કર્મની અરજીમાં પણ અવાર નવાર પોલીસ સ્ટેશનમાં બોલાવવા છતાં પણ પોતાના વકીલ મારફત સમય લંબાવીને અંતે પોલીસ સ્ટેશન આવ્યા નહિ. ત્યાર બાદ અધિકારી પાસે અન્ય લોકો દ્વારા રૂ.20 લાખ ની માગણી કરી હતી. ફરિયાદ ન કરવા બાબતને લઈ પૈસા માંગ્યા તે આપવાની અધિકારીએ ના કહી દેતા અંતે મનપાના અધિકારીએ પોલીસનું શરણું લીધું હતું. અને સમગ્ર ઘટનાની તપાસ કરવા ફરિયાદ નોંધાવી છે. આમ, વીડિયો કોલ મારફત અધિકારી પાસે નાણા પડાવવાની ફરિયાદની તપાસ ચાલી રહી છે. આ મામલામાં કેટલા લોકો સંડોવાયેલ છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.