જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારની પસંદગી માટે અમદાવાદમાં મિટીંગ

નેતાઓની ગુજરાત પ્રમુખ સાથે બેઠક પૂર્ણઅમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ બેઠકજલ્પા ચુડાસમાએ કોઈ ટિકિટ નથી માંગીઃ જોટવા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જે વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ખેસ ધારણ કરી રહ્યા છે. આ વચ્ચે જૂનાગઢ બેઠક માટે કોંગ્રેસમાં મહામંથન ચાલી રહ્યું છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે જૂનાગઢ લોકસભા બેઠક સહિત બાકીની અન્ય બેઠકો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિક્રમ માડમ, તેમજ જૂનાગઢ કોંગ્રેસના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. જ્યાં ભાજપ દ્વારા જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે. આ તરફ કોંગ્રેસમાં આજે અમદાવાદ કાર્યલય ખાતે બેઠક મળી હતી જેમાં જૂનાગઢ લોકસભા બેઠક ક્યાં ઉમેદવારની ટિકિટ આપવી તેના પર મહોર લાગી શકે તેના પર ચર્ચા થઈ હતી. બેઠકમાં સંભવિત ઉમેદવારમાં હીરા જોટવા, પૂજા વંશ અને ભીખા જોશીનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે. બેઠક બાદ દાવેદાર હિરાભાઈ જોટવાનું નિવેદન આપતાં જણાવ્યું કે, જૂનાગઢ લોકસભા માટે તમામ નેતાઓએ એક નામ આપ્યું છે. આ માટે સર્વસંમતિથી એક નામ આવે તેવો અમારો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારા નામ પર સહમતી સધાય તે માટે પ્રયત્નશીલ છીએ. તમામ આગેવાન સાથે ચર્ચા બાદ દાવેદારી નોંધાવી છે. આ સાથે જ કોંગ્રેસે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નવસારી, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને વડોદરા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. બાકીની 17 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેના અંગે પણ ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન નોંધનીય છે કે, ગુજરાતની 26 લોકસભા બેઠકની સાથે ખાલી પડેલ વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનું આયોજન પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જ થવાનું છે. આ પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 7 મેના રોજ એટલે કે લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થશે.

જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારની પસંદગી માટે અમદાવાદમાં મિટીંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નેતાઓની ગુજરાત પ્રમુખ સાથે બેઠક પૂર્ણ
  • અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ બેઠક
  • જલ્પા ચુડાસમાએ કોઈ ટિકિટ નથી માંગીઃ જોટવા
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જે વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ખેસ ધારણ કરી રહ્યા છે. આ વચ્ચે જૂનાગઢ બેઠક માટે કોંગ્રેસમાં મહામંથન ચાલી રહ્યું છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે જૂનાગઢ લોકસભા બેઠક સહિત બાકીની અન્ય બેઠકો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિક્રમ માડમ, તેમજ જૂનાગઢ કોંગ્રેસના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

જ્યાં ભાજપ દ્વારા જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે. આ તરફ કોંગ્રેસમાં આજે અમદાવાદ કાર્યલય ખાતે બેઠક મળી હતી જેમાં જૂનાગઢ લોકસભા બેઠક ક્યાં ઉમેદવારની ટિકિટ આપવી તેના પર મહોર લાગી શકે તેના પર ચર્ચા થઈ હતી. બેઠકમાં સંભવિત ઉમેદવારમાં હીરા જોટવા, પૂજા વંશ અને ભીખા જોશીનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે.

બેઠક બાદ દાવેદાર હિરાભાઈ જોટવાનું નિવેદન આપતાં જણાવ્યું કે, જૂનાગઢ લોકસભા માટે તમામ નેતાઓએ એક નામ આપ્યું છે. આ માટે સર્વસંમતિથી એક નામ આવે તેવો અમારો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારા નામ પર સહમતી સધાય તે માટે પ્રયત્નશીલ છીએ. તમામ આગેવાન સાથે ચર્ચા બાદ દાવેદારી નોંધાવી છે.

આ સાથે જ કોંગ્રેસે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નવસારી, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને વડોદરા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. બાકીની 17 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેના અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતમાં 7 મેના રોજ મતદાન
નોંધનીય છે કે, ગુજરાતની 26 લોકસભા બેઠકની સાથે ખાલી પડેલ વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનું આયોજન પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જ થવાનું છે. આ પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 7 મેના રોજ એટલે કે લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થશે.