Ahmedabad સાયબર ક્રાઈમે ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપી રૂપિયા પડવાતી ગેંગ ઝડપી પાડી

સાયબર ક્રાઇમ,સીબીઆઈ,કસ્ટમ જેવી અલગ અલગ બ્રાન્ચના અધિકારીઓના નામે ખોટી માહિતી આપી સામાન્ય નાગરિકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી હતી આ ગેંગના ચાર આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી અમદાવાદ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા ચાર આરોપીના નામ રમેશ નાકરાણી,વિવેક ઉનડકટ,વિવેક કોલડીયા,બળદેવ સતાણી છે.ઝડપાયેલા તમામ ચાર આરોપીઓએ પોતાના નામે બેન્ક એકાઉન્ટ ખોલી, તે એકાઉન્ટ સાઇબર ક્રિમિનલને આપી દીધા હતા અને જે આરોપીઓના એકાઉન્ટમાં લાખો રૂપિયાના છેતરપિંડીના રૂપિયા જમા થયા હતા.તેથી સાયબર ક્રાઇમે સુરત પાસેથી ચારે આરોપીઓની ધરપકડ કરી. બેન્ક એકાઉન્ટ ભાડે આપનારની પણ કરાઈ ધરપકડ ગુનાના મૂળ સુધી પહોંચવા તપાસ સાયબરક્રાઈમે તપાસ શરૂ કરી છે. સાથે જ સાયબર ક્રાઇમ સીબીઆઈ અને કસ્ટમ એવા વિભાગના અધિકારીઓની ઓળખ આપી છેતરપિંડીમાં મહત્વનો રોલ ભજવનાર આરોપીઓ કોણ છે તેની માહિતી મેળવી તપાસ શરૂ કરી છે.મહત્વનું છે કે, ઝડપાયેલા આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં ભોગ બનનાર લોકોના રૂપિયા ટ્રાન્સફર થયા હતા જેથી બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડમાં થયા અનેક ખુલાસાઓ ઝડપાયેલા 4 આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યુ કે તમામ આરોપી છૂટક મજુરી કરે છે.પરંતુ એકાઉન્ટ ભાડે આપતા દર મહિને કમિશન પેટે રૂપિયા મળતા હોવાથી પોતાના એકાઉન્ટ ભાડે આપતા હતા પરંતુ સાયબર ક્રાઇમે ગુનાની તપાસ કરતા સામે આવ્યુ હતુ કે આરોપી સાથે સંકળાયેલી ગેંગ અલગ અલગ વિભાગના અધિકારીની ઓળખ આપી ભોગ બનનારને ડીજીટલ અરેસ્ટ કરી વિડીયો કોલ પર ધમકી આપે છે. સાથે જ ફરિયાદીના એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરીંગ,ડ્રગ ડીલીંગ, સ્મગલિંગમાં થયો છે. જેમા 10 વર્ષથી લઈ આજીવન કેદની જોગવાઈ હોવાની ધમકી આપતા હતા અને ફરિયાદી પાસેથી 41.25 લાખ રુપિયા પડાવી લેવામાં આવ્યા હતા. બહારના દેશમાંથી આચરતા હતા છેતરપિંડી છેતરપિંડીના ગુનામાં સાયબર ક્રાઇમે એકાઉન્ટ આપનારા ચાર આરોપીને તો ઝડપી લીધા જોકે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ સાથે સંકળાયેલા અને ગેંગના મુખ્ય સૂત્રધારો મલેશિયા અને દુબઈ જેવા અન્ય દેશોમાં બેસી આ રેકેટ ચલાવતા હોવાનુ સામે આવ્યુ છે.સાથે જ ઝડપાયેલા આરોપી કેટલા સમયથી એકાઉન્ટ ભાડે આપે છે.. અને તેમના એકાઉન્ટનો અન્ય કયા કયા ગુનાઓમાં ઉપયોગ થયો છે તે જાણવા માટે શરૂ કરી છે.. ક્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.

Ahmedabad સાયબર ક્રાઈમે ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપી રૂપિયા પડવાતી ગેંગ ઝડપી પાડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાયબર ક્રાઇમ,સીબીઆઈ,કસ્ટમ જેવી અલગ અલગ બ્રાન્ચના અધિકારીઓના નામે ખોટી માહિતી આપી
  • સામાન્ય નાગરિકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી હતી આ ગેંગના
  • ચાર આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી

અમદાવાદ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા ચાર આરોપીના નામ રમેશ નાકરાણી,વિવેક ઉનડકટ,વિવેક કોલડીયા,બળદેવ સતાણી છે.ઝડપાયેલા તમામ ચાર આરોપીઓએ પોતાના નામે બેન્ક એકાઉન્ટ ખોલી, તે એકાઉન્ટ સાઇબર ક્રિમિનલને આપી દીધા હતા અને જે આરોપીઓના એકાઉન્ટમાં લાખો રૂપિયાના છેતરપિંડીના રૂપિયા જમા થયા હતા.તેથી સાયબર ક્રાઇમે સુરત પાસેથી ચારે આરોપીઓની ધરપકડ કરી.

બેન્ક એકાઉન્ટ ભાડે આપનારની પણ કરાઈ ધરપકડ

ગુનાના મૂળ સુધી પહોંચવા તપાસ સાયબરક્રાઈમે તપાસ શરૂ કરી છે. સાથે જ સાયબર ક્રાઇમ સીબીઆઈ અને કસ્ટમ એવા વિભાગના અધિકારીઓની ઓળખ આપી છેતરપિંડીમાં મહત્વનો રોલ ભજવનાર આરોપીઓ કોણ છે તેની માહિતી મેળવી તપાસ શરૂ કરી છે.મહત્વનું છે કે, ઝડપાયેલા આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં ભોગ બનનાર લોકોના રૂપિયા ટ્રાન્સફર થયા હતા જેથી બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


ધરપકડમાં થયા અનેક ખુલાસાઓ

ઝડપાયેલા 4 આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યુ કે તમામ આરોપી છૂટક મજુરી કરે છે.પરંતુ એકાઉન્ટ ભાડે આપતા દર મહિને કમિશન પેટે રૂપિયા મળતા હોવાથી પોતાના એકાઉન્ટ ભાડે આપતા હતા પરંતુ સાયબર ક્રાઇમે ગુનાની તપાસ કરતા સામે આવ્યુ હતુ કે આરોપી સાથે સંકળાયેલી ગેંગ અલગ અલગ વિભાગના અધિકારીની ઓળખ આપી ભોગ બનનારને ડીજીટલ અરેસ્ટ કરી વિડીયો કોલ પર ધમકી આપે છે. સાથે જ ફરિયાદીના એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરીંગ,ડ્રગ ડીલીંગ, સ્મગલિંગમાં થયો છે. જેમા 10 વર્ષથી લઈ આજીવન કેદની જોગવાઈ હોવાની ધમકી આપતા હતા અને ફરિયાદી પાસેથી 41.25 લાખ રુપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

બહારના દેશમાંથી આચરતા હતા છેતરપિંડી

છેતરપિંડીના ગુનામાં સાયબર ક્રાઇમે એકાઉન્ટ આપનારા ચાર આરોપીને તો ઝડપી લીધા જોકે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ સાથે સંકળાયેલા અને ગેંગના મુખ્ય સૂત્રધારો મલેશિયા અને દુબઈ જેવા અન્ય દેશોમાં બેસી આ રેકેટ ચલાવતા હોવાનુ સામે આવ્યુ છે.સાથે જ ઝડપાયેલા આરોપી કેટલા સમયથી એકાઉન્ટ ભાડે આપે છે.. અને તેમના એકાઉન્ટનો અન્ય કયા કયા ગુનાઓમાં ઉપયોગ થયો છે તે જાણવા માટે શરૂ કરી છે.. ક્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.